॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૩૦: સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

નિરૂપણ

૨૪ માર્ચ, ૧૯૬૦. લિવિંગ્સ્ટન. વચનામૃત ગઢડા મધ્ય ૩૦મું વંચાવી યોગીજી મહારાજ કહે, “એક વખત ગુણાતીતાનંદ સ્વામી ઘોઘાવદર પધાર્યા. પછી નદી કાંઠે શંકરના દેરામાં આરામ કરતા હતા અને જાગા સ્વામી વચનામૃત વાંચતા હતા. તેમણે પાંચ વચનામૃત - પ્રથમ ત્રેવીસમું, મધ્યનું ત્રીસમું ને પીસ્તાલીસમું તથા અમદાવાદનું બીજું ને ત્રીજું વાંચ્યાં. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા, ‘આ વચનામૃત જાણે સાંભળ્યાં જ નહોતાં.’ એમ કહીને બોલ્યા જે, ‘ફરીથી વાંચો.’ ત્યારે ફરીથી વાંચ્યાં. શું સ્વામીએ કોઈ વાર નહોતાં સાંભળ્યાં? સાંભળ્યાં હતાં, પણ એવો પ્રેમ આવી ગયો ને પોતાને વાત કરવાની ઇચ્છા થઈ, કેમ જે, પાંચેયનો ભાવ ને સાર એકસરખો છે અને એક જ દોર ચાલ્યો આવે છે.

“જુઓ, શ્રીજીમહારાજ ભાગવતના આધારે કહે છે. પરોક્ષના કહેશે કે સ્વામિનારાયણ સમ્પ્રદાય તો વાડો છે, પરંતુ શ્રીજીમહારાજ બધાં સત્શાસ્ત્રનો સાર લઈને લખે છે. વાડો હોય તો બીજાનો મત મહારાજ લે? બધું એકનું એક. પણ કોઈને સમજવું નથી.

“મહારાજ આ વચનામૃતમાં કહે છે જે: ‘શાસ્ત્રમાં જેમ કહ્યું છે તે પ્રમાણે જ થાય છે, પણ તેથી બીજી રીતે નથી થતું. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, સુવર્ણને વિષે કળીનો નિવાસ છે.’ તે અમે નજરે જોયું. અહીં સોનાની ખાણો છે તેમાં કળી બેઠો જ છે, તે કોઈને દેશ છોડવો નથી. તૂટાતૂટ થાય છે, મારકૂટ થાય છે. મોટાઓને જુઓ તો પૈસાનો ઠઠારો બહુ, દેખાવ પૂરતો; પણ એ મર્યાદા માટે વાપરી શકે નહીં. કુબેર ભંડારીની ભારે ચોકી છે...

“માટે સુવર્ણ ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. અતિ એટલે કેવાં? તો એમાં વૃત્તિ ખૂંચે તો નીકળે નહીં; ભૂત થવું પડે. મહારાજ કહે, ‘હું એવો માર્ગ બતાવું કે જેમાં કોઈ બંધન ન થાય.’

“પોતાને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ માને. તે કોણ? તો ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર’ એમ માને તે. અને એમ જે ન માને તે ગોબરો બ્રહ્મ! શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ નહીં. પોતાની મેળે માવજીભાઈ થાય ને બ્રહ્મ માને, પણ બ્રહ્મના એકેય ગુણ ન હોય. માટે ગુણાતીતને બ્રહ્મ માન્યા વિના બ્રહ્મરૂપ થવાય જ નહીં. શ્રીજીમહારાજ કે અક્ષરબ્રહ્મ કે અક્ષરરૂપ (અક્ષરસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ) સંતની સાક્ષાત્ પ્રાપ્તિ વગર કોઈ બારોબાર પરોક્ષભાવે બ્રહ્મરૂપ થઈ શકતો નથી; પણ સાક્ષાત્ બ્રહ્મરૂપ (બ્રહ્મસ્વરૂપ) સંતનાં શ્રવણ, મનન ને નિદિધ્યાસથી એ માર્ગ હાથ આવે. આપણે કાંઈ માનવાથી થઈ ગયા નથી, પણ થવાશે. છઠ્ઠી ચોપડીમાં બેઠા ઈ છઠ્ઠી ભણે છે એમ કહેવાય, તેમ અક્ષરધામનું લેસન ચાલતું હોય તો અક્ષરરૂપ મનાય અને થઈ જાય.

“પછી બેસી રહેવું ને? ના, પરબ્રહ્મનું ભજન કરે અને ભગવાનથી પર કોઈને જાણે જ નહીં. બીજું, પ્રકૃતિનું કાર્યમાત્ર નાશવંત જાણે. કાળનું ભક્ષણ, અસત્ય, ખોટું ને તુચ્છ ને નમાલું માને. એમ અતિશય દોષદૃષ્ટિ રાખે, થોડો પણ માલ ન માને. પછી એને લાખ મણ સોનું કોઈ આપે તો પણ મોહ ન થાય.”

યોગીજી મહારાજ માવજીભાઈની વ્યાખ્યા આવી રીત કરે છે: “ધ્રાંગધ્રામાં એક સોનીનું નામ માવજીભાઈ, ને ત્યાંના દીવાનનું નામ પણ માવજીભાઈ. તે દી’ વીજળી-દીવાનું સાધન નહિ. માવજીભાઈ સોની વહેલી સવારે અંધારામાં દિશાએ જાય. સિપાઈની કોટ પાસે ખાડા-ખાધરા હોય ત્યાં બેસે, ને સિપાઈ આને જોઈને પૂછે, ‘કોણ?’ તો કહે, ‘માવજીભાઈ.’ સિપાઈ થડકે કે ‘દીવાન હશે તો દંડ કરશે. માટે વધુ પૂછવું નથી.’

“એમ પંદર દી’ પોલ હાલી. પછી સિપાઈને થયું: ‘માવજીભાઈ રોજ અહીં શું કામ ઝાડે ફરવા આવતા હશે? બંગલામાં તો પાયખાનાં-જાજરૂની સગવડ હોય. માટે તપાસ કરું, કોણ છે?’

“પછી બીજે દી’ માવજીભાઈ રોજની જેમ આવ્યા. સિપાઈએ પડકારો કર્યો, ‘કોણ?’ તો છાતી કાઢીને કહે, ‘માવજીભાઈ!’ પછી સિપાઈ ફાનસ લઈને નજીક ગયો તો દીવાનને બદલે સોની મહાજન નીકળ્યા! તે હાથકડી પહેરાવી દીધી ને પૂછ્યું, ‘કોણ તને માવજીભાઈ કહે છે?’ ત્યારે કહે, ‘મારો બાપ, મારી મા, મારાં ઘરવાળાં બધાં કહે છે.’ સિપાઈ કહે, ‘તેમાં સરકારને શું સડકો(ફાયદો)?’ પછી જેલમાં પૂરી દીધા.

“એમ મેળે માવજીભાઈમાં હખ(સુખ) ન આવે. મેળે માવજીભાઈ - સત્પુરુષ થાવા જાય તો જેલ ભેગો થઈ જાય. જેના ઉપર સક્કો વાગ્યો હોય તે જ માવજીભાઈ સાચા. ભગવાનના ગુણાતીત સંત તે જ સાચા સત્પુરુષ છે. માટે ‘હમ ભી ડીચ’ ન થવું...” (બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૨)

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૫]

March 24, 1960, Livingstone, Zambia. After having Vachanāmrut Gadhadā II-30 read, Yogiji Mahārāj said, “Once, Gunātitānand Swāmi arrived in Ghoghāvadar. He was resting at a shrine of Shankar on the banks of the river while Jāgā Swāmi read the Vachanāmrut. He read Vachanāmruts Gadhadā I-23, Gadhadā II-30, Gadhadā II-45, Amdāvād 2 and Amdāvād 3. Swāmi then sat up and said, ‘It is as if we had never heard these Vachanāmruts.’ Thus saying, he instructed Jāgā Swāmi to read them again. Had Swāmi not heard them before? He did hear them; however, he was overflowed with love and wanted to speak on the basis of these Vachanāmruts, as the essence of all five Vachanāmruts is the same. One line of thought is discussed in all five Vachanāmruts.

“Shriji Mahārāj is talking on the basis of the Bhāgwat. People worshiping the past avatārs will accuse the Swāminārāyan sampradāy as being a walled-off enclosure (i.e. is not based on the shāshtras); however, Shriji Mahārāj based his talks on the essence of all the scriptures. If it was walled off, would Mahārāj use others’ philosophies in his talks? But no one wants to understand this.

“Mahārāj clearly states in the Vachanāmrut, ‘Everything occurs as described in the scriptures but not otherwise.’ The Shrimad Bhāgwat states that Kali-yuga resides in gold – we have seen this first hand. Kali-yuga dwells in the goldmines here; hence no one wants to leave this country. People fight and destroy each others’ property. If one looks at the rich, they show off their wealth...

“Therefore, understand women and wealth are extremely binding. How ‘extreme’? Once one’s mind is lodged in them, it cannot be dislodged. One would have to become a ghost (because of their vasanā for them). Mahārāj shows us a path whereby one will not be bound by anything.

“Believe that one’s form is pure, luminous Brahma. Who is that Brahma? To believe ‘Gunātitānand Swāmi is Mul Akshar.’ He who does not believe that is an imposter brahma! Not pure luminous Brahma. One becomes Māvjibhāi on their own (Mele Māvjibhāi) and believes one is brahma, yet not possess a single quality of Brahma. Therefore, without believing Gunātitānand Swāmi to be Brahma, one cannot become brahmarup. One cannot become brahmarup directly without the attainment of the manifest forms of Shriji Maharaj or Aksharbrahma Sant. This path is attained by shravan, manan, and nididhyās of the manifest form of Aksharbrahma Sant. We have not yet become brahmarup by simply believing it, but we will! One who is in the sixth grade can be said to be studying in the sixth grade. Similarly, one who is studying the lesson of Akshardhām is consider aksharrup and will become that.

“After this, one should sit idly, right? No! One worships God and considers no one else to be above God. Second, one considers the creation of Prakruti-Purush to be perishable, false and insignificant. In this way, he looks at the creation as flawed and of no worth. Then, if someone gives him a millions tons of gold, he would not become infatuated.”

This story is narrated by Yogiji Mahārāj as follows: In Dhrāgadhrā, there was one goldsmith named Māvjibhāi who had a name similar to the diwān. There was no electricity back then. The goldsmith went to discharge his bowels daily in the early morning darkness, near the compound of guards. The guards ask him who is there. The goldsmith said, ‘Māvjibhāi.’ The guards became alert thinking if it is the diwān he’ll punish us; let’s not ask further.

“This happened for 15 days before the guards started to doubt: why does the diwān come here when his bungalow has bathrooms and toilets?

“The next day, when Māvjibhāi arrived, the guard shouted, ‘Who is there?’ Māvjibhāi said, ‘Māvjibhāi.’ The guard went closer with a lantern and saw the goldsmith instead of the diwān. He immediately cuffed him and asked, ‘Who calls you Māvjibhāi?’ ‘My father, my mother, my wife, all call me Māvjibhāi.’ The guard says, ‘How does the government benefit from that?’ And locked him in a jail.

“One cannot become Māvjibhāi (diwān) on their own if a few people call you Māvjibhāi. If one tried to become a Satpurush on their own, one will go to jail...” (Brahamswarup Yogiji Maharaj - Part 2)

[Brahmaswarup Yogiji Mahārāj: 3/65]

યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૩૦ના વચનામૃતમાં પ્રકૃતિપુરુષથી પર જે શુદ્ધ બ્રહ્મ કહ્યું છે, ત્યારે એ સિવાયનું બીજું બ્રહ્મ ક્યું?” તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહાપુરુષ એ પ્રકૃતિ-વેષ્ટિત બ્રહ્મ છે, ગઢડા મધ્ય ૩૧ વચનામૃત પ્રમાણે.”

[યોગીવાણી: ૨૪/૧૧]

Yogiji Mahārāj asked, “Other than the pure Brahma which transcends Prakruti-Purush mentioned Gadhadā II-30, which other Brahma is there?” Explaining, Yogiji Mahārāj said, “As per Gadhadā II-31, Mahā-Purush (an aksharmukta) is that Brahma that pairs with Prakruti.”

[Yogi Vāni: 24/11]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase