॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૧: છાયાના દૃષ્ટાંતે ધ્યાનનું

નિરૂપણ

તા. ૨૨/૭/૧૯૬૫, બોચાસણ. બપોરની કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૩૧ વંચાવીને યોગીજી મહારાજ કહે, “આમાં ટાઇમ લખ્યો તે આપણને ધ્યાન ધરવા. તે વખતે દૃષ્ટિગોચર ભગવાનને સંતો શું સમજતા હશે? મહારાજ પોતે પોતાનો મહિમા સમજાવે છે કે ‘હું આવો છું!’ તે વખતે કોઈએ પૂછ્યું નહીં હોય કે ‘મહારાજ! આ વર્ણન કોનું કરો છો? આ તમારી વાત કરો છો કે બીજાની?’”

“... ધામની મૂર્તિ ને અહીંની મૂર્તિ ગુણાતીત છે...” એ સાંભળી માર્મિક હસીને સ્વામીશ્રી કહે, “તેમાં મનુષ્યભાવ ના લાવવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૦]

July 22, 1965, Bochāsan. Yogiji Mahārāj had Vachanamrut Gadhadā III-31 read during the afternoon discourse and explained, “The time is written here to ensure that we meditate (on the exact environment surrounding Mahārāj). At that time, who did the sādhus understand ‘the God visible before you’ to be? Mahārāj himself is explaining his own greatness, stating that, ‘I am like this!’ At that time, did anyone not ask, ‘Mahārāj! Who are you describing? Are you describing yourself or someone else?’”

Thereafter, hearing the words, “The form of God in Akshardhām and the form of God that is present on this earth is gunātit (transcends the three gunas)...” Swāmishri meaningfully laughed and said, “One should not perceive human traits in him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/90]

તા. ૧૯૭૭/૬/૨૪, લંડન. સવારે ગઢડા અંત્ય પ્રકરણના ૩૧મા વચનામૃતનો મુદ્દો સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા કે, “અક્ષરધામના સ્વરૂપમાં ને આ સ્વરૂપમાં રોમમાત્રનો ફેર નથી.”

તે વખતે કો’ક મુમુક્ષુએ પૂછ્યું, “આ તો મહારાજે જે વખતે વાત કરી હતી ત્યારની વાત છે. પણ ત્યારપછી ગુણાતીત સંત દ્વારા મહારાજ પ્રગટ રહ્યા તેમાં તો જુદા જુદા આકાર દેખાય છે, તેનું કેમ સમજવું?”

“આકાર ભલે જુદા દેખાય પણ આંખમાં જોવાવાળું કોણ છે? પગમાં ચાલનારા કોણ છે? બોલનારા કોણ છે? અંગોઅંગમાં કોણ છે? ભલે ને આકાર જુદા જુદા દેખાય પણ તેમાં મહારાજ સિવાય બીજું કશું નથી. એટલા માટે જ મહારાજ કહે છે કે: ‘રોમમાત્રનો ફેર નથી.’ ભલે આકૃતિ જુદી દેખાય પણ તત્ત્વ એક જ છે.” સ્વામીશ્રીએ સચોટ સ્પષ્ટતા કરી આપી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૩૪૩]

June 24, 1977, London. In the morning, Pramukh Swami Maharaj explained the principle of Vachanamrut Gadhada III-31, “There is no difference between the form in Akshardham and the form here.”

Someone asked, “This talk is by Maharaj during his time so it applied to that time. Afterward, Maharaj remained present through the Gunatit Sant and they all appear differently. How should we understand that?”

“Even though the appearance may be different, who looks through those eyes? Who walks through those feet? Who talks through them? Who resided in every part of their body? It does not matter if the form appears different, but it is nothing but Maharaj. For this reason, Maharaj says: ‘There is not an iota of difference.’ So, even though the appearance is different, the entity is the same.” Swamishri clarified succintly.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/343]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase