॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૦: ઘાટના ડંસ બેઠાનું

નિરૂપણ

સત્સંગની વાત

તા. ૩૦મીએ મળસ્કે ૪-૩૦ વાગે ઊઠીને તુરત સ્વામીશ્રી કહેવા લાગ્યા કે, “આજે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થયાં. અમે પરદેશ બધે ફરીને આવ્યા તેની ખુશાલીમાં મને જાતે ગોળ ખવરાવતા હતા!”

બપોરની કથામાં ગ. પ્ર. ૩૦ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રી કહે:

“સત્સંગની વાત ધારે અને વિચારે એટલે શું? આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આપણને મળ્યા. તેમણે જે સેવા કરી તેનું અહોહોપણું આપણે રાખવું. કેવા પુરુષ મળ્યા છે! તેઓ સૂતા હોય, વાત કરતા હોય, તોયે તે મૂર્તિનું સુખ લેવું. તેમની બધી ક્રિયામાં અલૌકિકપણું લાગે, દિવ્યભાવ લાગે. તેઓ જે કરતા હોય તેમાં દિવ્યભાવ જ જોવો. મંદિરના વ્યવહારની વાત કરે, કોઈનો પ્રસંગ ઊજવવાની વાત કરતા હોય, તે બધું જ દિવ્ય સમજવું. સૂતાં-બેઠાં, ખાતાં-પીતાં એ જ વાતો સંભાર્યા કરવી. તે સત્સંગની વાત.

“આ વાત ધારવી હૃદયમાં અને વિચારવી મનમાં; તો મનના મલિન ઘાટ બધા ટળી જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૪૪૨]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase