॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૩૩: ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું
નિરૂપણ
દસમી ભક્તિ શું?
બપોરે જમ્યા પછી ગ. અં. ૩૩ વચનામૃતમાં દસ પ્રકારની ભક્તિની વાત આવી. તે સમજાવતાં કહે, “નવ પ્રકારની ભક્તિ તો સૌ કહે છે પણ પ્રત્યક્ષ ભગવાનમાં આત્મા હોમી દેવો એ દસમી ભક્તિ છે. અફીણ મોઘું, કાળું, ઝેરી, કડવું, તોપણ તેનું વ્યસન પડે છે. ઇશક હોય તો છોકરા ભણે, પરિણામ સારું આવે. અમને ઇશક છે તો તમને કથામાં બેસાડીએ છીએ. એવો ઇશક નિર્ગુણ સ્વામીને હતો...”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૨૨૨]
What is the tenth type of bhakti?
After eating lunch, the ten types of bhakti was mentioned from Vachanāmrut Gadhadā III-33. Yogiji Mahārāj explained, “Everyone speaks of nine types of bhakti, but sacrificing one’s ātmā to the manifest form of God is the tenth type of bhakti. Opium is expensive, dark, poisonous, bitter; yet, people become addicted to it. If a child has passion, then the child will study hard and attain good grades. I have passion, so I have you all sit in discourses. Nirgun Swāmi had such passion...”
[Brahmaswarup Yogiji Mahārāj: 5/222]