॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૯: જાણપણારૂપ દરવાજાનું

નિરૂપણ

તા. ૨૭/૨/૧૯૭૦, કિસુમુ. બપોરની કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૯ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન અને સંતમાં મનુષ્યભાવ ન આવે એ જાણપણું કહેવાય. કોઈનો અભાવ ન આવે તે જાણપણું. મધ્ય ૪૬માં કહ્યું છે – ભગવાનના ભક્તને દેહે કરીને મરવું એ મરણ નથી, પણ ભગવાનના ભક્તનો અભાવ આવે એ મરણ છે. ‘અહોહો! મગનભાઈ કેવા ભક્તરાજ!’ એવો મહિમા સમજાય તો જાણપણું રહ્યું. દરેકના ગુણ જ લેવા. દોષ પડતા મૂકવા. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. તું ભગવાન સામું જોને! કર્તા ભગવાન છે. તેમનો આશરો હોય તો કોઈ દુઃખ ન રહે. પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈનો ભાર ના રહે એ જાણપણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૬૫]

February 27, 1970. Kisumu. During the afternoon discourse, Yogiji Mahārāj had Gadhadā III-9 read and said, “Awareness is when one does not perceive human traits in God and the Sant. Not developing an aversion to anyone is also awareness. In Gadhadā II-46, Mahārāj says, ‘For ekāntik bhaktas, death of the body is not death; rather, perceiving faults of or developing an aversion toward the devotees of God is death.’ ‘Oh! What a great devotee Maganbhāi is.’ - When one understands greatness that way, that is awareness. One only sees everyone’s virtues and leave the flaws. The horns of a water buffalo only burden the water buffalo. You look at God! When one has refuge in him, no misery remains. When one is not impressed by anyone other than Purushottam Nārāyan, that is awareness.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/65]

તા. ૭/૧/૧૯૬૭, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૯ વંચાવી નિરૂપણ કરતાં યોગીજી મહારાજ કહે, “બહાર વિદ્વાનો ઇસ પાર કે ઉસ પાર જ્ઞાન કરે પણ કોઈ સમજી ન શકે. અક્ષરધામ મૂર્તિમાન છે તે જાણપણું છે. તેમાં મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે. દર્શન આપે છે. મનુષ્યભાવ આવી જાય તે જાણપણું ખોવાઈ ગયું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૩૬૫]

January 7, 1967. Mumbai. During the discourse, Yogiji Mahārāj explained Gadhadā III-9, “The scriptural scholars preach their knowledge with big words - but no one understands. Akshardhām is manifest - that is awareness. Mahārāj resides in him totally and gives us darshan. If one perceives human traits in that, awareness is lost.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/365]

૧૯૭૪. તા. ૭/૪ના દિવસે સ્વામીશ્રીએ જાણપણારૂપ દરવાજાનું વચનામૃત વંચાવી વાત કરી કે:

“સત્પુરુષ ભગવાનના ધામનો દરવાજો છે. અવગુણ, મનુષ્યબુદ્ધિ તેને વિષે ન આવે તે જાણપણું રાખવું. આ લોકના પદાર્થો કરીને અવગુણ આવે છે. માન, મોટપ, સ્વાદે કરીને દોષ આવી જાય તો મોક્ષમાર્ગથી પડી ગયો. છેલ્લું પગથિયું ચડ્યા ને ચૂક્યા તો જાય ખાડીમાં. સોયે વર્ષ પૂરાં થઈ જાય. આ છેલ્લો જન્મ. સત્પુરુષ મળ્યા. પણ જો જાણપણું ન રાખે તો જય સ્વામિનારાયણ. હાથ છૂટી ન જાય તે જાણપણું રાખવું પડે. અવગુણ-અભાવ આવે તો છૂટી જાય. માટે મનુષ્યભાવ ન આવે તે જોવું. પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખવી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૬૨]

April 7, 1974. Swamishri explained Vachanamrut Gadhada III-9:

The Satpurush is the gateway to God’s dhām. Finding flaws and perceiving human traits in the Satpurush is equivalent to losing awareness. The causes of perceiving flaws in the Satpurush are things of this world: ego, prestige, tastes, etc.. cause one to fall from their moksha. If after reaching the last step, if we slip, we fall. All your life goes to waste. This is our last birth, since we have attained the Satpurush; however, if we do not keep awareness (of not perceiving flaws), then that is it! That we do not let him go is maintaining awareness. If we find flaws, then that means we let of his grasp. Always ensure we do not perceive human traits and perform devotion without any hindrances."

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/362]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase