॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૬: મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું

નિરૂપણ

તા. ૨/૨/૧૯૫૫, ગાના. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૪૬ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાનના એકાંતિક છે એ જ ભગવાનનો માર્ગ છે. તેનો અભાવ એ જ ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. એકાંતિક ધર્મ એટલે શું? સત્પુરુષનું પ્રગટપણું એ જ એકાંતિક ધર્મ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૩૯]

યોગીજી મહારાજ કહે, “મરણદોરીના વચનામૃતમાં મહારાજ કહે છે: ‘જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો એ એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો.’ એકાંતિક ધર્મમાંથી પડવું એ જ એકાંતિકને મરણ છે. ભગવાન ને ભગવાનના સંતનો અવગુણ લેવો એ પંચ મહાપાપથી પણ મોટું પાપ છે. માટે સેવા થાય તે કરવી, પણ અસેવા જે અવગુણ લેવો, તે ક્યારેય ન કરવું.”

[યોગીવાણી: ૭/૨૯]

ગઢડા મધ્ય ૪૬ વચનામૃત સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગમે તેટલા પૂજાતા હોય, ગાદી-તકિયે બેઠા હોય, સદ્‌ગુરુ હોય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવાનો અવગુણ હોય તો જીવતા છતાં મરેલા છે.”

[યોગીવાણી: ૨૪/૨૫૭]

અભરામન દાવા

આજે બપોરે ટરોરોના કનુભાઈને ત્યાં વેમ્બલીમાં ઠાકોરજી જમાડ્યા પછી બપોરની કથામાં મધ્યનું ૪૬મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“ક્રોધે કરીને પડ્યો, એટલે શું? કે સત્પુરુષમાં ક્રોધ પરઠ્યો ને તેથી પડ્યો. કામે કરીને પડ્યો, તે શું? કે સત્પુરુષમાં કામ પરઠ્યો ને તેથી પડ્યો.

“કોઈ રીતે સત્પુરુષનો અભાવ ન લેવો; તો અભરામન દાવા. તે વિના ગમે તેટલાં તપ કરે, વ્રત કરે, ક્રિસમસની રાતે ૧૨-૦૦ વાગે (ટ્રફાલ્ગર સ્ક્વેરના) ફુવારામાં ટાઢમાં ન્હાય, તોય કલ્યાણ ન થાય.

“જો સત્પુરુષનો અભાવ ન લ્યે, ને ગુણ લ્યે, તો ગમે તેવો પાપી હોય તોય ધામમાં જાય. સાધન કરવા ગ્યો? ના. અભાવ ન લીધો, એટલું જ સાધન.”

દસ્તાવેજમાં લખાતો શબ્દ. અર્થ: ભ્રમ વિના અક્કલથી - હોશિયારીથી બધું પાકું કરેલું હોવાથી, ઇતર કોઈ વ્યક્તિને કાંઈ લેવા-દેવા કે હક ઇલાકો ન રહે તે. અર્થાત્ સત્પુરુષનો અભાવ ન લે તે હોશિયારીપૂર્વક બધું પાકું કરીને અક્ષરધામનો હકદાર બને છે. તે પર કાળ-માયાદિનો હક રહેતો જ નથી.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૨૫૨]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase