॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩: લીલાચરિત્ર સંભારી રાખવાનું

પ્રસંગ

પ્રસંગ ૧

ઈ. સ. ૧૯૭૦માં યોગીજી મહારાજ આફ્રિકાના પ્રવાસે હતા. ત્યાં કેન્યા ડેરીની દૂધ-યોજનાનું દૂધ કાગળના જાડા પેકેટમાં આવતું. તા. ૧૩મીએ કથા પ્રસંગમાં દૂધની વાત નીકળી. તરત સ્વામીશ્રીએ પૂછ્યું, “કાગળમાં દૂધ કેવી રીતે આવે? અમને બતાવો.”

ભાસ્કરભાઈ દૂધનું એક પેકેટ લઈ આવ્યા. તે જોઈ યોગીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, “દૂધ ગાળીને ભર્યું હશે? પેકેટમાંથી દૂધ કેવી રીતે નીકળે?” તેઓએ પુનઃ આતુરતાથી પૂછ્યું.

ભાસ્કરભાઈએ પેકેટનો ખૂણો કાપ્યો ને દૂધની ધાર થઈ.

“હા, ભઈ!” તેઓ બાળકની જેમ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “આ ન જોયું હોત તો આપણું શું થાત? આફ્રિકા બે વખત આવેલા પણ આ જોયેલું નહીં.”

પછી કહે, “કાઢો પ્રથમનું ત્રીજું. લીલાચરિત્ર સંભારી રાખવાનું વચનામૃત.” પછી વાત કરી, “પડીકાં લીધાં ને તોડ્યાં. આ બધી લીલા સંભારી રાખવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૩૬]

પ્રસંગ ૨

તા. ૧૦/૧૨/૧૯૬૦ના રોજ મુંબઈમાં સવારે ૮.૦૦ વાગ્યે આ વચનામૃત ગઢડા પ્રથમ ૩નું નિરૂપણ યોગીજી મહારાજ કરતા હતા. તે વખતે અર્જુન ભગત બ્યુગલ લઈને આવ્યા. તે જોઈ યોગીજી મહારાજ કહે, “બ્યુગલ વગાડો.” એમ કહી બે વખત તે વગાવડાવ્યું.

પછી યોગીજી મહારાજ બોલ્યા, “આ બ્યુગલ વગડાવ્યું, તે લીલાચરિત્ર સંભારવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૮૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase