॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૯: ત્યાગીનાં બે કુલક્ષણનું

પ્રસંગ

ધારી બળી ગયું

ખાંભાથી પ્રમુખસ્વામી અને સંતો ધારી પધાર્યા. આગલે દિવસે ધારી ગામના પુરુષોત્તમભાઈ, જીવણભાઈ તથા બીજા પ્રતિષ્ઠિત હરિભક્તોએ સ્વામીશ્રીને ધારી પાસે બાજુના પરામાં પધારવા ખૂબ જ આગ્રહ કર્યો હતો. “અમારો શું ગુનો?” તેમણે ઘણી વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ જરાપણ નમતું આપ્યું નહિ.

ખાંભાથી પાછા ફરતાં ચલાળા પાસેથી ધારીનો રસ્તો વળે છે, ત્યાં મુંબઈના શેઠિયાઓ જીવણભાઈ બાખડા તથા પુરુષોત્તમભાઈ આદિ ધારીના સર્વે હરિભક્તો તથા પ્રતિષ્ઠિત આગેવાનો, સર્વે સ્વામીશ્રીને ધારી લઈ જવા પ્રાર્થના કરવા માટે ઊભા હતા. સ્વામીશ્રીને ગમે તેમ કરીને ધારી લઈ જવા માટે સૌ કૃતનિશ્ચયી હતા; પરંતુ સ્વામીશ્રીએ મચક ન આપી.

સત્યપ્રિય સ્વામીએ આ વખતે શ્લેષ કરતાં કહ્યું, “બાપા! હવે તો અમારે એક ધારી (એકધારી) વૃત્તિ છે.”

પરંતુ સ્વામીશ્રીને ઉદાસ જોતાં કોઈનો આગ્રહ ચાલ્યો નહીં. પ્રમુખસ્વામી, મહંત સ્વામી આદિ સંતો ધારી દર્શને જઈ આવ્યા.

અમરેલીમાં ઠાકોરજી જમાડ્યા પછી સ્વામીશ્રીએ ગ. અં. ૧૯મું વચનામૃત વંચાવીને સૌને અવાક્ કરી દીધા અને “ત્યાગીએ પોતાના વતનના ગામની વાત સંભળાય પણ નહીં, ગામનું નામ પણ સંભળાય નહીં, એ બધું બળી ગયું!” એ પ્રમાણે અદ્‌ભુત નિરૂપણ કરી, સંતો માટે શ્રીજીમહારાજે ઉપદેશેલ આદર્શને પ્રત્યક્ષ કરી દીધો અને બધા સંતોને આ પ્રમાણે વર્તવા ખૂબ જ બળ આપ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૪૨૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase