॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૭: દેશવાસનાનું, અગિયાર પદવીનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો ‘આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે’ તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કે’વાય.” તે ઉપર પ્રથમનું સાડત્રીસમું વચનામૃત વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૫/૧૮૧]

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જે સંતને ભગવાનના સાકારપણાની અને કર્તાપણાની પ્રતીતિ છે, એવા ગુણાતીત સત્પુરુષનો મહિમા જુદી-જુદી અગિયાર રીતે કહેલો છે. પરમહંસોએ આ અગિયાર મુદ્દાઓને શીર્ષકમાં જ અગિયાર પદવી તરીકે વણી લીધા છે. તે અગિયાર પદવી આ પ્રમાણે છે:

૧. જેવો-તેવો હોય તો પણ [એને સાકારપણાણી અને કર્તાપણાની પ્રતીતિ છે તો] એ અમને ગમે છે.

૨. એને માથે કાળનો હુકમ નથી.

૩. એને માથે કર્મનો હુકમ નથી.

૪. એને માથે માયાનો હુકમ નથી.

૫. તેના પગની રજને તો અમે (શ્રીજીમહારાજ) પણ માથે ચઢાવીએ છીએ.

૬. તેને દુખવતા થકા મનમાં બીએ છીએ.

૭. તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ.

૮. જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે.

૯. દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે.

૧૦. તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે.

૧૧. એનાં દર્શન કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase