॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પંચાળા-૪: મનુષ્યભાવમાં દિવ્યભાવનું
આખ્યાન
સૂર્ય કુંતાજી પાસે આવ્યા
રાજા કુન્તીભોજની પાસે દુર્વાસા આવ્યા. તેમણે રાજા પાસે ભિક્ષાની માંગણી કરી કહ્યું, “હું તારા ઘરમાં ભિક્ષાનું અન્ન ખાવા માંગું છું. તે માટે મારી આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ન થાય. મારો દરેક વખતે યોગ્ય સત્કાર થવો જોઈએ.” રાજાએ તૈયારી બતાવી અને પોતાની દીકરી પૃથાને બ્રાહ્મણની સેવામાં રાખી. પૃથાની સેવાથી બ્રાહ્મણ પ્રસન્ન થયા અને વર માંગવા કહ્યું ત્યારે પૃથાએ પિતાની અને બ્રાહ્મણની પ્રસન્નતા જ માંગી. ત્યારે બ્રાહ્મણે પ્રસન્ન થઈ અથર્વવેદના મંત્રો શીખવ્યા કે જેનાથી જે દેવને બોલાવે તે દેવની ઇચ્છા હોય કે ન હોય પણ તેની સેવામાં હાજર થાય. વરદાન આપી બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયો. પૃથાને એ મંત્રોની સત્યતા ચકાસવાની ઇચ્છા થઈ. આથી તેણે સૂર્યમંત્રનો જાપ કર્યો. તરત જ સૂર્ય પોતાના બે સ્વરૂપ કરી એક સ્વરૂપથી કુંતી પાસે આવ્યા. અને સમાગમ દ્વારા ગર્ભ સ્થાપન કર્યો જે કર્ણ બન્યો.
[મહાભારત, વનપર્વ : ૨૮૦]
Surya Came to Kuntāji in a Human Form
Durvasa Rishi came to King Kuntibhoj and said, “I have come to eat at your home. Therefore, ensure that nothing happens against my orders. I should be received with respect each time.” Kuntibhoj agreed and entrusted his daughter Pruthā in the rishi’s service. The rishi was pleased with Pruthā’s service and granted her a boon. Pruthā, however, only asked that her father and the rishi remain pleased with her. The rishi was pleased and taught her a mantra that could invoke any deity in her service, even against their will. Pruthā wanted to check if the mantra would indeed work. She invoked Suryadev, the sun deity. Surya came to her in a human form. Their consummation resulted in Kunti giving birth to Karna.
[Mahabharat, Vanparva: 280]
શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો
એક વાર શાસ્ત્રાર્થ દ્વારા પોતાનો દિગ્વિજય કરવા શંકરાચાર્ય મંડનમિશ્રના ઘરે પધાર્યા. શાસ્ત્રાર્થમાં હાર-જીત નક્કી કરવા મધ્યસ્થી તરીકે મંડનમિશ્રની વિદુષી પત્ની સરસ્વતીની નિમણૂક થઈ. પાંચ-છ દિવસ સુધી ચાલેલા શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યનો વિજય થયો. પોતાના પતિનો પરાજય સહન ન થતાં સરસ્વતીએ કહ્યું, “હું મારા પતિની અર્ધાંગિની છું. એટલે તમારે મારી સાથે પણ શાસ્ત્રાર્થ કરી મને હરાવવી પડશે.” શંકરાચાર્યે ૧૭ દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો. પછી સરસ્વતીએ વિચાર્યું કે શંકરાચાર્ય આઠ વર્ષથી સંન્યાસી થઈ ગયા છે. એટલે એમને કામશાસ્ત્ર સંબંધી કોઈ જ્ઞાન નહીં હોય. આથી એ વિષયના પ્રશ્ન પૂછીશ તો ઉત્તર નહીં આપી શકે એ વિચારે સરસ્વતીએ કામશાસ્ત્રના અનુભવ સંબંધી પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. શંકરાચાર્યે તેના પ્રશ્નોના જવાબો મેળવવા એક મહિનાની મુદત માંગી. આ સમયે શંકરાચાર્યે પોતાના શરીરને એક પર્વત પર શિષ્યો પાસે સાચવવા માટે રાખીને એક અમુરક નામના યુવાન રાજાના મૃતદેહમાં પ્રવેશ કરીને તેનો રાજકારભાર સંભાળી તેની રાણીઓ સાથે એક મહિના સુધી વિહાર કરીને કામશાસ્ત્ર વિષે બધી માહિતી મેળવી લીધી. આ સમયે તેની રાણીઓને અને રાજકારભારની જુદી રીતથી તેના મંત્રીઓને ખબર પડી ગઈ કે આ રાજાના દેહમાં કોઈક બીજા જીવનો પ્રવેશ થયો છે. આથી બધા મંત્રીઓએ પોતાના સૈનિકોને આજુબાજુમાં કોઈ પણ મૃતદેહ પડેલો દેખાય તો તેને બાળી નાંખવા જણાવ્યું. આ બાજુ શંકરાચાર્યના શરીરને પર્વત પર સાચવી રહેલા તેમના શિષ્યો મહિના ઉપર પાંચ દિવસ થઈ જતાં ચિંતામાં પડ્યા. આથી થોડાકને શંકરાચાર્યનો દેહ સાચવવા રાખી બીજા બધા શિષ્યો ગવૈયા બની રાજ્યમાં રાજા પાસે કીર્તનો ગાવા ગયા. આ કીર્તનોમાં તેમણે સાનમાં રાજાને પોતાના મૂળ સ્વરૂપનો ખ્યાલ કરાવી દીધો. આથી એ જ વખતે તે રાજા ત્યાં બેભાન થઈને ઢળી પડ્યો. અને પાછા શંકરાચાર્ય પોતાના દેહમાં પ્રવેશવા આવ્યા ત્યાં તો રાજાના સૈનિકો શંકરાચાર્યનો દેહ બાળી રહ્યા હતા. શંકરાચાર્યે તેના બળતા શરીરમાં પ્રવેશ કર્યો અને નૃસિંહ ભગવાનનું સ્મરણ કરી તેમની શક્તિ વડે શરીરને પૂર્વવત્ બનાવી દીધું. પાછા આવીને શંકરાચાર્યે સરસ્વતીને કામશાસ્ત્રમાં પૂછેલા પ્રશ્નોના બધા જ જવાબો આપી તેનો પરાજય કર્યો. આથી શરત મુજબ મંડનમિશ્ર ગૃહસ્થાશ્રમ અને કર્મકાંડ છોડીને શંકરાચાર્યના શિષ્ય બન્યા અને સંન્યાસ ગ્રહણ કરી ‘સુરેશ્વરાચાર્ય’ નામ ધારણ કર્યું.
[શંકરદિગ્વિજય: ૯, ૧૦]
Shankarāchārya entered the body of a king
Once, to establish his victory all over Bhārat, Shankarāchārya went to Mandanmishra’s house for a scriptural debate. They appointed the learned Saraswati, Mandanmishra’s wife as the moderator. The debate lasted five or six days and Shankarāchārya was declared the winner. Saraswati could not bear to see her husband defeated, so she said, “I count as my husband’s half. You will have to defeat me in a debate as well.” Shankarāchārya debated with her for 17 days. Saraswati thought that, since Shankarāchārya has been a sannyāsi for 8 years, he should not have knowledge of the scriptures of kām (lust). She asked questions related to lust. Shankarāchārya asked for one month to answer her questions. Shankarāchārya asked his pupils to protect his body on a mountain while he entered the physical body of a young king named Amurak. Shankarāchārya managed the affairs of his kingdom while in the king’s body and also kept company of his queens for one month. In this time, he learned all he needed regarding the scriptures of kām.
Meanwhile, the queens and ministers suspected someone else has entered the king’s body because of the difference in which he managed the kingdom. The ministers asked the soldiers to look for another dead body nearby and to burn it if found. Shankarāchārya’s pupils also became worried after his body lay there for 5 days over one month. A few pupils stayed behind to protect his body while the rest went to the king’s court dressed as wandering musicians. They sang kirtans to the king and secretly conveyed the message in song about the situation. The king realized the grave situation and fell unconscious. Shankarāchārya returned to his body, which was being burned by the king’s soldiers. Shankarāchārya meditated upon Nrusinha Bhagwān and restored his burnt body back to normal. Then, he returned to Saraswati to answer her questions and defeated her. Mandanmishra, as per the conditions of the debate, renounced gruhasthāshram and became a pupil of Shankarāchārya with the name of Sureshwarāchārya.
[Shankar-Digvijaya: 9, 10]