॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૫: ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “આશરાનું વચનામૃત વરતાલ ૫. અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તારા મનના માનેલા સર્વે ધર્મોને તું ત્યાગ કર. એ પ્રમાણે અર્જુન વર્ત્યા તો ભગવાનનો રાજીપો થયો. એમ ભગવાનની મરજી પ્રમાણે વર્તે તો ભગવાન રાજી થાય. આશરો એ જ ભક્તિ છે. આ જોગ થઈ ગયો. એ મોટાં ભાગ્ય. નહીં તો લાખો વરસ તપ કરે તો પણ આ જોગ ન મળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૫]

Yogiji Mahārāj said, “The Vachanāmrut about āsharo (refuge) is Vartāl 5. Krishna Bhagwān said to Arjun, ‘Abandon all other forms of dharma and surrender only unto me.’ God became pleased with Arjun because he surrendered that way. Similarly, God becomes pleased if one acts within God’s wishes. Refuge in God is itself bhakti. We have been connected with God - that is our great fortune. Otherwise, even if one performs austerities for one hundred thousand years, this connection is not possible.

[Brahmaswarup Yogiji Mahārāj: 2/185]

તા. ૧૯/૪/૧૯૭૦, મોમ્બાસા. લોહાણા એસેમ્બલી હૉલમાં યોગીજી મહારાજ કહે, “નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, ‘આશરાનું શું રૂપ છે?’ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણે પ્રેમથી ઉત્તર આપ્યો, ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ! હે અર્જુન! તારું મનધાર્યું મૂકી દે. હું કહું તેમ કર.’ અર્જુને તેમ કર્યું, તો તેની જીત થઈ. મહારાજે તેમની મૂર્તિ નરનારાયણની અમદાવાદમાં બેસાડી. આશરો કર્યાનાં ત્રણ લક્ષણ છે: (૧) મહાપ્રલય જેવું દુઃખ આવતું તો નથી. કદાપિ આવી પડે તોય રક્ષાના કરનારા ભગવાન ને સંત વિના બીજાને ન જાણે. (૨) જે જે જોઈતું હોય તે પોતાના ઇષ્ટદેવ પાસે જ માગે. (૩) તેની મરજી પ્રમાણે વર્તે. મહારાજે નિત્યાનંદ સ્વામીને જવાબ દીધો. શ્રીમુખની વાણી સમજવા જેવી છે. આકાશ ફાટે તેટલું દુઃખ આવે તોય રક્ષાના કરનારા શ્રીજીમહારાજ વિના બીજાને ન માને. તેની ઇચ્છા વિના સૂકું પાંદડુંય હલવા સમર્થ નથી. ગુણાતીત સ્વામીએ વાતમાં કહ્યું, ‘કોઈ માર માર કરતો આવતો હોય તોય સમજવું કે મારા સ્વામીની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ સ્વામી અને મહારાજ બેય એક જ વાત બોલ્યા. મેળ મળી ગયો. અક્ષરે સહિત પુરુષોત્તમની ખરી સર્વોપરી નિષ્ઠા હોય તેને શાંતિ શાંતિ વર્તે. ટાઢું વર્તે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૬૩]

April 19, 1940. Mombasa. In the ‘Lohana Assembly Hall’, Yogiji Mahārāj said, “Nityānand Swāmi asked, ‘What is the characteristic of refuge in God?’ Manifest Purushottam Narayan answers the question with love: ‘Sarva dharmān parityajya māmekam sharanam vraja! O! Arjun. Abandon the whims of your mind. Do as I say.’ Arjun did as told so he won (the Mahābhārat war). Mahārāj installed his murti along with Nārāyan (as Nar-Nārāyan) in Amdāvād. There are three characteristics of refuge in God: (1) We do not encounter misery equal to the final dissolution; but if we do, one would believe only God and his Sant are the true protectors, no one else. (2) If one needs something, he only asks God. (3) He behaves according to his wishes. Mahārāj answered Nityānand Swami. His words are worthy of understanding. One experiences misery like the whole world will fall apart, yet he believes no one except Shriji Mahārāj will protect him. Without his wish, not even a dry leaf would stir in the wind. Gunātitānand Swāmi said, ‘If someone comes charging at us with the intent of beating us, we should understand that everything happens according to my Swami’s wishes; however, without his will, no one can stir a leaf.’ Mahārāj and Swāmi both said the same thing. Both are connected. One who has the belief of Purushottam along with Akshar will experience peace and tranquility.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/163]

૨૦-૨૧/૬/૧૯૬૨, મુંબઈ. સવારની સભામાં સ્વામીશ્રીએ વાત કરી:

“સત્પુરુષનો વિશ્વાસ હોય, વચનમાં વિશ્વાસ હોય, તો (સ્વામીનો) આશરો, (સ્વામીનો) નિશ્ચય થઈ જાય. લાભ મળ્યો છે પણ જીવમાં ગેડ બેસે તો હવાદ આવે. મહિમા સમજાય તો વિશ્વાસ આવે, પછી ગેડ બેસે.

“જેમ ભગવાનની માનસી-પૂજા કરે, તેમ ઉત્તમ ભક્તની ભેગી પૂજા – ગુણાતીતની કરે. આપણા જેવાની નથી કહેતા. ગુણાતીતને અર્થે મંદિરમાં પાંચ-પચાસ આપવા પડે. સ્વામી શાસ્ત્રીજી મહારાજે સરખી સેવા કરી, તો મહારાજ-સ્વામીની મૂર્તિઓ બેસી ગઈ. હજારો દર્શન કરે છે. કનિષ્ઠમાંથી ઉત્તમ થઈ જાય. મહારાજ કહે: ‘મને સો વાર જમાડે, ને મારા ભક્તોને એક વાર જમાડે, તો હું સો વાર માનું છું.’

“જૂના સંપ્રદાયવાળા કહે, ‘તમે સ્વામીને મુગટ પહેરાવો છો,’ પણ ઉત્તમ ભક્ત છે એટલે સરખી સેવા થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૧]

During the morning discourse, Yogiji Mahārāj said, “If one trusts the the Satprush and trusts his words, then one’s refuge becomes strong and he becomes convinced in Swāmi’s (the Satpurush’s) form. We have attained a great opportunity, but only when this conviction becomes consolidated in the jiva will we relish it. If we understand the greatness of God, then we can develop trust. Then, understanding becomes consolidated.

“Just as one does mānsi-pujā of God, one would do the same for the Bhakta - the Gunātit Sant. He is not talking about devotees like us. One would have to spend five or 50 dollars for the Gunātit Sant. Shāstriji Mahārāj served God and the Sant equally - so the murtis of both Mahārāj and Swāmi were installed. Now, thousands do their darshan. One who is of the lowest level attains the highest level. Mahārāj says, ‘One feeds me a hundred times; but if one feeds my Bhakta once, I’ll consider that being served one hundred times.’

“Those from the old sampradāy question, ‘You all put a crown on Swāmi.’ But he is the best Bhakta, so we can serve him this way just as we serve Mahārāj.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/361]

તા. ૮/૪/૧૯૮૩, ‘એઇમ્સ ઓસ્કિજન’ - અટલાદરા. પ્રમુખસ્વામી મહારાજના હૃદયરોગના હુમલા પછી, વિશ્રામલીલા દરમ્યાન જુદાં જુદાં મંદિરોમાંથી દર્શન કરવા આવી રહેલા સંતો, પાર્ષદો અને કેટલાક વડીલ હરિભક્તોની સમુચિત સેવા-સરભરા કરાવી સ્વામીશ્રી દરેકને રાજી કરતા. આ ક્રમમાં તા. ૮, ૯ એપ્રિલના રોજ સંતો-પાર્ષદો સાથે તેઓની પ્રેરક પ્રશ્નોત્તરી પણ યોજાઈ ગઈ. જેમ કે:

“સ્વામી! અમે ગામડે જઈએ ત્યારે કોઈ પ્રશ્ન પૂછે કે ‘તમે ભગવાન જોયા છે?’ તો અમારે શું જવાબ આપવો?”

“‘હા, જોયા છે’ એમ છાતી ઠોકીને કહેવું. આ યોગીજી મહારાજ છે તે અમારો આત્મા, વરતાલના ૧૧મા વચનામૃત પ્રમાણે. એ દેખાય છે સાધુ, પણ તેઓનાં અંગોઅંગમાં મહારાજ બિરાજે છે એટલે મહારાજ અને એમાં રોમનોય ફેર ન કહેવાય.”

“વરતાલના પાંચમા વચનામૃતમાં ‘સરખી સેવા’ની વાત કરી છે. તે ‘સરખી સેવા’ એટલે શું?”

“‘ભગવાન જેવા સંત છે’ એમ માની, એમની મર્યાદામાં રહી સેવા કરીએ ને એમની આજ્ઞા પાળીએ તે સરખી સેવા કરી કહેવાય. ખાલી ઘરેણાં ચડાવવાં એટલું જ કાંઈ પૂરતું નથી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૩૨]

April 8, 1983, Aims Oxygen - Atladra. After Pramukh Swami Maharaj’s heart attack, during his recovery, sadhus and pārshads from various mandirs were visiting him. During this time, Swamishri engaged in inspiring question-answer sessions. During one session, the following short questions were asked with Swamishri’s replies:

Question: “Swami, when we visit people in villages, if they ask, ‘Have you seen God?’ How should we answer?”

Answer: “You should boldly reply, ‘Yes, we have.’ This Yogiji Maharaj (referring to himself) is our ātmā according to Vartal 11. He looks like a sadhu, but Maharaj resides in him entirely. Therefore, there is not the slightest difference in him and Maharaj.”

Question: “In Vachanamrut Vartal 5, Maharaj spoke about ‘similar servie’ (sarkhi sevā). What is similar service?”

Answer: “The Sant is like God. Believing this, one should serve the Sant respectfully and obey his commands. That is serving similarly. But similar service is not simply adorning (the murti) with golden ornaments.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/32]

પ્રશ્ન: “આપ સત્પુરુષને પોતાનો આત્મા માનવાની વાત કરી પણ સત્પુરુષ તો અમાયિક-દિવ્ય-ગુણાતીત-નિર્દોષ છે, જ્યારે અમે તો અનેક પ્રકારના સ્વભાવ-દોષ-પ્રકૃતિ-વાસના દેહભાવથી ખરડાયેલા છીએ તો સત્પુરુષને પોતાનું સ્વરૂપ કેમ મનાય? અને એમ માનીએ તો દંભ જેવું ન ગણાય?”

સ્વામીશ્રી: “શ્રીજીમહારાજે વચ. વર. ૫માં કહ્યું છે કે ભજન કરનારામાં તો માયિક ગુણો હોય પણ જેનું ભજન કરે છે તેને માયાથી પર સમજે તો તે માયાથી પર થઈ જાય. જેનું ભજન કરે છે તેમાં દોષ નથી તેમ સમજે તો પોતે નિર્દોષ થઈ જાય. તેમ છતાં જાણપણું રાખવાનું. ‘સત્પુરુષ મારો આત્મા. સત્પુરુષમાં સ્વભાવ દોષ નથી અને એ મારું સ્વરૂપ છે. તેથી મારામાં પણ નથી. હું તો આત્મા. મને કંઈ અડતું નથી.’ એમ જ્ઞાન અને મહિમાના ઓથે નિયમધર્મ લોપવાના નથી. ગમે તેમ વર્તવાનું નથી. મોટાપુરુષ સામે જોવું. એ કેવી રીતે વર્ત્યા છે? કેવી રીતે વર્તે છે? યોગીજી મહારાજ સાક્ષાત્ પુરુષ હતા છતાં તેમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધું જ હતું. તેમના જીવનમાં નિયમ ધર્મની સહેજ પણ ગૌણતા ક્યારેય નથી આવી. તેથી સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવામાં વાંધો નથી.

“વળી ‘હું તે આત્મા છું. સત્પુરુષ મારું સ્વરૂપ છે તેથી મારામાં કામાદિક સ્વભાવો છે જ નહીં, મને કશું અડતું નથી.’ એમ માનીને મન ફાવે તેમ વર્તવું એ દંભ છે, પણ સત્પુરુષને નિર્દોષ સમજીને - તેમને પોતાનું સ્વરૂપ માનીને, જાણપણું રાખીને પોતાનામાં રહેલા સ્વભાવ-દોષો ટાળવાનો પ્રયત્ન કરવો એ દંભ નથી. એમ પ્રયત્ન કરતાં કરતાં જ બ્રહ્મરૂપ સત્પુરુષરૂપ થઈ જવાય.”

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૭/૬૫]

Question: You have talked about believing the Satpurush as one’s ātmā. But he is divine, free of all faults and above the influence of māyā, whereas we are full of base instincts, faults, worldly desires and attachment for our bodies. So how can one believe the Satpurush as one’s true form. Isn’t it hypocritical to do so?

Answer: Shriji Maharaj says in Vachanamrut Vartal-5 that even though the worshipper is engulfed by māyā, God he worships is above māyā, so ultimately he, too, will overcome the influence of māyā. If one truly believes God to be free of all faults, then one becomes fault-free also. Still, we have to be vigilant. Believing ourselves to be fault-free like the Satpurush and above the influence of māyā is not an excuse to forsake our vows and lapse in our duties. It is not an excuse to behave without restraint. Always focus on the Satpurush. How does he live and act? Yogiji Maharaj was such a Satpurush, yet his life exemplified dharma, gnān, vairāgya and bhakti. He never even casually lapsed in his duties and devotion.

Hypocrisy is believing oneself to be ātmā and the Satpurush to be above all influence of māyā and base instincts and then using this understanding as an excuse to indulge in improper behaviour. But believing the Satpurush to be one’s true form and at the same time making sincere efforts to overcome our faults and base instincts is not hypocrisy. In this way, such persistent effort will make us brahmarup.

[Divine Memories - Part 3/104]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase