॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સારંગપુર-૫: અન્વય-વ્યતિરેકનું
નિરૂપણ
ગુણાતીતાનંદ સ્વામી કહે, “મોક્ષની વાત કરીએ છીએ જે, ‘એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો’ એ શ્લોકનો અર્થ કર્યો જે, એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થાતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.”
Gunātitānand Swāmi says, “Now, I will talk about moksha: ‘Ekopi Krushnasya krutah pranāmo.’ This shlok was explained: if moksha is attained by performing only one prostration, then we have offered tens of millions of prostrations, yet we do not feel convinced that moksha has been attained and we do not even experience peace. But, if after knowing and recognizing the manifest God, one offers a single prostration, then one attains the abode of God, and one is convinced that he has attained moksha and experiences peace.