॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada II-29: The Characteristics of One Who Is Attached to God

Prasang

1975. A bath in the cold water of the river Und (in Bhadra) had taken its toll on Pramukh Swami Maharaj’s health. By early evening, he’d already been stricken with a high fever. Later that night, when we arrived in the village of Bhesdad from Bhadra, Swamishri was told to rest and was given an injection to help subside the fever.

The sadhus requested, “There’s no need for you to attend the assembly tonight. We’ll go ourselves.”

Swamishri remarked, “It’s not proper if all the devotees come and the guru sleeps.”

“But, Bapa,” the sadhus urged, “there’s still the consecration ceremony of the women’s hari mandir tomorrow morning. That’s going to be tiring enough. So why don’t you take a little rest right now.” Swamishri remained silent.

It was time for the assembly to begin and Swamishri went there. His body was still burning with fever, and his face clearly looked off-color and rather frail.

To speed up the assembly, Narayan Bhagat (Viveksagar Swami) and Doctor Swami spoke briefly. Swamishri was told too, “Give only short blessings. We want you to get back and rest.”

But once Swamishri started, he kept going. For 70 long minutes Swamishri spoke to the devotees in the assembly as if he were as fit as a fiddle.

In Vachanamrut Gadhada II-29, Shriji Maharaj describes the qualities of someone who is totally engrossed in God. He explains, “Regardless of any diseases or ailments that may be a source of pain for him… when he hears talks of God he would be instantly relieved of all his miseries.”

I experienced this for myself in Swamishri that night.

- Pujya Atmaswarup Swami

[Divine Memories - Part 1]

સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજ ૧૯૭૫માં ભાદરાથી ભેંસદડ પધાર્યા હતા. સ્વામીશ્રીએ ઊંડ નદીમાં સ્નાન કર્યું હતું. પાણી પણ ઠંડું હતું. સ્વામીશ્રીની તબિયત પર તેની માઠી અસર થઈ ને સાંજે તો તાવ આવી ગયો. ભેંસદડ પહોંચ્યા ત્યારે શરીર ધગધગતું હતું. રાત્રે જ ઇન્જેક્શન આપ્યું. આરામ કરાવ્યો ને સંતોએ કહ્યું, “આજે રાત્રે સભામાં આવવાની જરૂર નથી. અમે સભા કરી આવશું.”

પરંતુ સ્વામીશ્રી કહે, “બધા હરિભક્તો આવ્યા હોય ને મહાત્મા સૂતા રહે, એવું ન હોય…”

“પણ, બાપા!” સંતોએ દલીલ કરી, “હજુ કાલે સવારે મહિલાઓના મંદિરમાં પ્રતિષ્ઠાનો ભીડો તો છે જ, માટે આરામ કરી લો...”

પણ સ્વામીશ્રી મૌન રહ્યા. સમય થયો, ને સભામાં પધારી ગયા. શરીરે કળતર હતું. મોં પર માંદગીનો અહેસાસ થતો હતો. સ્વામીશ્રીને ભીડો ન પડે તેથી નારાયણ ભગત (વિવેકસાગર સ્વામી) અને ડૉક્ટર સ્વામીએ પ્રવચનો ટૂંકાવ્યાં, ને સ્વામીશ્રીને કહ્યું, “આપ ટૂંકમાં બોલજો, જેથી આરામ માટે પહોંચી જવાય…”

પરંતુ સ્વામીશ્રીએ વાતો શરૂ કરી, તે એકધારી સિત્તેર (૭૦) મિનિટ સુધી બોલ્યા! જાણે નખમાંયે રોગ નથી! ટાઢ કે અશક્તિ નથી!

ગઢડા મધ્ય ૨૯માં મહારાજે કથાવાર્તામાં આસક્તિવાળાનાં લક્ષણ કહ્યાં છે કે ગમે તેવો રોગ આવી જાય તો પણ કથાવાર્તા કરે તો જાણે કોઈ રોગ છે જ નહીં.... આ અમૃત વચનોનાં પ્રત્યક્ષ દર્શન થયાં!

- પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧]

Bochasan. November 14, 1989. Swamishri Pramukh Swami Maharaj went for the darshan of Purushottam Swami’ shrine.

I said, “It is not necessary to come here for darshan while you are sick.”

Swamishri said, “Do not say no to darshan. (One who does darshan) will become well. No matter how sick one may be... have you read the Vachanamrut on the characteristics of one who is attached to God? Therefore, darshan should not be prohibited.”

[Jeva Me Nirakhya Re - Part 3]

તા. ૧૪-૧૧-૮૯, બોચાસણ. મંદિરે દર્શન કરીને સદ્. પુરુષોત્તમ સ્વામીની દેરીએ પધાર્યા.

મેં કહ્યું, “માંદગીમાં અહીં દર્શને આવવાની જરૂર નહીં.”

સ્વામીશ્રી કહે, “દર્શનમાં ના ન પાડવી. એમાં તો માંદા હોય તોય સાજા થઈ જાય. ગમે તેવા માંદા હોય પણ... આસક્તિનું વચનામૃત વાંચ્યું છે કે નહિ? (વ. ગ. મ. ૨૯) એટલે એમાં ના નહિ.”

- ભગવત્ચરણ સ્વામી

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩]

Five years earlier, Pramukh Swami Maharaj was on his way to Vanakbori’s groundbreaking ceremony for the mandir. He had his car stopped in Vanakbori and gave blessings to the people. From this simple act of Swamishri, the seeds of devotion were sowed and the result was the mandir.

When Swamishri returned for the murti-pratishtha, it was his first padharamani in the village.

After pratishtha ceremony, Swamishri resumed his tireless travels and rested in Dakor. After darshan of Ranchhodrai, Swamishri reached Nadiad via Piplag. Swamishri had traveled through five villages by the end of the day. Therefore, an accompanying sadhu remarked to Swamishri, “I am simply tired today. If we are tired at this age, then you must also be tired.”

“Which Vachanamrut is about being attached to God?” Swamishri asked, but then explained the Vachanamrut and said, “How can one speak of being tired if one wants to worship God?”

Swamishri was the embodiment of having total attachment to God and God related activities. He never experienced fatigue.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/150]

પાંચ વર્ષ પૂર્વે વણાકબોરીના મંદિરનો ખાતવિધિ કરવા જઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજે આ ગામના રહીશોને ગાડી ઊભી રખાવી બેઠાં બેઠાં જ આશીર્વાદ આપેલા; પરંતુ તે ક્રિયાથી સૌમાં રોપાયેલાં ભક્તિબીજ આજે મંદિરરૂપે મહોરી ઊઠેલાં! તેમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવા સ્વામીશ્રી પધાર્યા એ તેઓની આ ગામમાં પ્રથમ પધરામણી!

આમ, દૃષ્ટિમાત્રે સત્સંગ ખીલવી શકે એવા પ્રતાપી સ્વામીશ્રીએ કરેલો અથાક પરિશ્રમ આપણી પ્રેરણા માટે જ હશે કે શું?!

આવો શ્રમ ઉઠાવીને આજે અહીં પહોંચેલા તેઓએ વૈદિક વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ડાકોરમાં બપોરનો વિશ્રામ લીધો.

અત્રે સાંજે રણછોડરાયજીનાં દર્શન બાદ પીપલગ થઈને સ્વામીશ્રી રાત્રે નડિયાદ પહોંચ્યા ત્યારે આજના દિવસે પાંચ ગામોમાં વિચરણ થઈ ચૂકેલું. તેથી સાથે રહેલા એક સંત બોલ્યા, “આજે તો થાકી ગયો. અમને થાક લાગે છે તો આ ઉંમરે આપને કેટલો થાક લાગ્યો હશે?!”

“આસક્તિનું વચનામૃત કયું?” જવાબ આપવાને બદલે સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો. પછી એ વચનામૃતનું પોતે જ આખું વિવરણ કરી બોલ્યા, “ભલા માણસ! ભગવાન ભજવા હોય એને થાક કેવો?”

ભગવાનની લગની માનવીય શક્તિઓને કેટલી વિસ્તારી શકે છે તેનું દર્શન સ્વામીશ્રીના પ્રત્યેક દિવસે થતું રહેતું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૧૫૦]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase