॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૦: નિશ્ચયરૂપી ગર્ભના જતનનું

આખ્યાન

અગ્નિને અજીર્ણ થયું હતું

પ્રાચીનકાળમાં શ્વેતકી નામે રાજા હતો. તે રોજ યજ્ઞ અને દાનની ક્રિયામાં જ રત રહેતો. એક વાર તેણે સો વર્ષ સુધી ચાલનારા યજ્ઞનો સંકલ્પ કર્યો. પણ રાજાની અતિશય વિનંતી છતાં કોઈ બ્રાહ્મણ ઋષિઓ તેના માટે તૈયાર ન થયા. બ્રાહ્મણોએ કટાક્ષમાં કહ્યું, “રુદ્ર પાસે જા, એ જ તારો યજ્ઞ કરાવશે.” આથી રાજાએ ક્રોધિત થઈને કૈલાસ પર તપ કરી રુદ્રને પ્રસન્ન કર્યા. તેણે યજ્ઞ કરાવવા માટેનું વરદાન માંગ્યું ત્યારે રુદ્રે (શિવજીએ) શરત મૂકી કે જો રાજા ૧૨ વર્ષ સુધી અખંડ ઘીની આહુતિ દ્વારા અગ્નિદેવને તૃપ્ત કરે તો તેનો યજ્ઞનો સંકલ્પ પૂરો થાય. રાજાએ ૧૨ વર્ષ સુધી અખંડિત ઘીની ધારાથી આહુતિ આપી અગ્નિદેવને તૃપ્ત કરી દીધા. ત્યારબાદ રુદ્રની આજ્ઞાથી દુર્વાસામુનિએ શ્વેતકીનો યજ્ઞ પૂર્ણ કર્યો, પરંતુ ૧૨ વર્ષ સતત ઘીની આહુતિ ગ્રહણ કરવાથી અગ્નિદેવને અજીર્ણ થયો. આથી તેના નિવારણ માટે બ્રહ્મા પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ ઉપાયરૂપે ખાંડવવન દહન કરવા કહ્યું, પરંતુ જેટલી વાર અગ્નિ પ્રગટે તેટલી વાર ત્યાંના રહેવાસીઓએ તેને બુઝાવી દીધો. આથી અગ્નિ ફરીથી ઉપાય માટે બ્રહ્મા પાસે ગયો. ત્યારે બ્રહ્માએ કહ્યું, “કૃષ્ણ અને અર્જુન તને ભવિષ્યમાં મદદ કરશે. તેનાથી તારો રોગ દૂર થશે.” એટલે જ્યારે કૃષ્ણ અને અર્જુન ખાંડવવનની નજીકમાં હતા ત્યારે અગ્નિ બ્રાહ્મણનું રૂપ લઈ પાસે આવ્યો, અને ખાંડવવનના દહનની ભિક્ષા માંગી ત્યારે અર્જુને અને શ્રીકૃષ્ણે તે પ્રમાણેની ભિક્ષા આપી અને ખાંડવવનનું દહન કર્યું.

આ આખ્યાનમાં એવી પણ વાત છે કે ખાંડન વનમાં નાગરાજા તક્ષક અને બીજા નાગોનો વાસ હતો. તક્ષક અને ઇન્દ્ર વચ્ચે મીત્રતા હતી, માટે તક્ષકની રક્ષા કરવા ઇન્દ્ર વરસાદ વરસાવીને અગ્નિ બુઝાવી દેતો. તેને કારણે અગ્નિદેવે કૃષ્ણ અને અર્જુન પાસે સહાય માગી. કૃષ્ણ અને અર્જુને ઇન્દ્ર પરાજીત કરી વરસાદ રોક્યો અને વન બળવા દીધું. તક્ષક અને તેના નાગ પ્રજા પણ કુરુક્ષેત્રમાં સુરક્ષિત હતા, તે જાણી ઇન્દ્ર દેવ કૃષ્ણ અને અર્જુન પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. અર્જુને દિવ્ય શક્તિ માગી અને કૃષ્ણે અર્જુન સાથે મીત્રતા સદાય માટે રહે તે માગ્યું.

[મહાભારત, આદિપર્વ]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase