॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૫: પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું

પ્રસંગ

સન ૧૯૫૫માં યોગીજી મહારાજે લિકિ (Lici) નદીનું જળ પીધું હતું. આ વિગત સાંભળી સ્વામીશ્રી બોલ્યા, “તો તો આપણે એ તીર્થ કરવું જોઈએ.”

તે વખતે એક યુવકે કહ્યું, “બાપા! આ દેશના જેવું લીલું હિંદુસ્તાનમાં થાય તેવું કરો.”

યુવકના આ પ્રસ્તાવને વધાવતાં સ્વામીશ્રી તરત જ “ચાલો, ધૂન કરીએ” એમ કહેતાં એક પછી એક સંકલ્પો કરવા લાગ્યા.

ધૂન બાદ ભાસ્કરભાઈએ આંબળાની સુકવણીનો મુખવાસ સ્વામીશ્રીને આપ્યો. પણ જિંદગીમાં મિષ્ટાન્નથી મુખવાસ સુધીનો એકેય ખાદ્યપદાર્થ તેઓએ વહેંચ્યા વિના આરોગ્યો નહોતો. તેથી પ્રથમ દરેકને વહેંચીને પછી પોતે જમ્યા.

ભગવાન સ્વામિનારાયણે જે સંતમાં ભગવાન અખંડ રહ્યા હોય તેનું એક લક્ષણ જણાવતાં કહ્યું છે કે: “... સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મને એમ ઘાટ કરે છે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય...” આ દર્શન સ્વામીશ્રીના જીવનમાં કાયમ થતું રહેલું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૬૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase