॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું

નિરૂપણ

ડિસેમ્બર ૧૯૬૪, નડિયાદ. અહીં કથા પ્રસંગમાં ગ. પ્ર. ૭૬ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું, “વચનનો ભીડો ખમે તે પાકો હરિભક્ત. પંચ વર્તમાન પાળે છે તેને ઝપાટામાં લીધો. ન પાળે તેને કહેતા નથી. ધાર્યું ન થવા દે. અપવાસ ન કરવો હોય તોય કરાવે. ધર્માદો વધારે લે. ઊંઘવું હોય તો ઊંઘવા ન દે. એવું થાશે. એમ જાણ્યું હોય તો મૂંઝવણ ન થાય. આ તો આઘુંપાછું થાય તો જય સ્વામિનારાયણ!

“પછી ‘માથે હાથ મૂકો, આશીર્વાદ દ્યો,’ એમ ન કહેવું પડે. સહેજે જ હેત થાય. સંબંધવાળા હરિભગતનો ભીડો તો વેઠવો જ. ભીડો વેઠે નહિ ને આગળ બેસે. સહેજે કારસો આપ્યો હોય ને મન પાછું પડે. આ વાત સમજાણી હોય તો મન પાછું ન પડે. મોટાસ્વામીએ ભીડો વેઠ્યો તો છાતીએ પાણી છે.

“ભીડો એ જ ભક્તિ, એ જ માળા, એ જ ધ્યાન. ૫૦૦ માળાનો નિયમ કરે ને ભીડો વેઠે તે એક!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૭૦૫]

December, 1964. Nadiad. Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā I-76, “One who endures the burden of the words [of God and the Satpurush] is a true devotee. Mahārāj included one who observes the five religious vows. Mahārāj is not talking about one who does not observe the vows. He does not let what the devotee wants happen. For example, even if the devotee does not want to fast, he makes him fast. He asks for more than 10% of his income. He does not let him sleep even if he wants to. If one understands that this is what will happen, he would not be disturbed. But (those who not have this understanding), when God does things like that, they’ll say ‘Jai Swaminārāyan’ and leave.

“(If one becomes a true devotee), he would not have to say, ‘Put your hand on my head and bless me.’ God will develop affection for the devotee naturally. One should also endure the burden of other devotees who have the association of God. One does not bear any burden and yet sits in the front. A slight hardship is sent and one’s mind falls back. But if this talk was understood, one’s mind would not fall back. Motā Swāmi endured such burden.

“Bearing burden is bhakti, chanting the name of God, and meditating. One turns 500 mālās or bears burden - both are the same.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/705]

કોને ઠોકર ન લાગે?

અહીં તા. ૨૭મીએ સવારે ૮-૧૫ વાગે પોતાનું પ્રિય વચનામૃત ગ. પ્ર. ૭૬મું મોઢે બોલી તેનું નિરૂપણ કરતાં ભીડા-ભક્તિનો મહિમા સ્વામીશ્રીએ સમજાવ્યો:

“‘ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય તે જો હરિભક્ત હોય તોપણ તે સાથે અમારે બને નહિ.’ મહારાજે ગઢડા પ્રથમના ૭૬મા વચનામૃતમાં આ કહ્યું છે. ક્રોધી તો વા હારે(સાથે)ય બાટકે. આપણો વેપાર સારો હાલતો હોય તે જોઈને ઈર્ષ્યાવાળો હોય તે બળે. ‘માની કેનું માને નહિ, હરિ હરાવવા બકે હોડ.’ જેને જેના રાજમાં રહેવું તે સાથે ખરાબ સ્વભાવ રખાય? તેમ આપણે ધામમાં જાવું હોય તો રૂડા સ્વભાવ રાખવા. માન મોટો શત્રુ છે, તેને આધારે બધા દોષ છે. મહારાજ આ સાડા ત્રણ લીટીમાં બધી વાત કરે છે.

“‘જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, તેને ગમે તેવા વચનમાં ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મુઝાય નહિ, એવો તે પાકો સત્સંગી છે...’

“પંચ વર્તમાનમાં ખોટ ન હોય તેને ઠોકર ન લાગે. ગમે તેવા ભીડામાં રાખે, તોય ‘સત્સંગ છોડી નથી જાવું,’ એવી દૃઢતા એને મનમાં હોય. સંત કહે, ‘છાનામાના અહીં બેસી રહો’ - એમ ધાર્યું છોડાવે, ત્યારે કાચો હોય તેને વસમું લાગે ને ધક્કો લાગે. ગમે તેટલા વચનના ભીડામાં કારસામાં લીએ. તેનું ગમતું મૂકી અમારા ગમતામાં રાખીએ તો વરસ, બે વરસ ન મુઝાય? ના, દેહપર્યંત ન મુઝાય. સંત રસોઈ લ્યે, ધર્માદા ડબલ લ્યે, સેવા લીએ, ત્યારે કાચો હોય તે તો, ‘સ્વામી! રાખો, રાખો, રાખો’ એમ કહી દે. પણ કોઈને બૈરાં-છોકરાંથી કંટાળો આવ્યો કે, ‘આ તો કાંહી ગ્યા (કંટાળી ગયા), મરે તો સારું, ટાઢા પાણીએ ખસ જાય.’ આવું થતું નથી, કારણ કે તેમાં ભાવ છે. તેથી તેનો અભાવ ન આવે.

“દાદાખાચરને ઘેર પાંચસો પરમહંસો રહેતા હતા. દાદાખાચરને કેટલો ભીડો પડતો હશે? આપણે ઘેર પાંચસો મહેમાન આવી પડે ત્યારે કેવી મુંઝવણ થાય?

“દાદાખાચર બધાને રસોઈ કરાવી જમાડતા. એક સંતે મહારાજને કહ્યું, ‘મહારાજ! લોટમાં કાંકરા આવે છે.’ મહારાજે હુકમ કાઢ્યા, ‘દાદાખાચરની ઘંટીમાં કાંકરા આવે છે, તો તમે બધા સંતો જાતે ઘંટીએ દળો.’ સંતો વિચારમાં પડ્યા: ‘આ તો નખોદ કાઢ્યું. કોણ મહારાજ પાસે જઈને બોલ્યું?’

“પછી તો મહારાજની આજ્ઞા હતી તેથી બધા સંતો જાતે ઘંટીએ દળતા જાય ને મહારાજને સંભારી કીર્તન ગાય: ‘ઘંટીને ઘમકારે દળવા આવજો.’

“મહારાજે આ સાંભળ્યું. ‘આ તો મનેય ભેગો લીધો!’ પછી મહારાજે સંતોને આજ્ઞા કરી, ‘હવે દળવું રહેવા દ્યો. કરતા હોય તેમ કરજો.’

“આવો ભીડો મહારાજ આપતા કોઈ રીતે મુઝાય નહીં. થોડો ઘણો કીધો? ગમે તેવો ભીડો આપે તોય મુઝાય નહિ.

“એવો જે થાય તેને માથે પછી હાથ મૂકવો ન પડે. ભીડો ખમવાના ગુણ હોય તેના ઉપર સહેજે હિંસોરો આવે. અને એવા ગુણ જેનામાં ન હોય તેના ઉપર હેત ન થાય. ‘જાવા દ્યો ને! પીળે પાને ખત છે,’ એમ થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૩૮૦]

On the 27th at 8:15am, Yogiji Mahārāj explained his favorite Vachanāmrut: Gadhadā I-76. He explained the importance of bhakti in the form of enduring burdens:

“‘There are four types of people I do not get along with, even if they happen to be devotees of God: an angry person, a jealous person, a deceitful person, and an egotistical person...’ Mahārāj said this in Vachanāmrut Gadhadā I-76. An angry person would fight even with the wind. If our business is doing great, a jealous person would burn with envy. An egotistical person would listen to no one. If one wants to live in a certain kingdom, can one keep swabhāvs that are against the rules of that kingdom? Similarly, if we want to go to Akshardhām, we have to imbibe good swabhāvs. Ego is a great enemy and is the basis of other swabhāvs. Mahārāj said this in three and a half lines.

“‘A true satsangi is a person who has absolutely no flaws in the observance of the five religious vows and who remains totally undisturbed until the end of his life regardless of whatever stern commands I may impose - even if I compel him to forsake his preferences and enforce My own...’

“One who is not deficient in observing the five religious vows will never stumble. No matter what burden is placed, his mind is firm that he would not leave Satsang and go elsewhere. The Sant says, ‘Sit here quietly,’ and makes one forsake what they want. If one is weak, he will find it difficult and fall back. No matter how much hardships we (God and the Sant) throw at him or burden we place on him and make him behave the way we want, he would not be frustrated for one or two years, right? No, till the end of his life. Sant asks for food, double one’s dharmādo; one who is incomplete will say, ‘Swami, that’s enough.’ However, has anyone become frustrated with their wife and children - ‘I’m frustrated with them. It would be better if they died...’ That does not happen because they have feelings for them and never feel an aversion to them.

“The 500 paramhansas stayed at Dādā Khāchar’s house. How much of a burden must Dādā Khāchar have experienced? If 500 guests came to our house, how frustrated would we become?

“Dādā Khāchar had all of them served with food. One sadhu said to Mahārāj, ‘There are small pieces of rocks in the flour.’ Mahārāj commanded everyone, ‘Small pieces of rocks are coming from Dādā Khāchar’s ghanti (mechanical mill to grind flour). Therefore, all of you sadhus grind the flour yourself.’ The sadhus thought: this is a problem. Who complained to Mahārāj about that?

“Then, the sadhus started grinding the flour because of Mahārāj’s command and sang with memory of Mahārāj: Ghantine ghamkāre dalavā āvajo. (Mahārāj, come grind the flour with us.)

“Mahārāj heard this and thought they included me in grinding the flour. Mahārāj retracted his command.

“Mahārāj placed burdens like these and no one become frustrated. Did he say a little? He said no matter how much!

“God does not have to put his hands on the head of one who does not become frustrated. God is easily pleased seeing one who endures burdens. God is not pleased with one who does not have that virtue...”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/380]

૧૯૭૨ની સ્પેશિયલ ટ્રેન યાત્રા દરમ્યાન, સંધ્યા આરતી કર્યા બાદ સ્વામીશ્રીએ ગઢડા પ્રથમ પ્રકરણના છોંતેરમા વચનામૃત પર કથા ઉપાડી: “મહારાજ કહે છે કે હરિભક્ત હોય પણ સ્વભાવ ન મૂકે તો તેની સાથે ન બને. શ્રદ્ધાપૂર્વક સાધુ-સંતોનો સમાગમ રાખી પોતાના સ્વભાવ બદલી નાંખવા. સારા ગુણ હોય તે જોઈને શીખી લેવા. ભક્તિને કપટરહિત કરી લેવી. ભગવાન તો બધું જાણે છે. માટે કપટ કરશો તોપણ એનાથી છાનું રહેશે નહીં. નિર્માનીપણે સેવા કરશે તેના ઉપર ભગવાન સહેજે હેત રાખશે. ‘જેના નિરમાની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન...’”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૭૭]

During the special train tour of holy places, Swamishri explained Vachanamrut Gadhada I-76 after the evening ārti: “Maharaj says that he does not get along with a devotee who does not let go of his vicious natures. One should associate with the Sadhu faithfully and eradicate their vicious nature. One should learn the good traits of others. One should offer devotion that is devoid of deceit. God knows everything, so if you try to deceive God, it will not remain unknown to him. God will easily have affection for those who serve humbly. ‘Jenā nirmāni Bhagwān, tenā janne kem joie mān...’ (how can one expect ego if the God they worship is free of ego?).”

[Brahmaswarup Pramukh Swami Maharaj: 2/177]

તા. ૧૯૭૭/૧૨/૧૫, દારેસલામ. રાત્રે લોહાણા મહાજનના હૉલમાં યોજાયેલી સ્વાગત-સભા બાદ સવારે વચનામૃત ગઢડા પ્રથમ ૭૬ના આધારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, “ભગવાન ને સંત મનના ઠરાવ મુકાવે. તેમાં સારું થવાનું હોય, લાભ થવાનો હોય. એમાંથી શું થવાનું હોય એ એને ખબર હોય. આપણે બીજામાં ફસાઈ જવાના હોઈએ. પરમહંસોએ એક જ ઠરાવ રાખ્યો કે: ‘મહારાજની મરજી પ્રમાણે ચાલવું.’ મહારાજે સંતોને નિચોવી દીધા, પણ દેહપર્યંત મૂંઝાયા નહીં. મનનું ધાર્યું મૂકવું એ મોટો ભીડો. આપણો ઠરાવ રાખવો જ નહીં. એમના ઠરાવે ઠરાવ...”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૬૬]

December 15, 1977, Dar-es-salam. Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada I-76 during the welcoming assembly: “God and the Sant break the resolves of one’s mind. There is benefit in that. Only they know what will happen. Perhaps we would have got stuck in something. The paramhansas had only one goal: Please Maharaj and walk according to his wishes. Maharaj squeezed everything out of them, yet they did not become frustrated even at the end of their life. The biggest burden we face is when God and the Sant make us abandon the determinations of our own mind. We should never make determinations. Become determined to do what they have determined for us...”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/466]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase