॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૩૦: સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

આખ્યાન

સુવર્ણને વિષે કળિનો નિવાસ કહ્યો છે...

એક વાર મહારાજા પરીક્ષિત વનમાં વિહરતા હતા. ત્યાં તેમણે એક હૃદયદ્રાવક દૃશ્ય જોયું. રાજાનો વેશધારી એક ક્રૂર કાળો પુરુષ એક બળદને મરણતોલ મારી રહ્યો હતો. બળદને એક જ પગ હતો. અને તે પણ તોડી નાખવા આ પુરુષ મથતો હતો. ગોબ્રાહ્મણ-પ્રતિપાળ રાજાની આંખ લાલ થઈ. તલવાર ખેંચી સત્તાવાહી સ્વરે કહ્યું, “મારા રાજ્યમાં બળદને રંજાડનાર તું કોણ?” ત્યાં તો બળદને જ વાચા થઈ. બળદની સૌમ્ય અને આત્મજ્ઞાનયુક્ત ધર્મમયી વાણી સાંભળી પરીક્ષિતને ખાતરી થઈ કે આ બળદરૂપધારી ધર્મદેવ છે. અને આ કાળો પુરુષ એ મૂર્તિમાન કળિયુગ છે. સત્યુગમાં ધર્મના ચાર પગ: (૧) તપ, (૨) પવિત્રતા, (૩) દયા અને (૪) સત્ય, સાબૂત (અખંડ) હતા. સત્યુગ ગયો તે સાથે તપનો પગ ગયો. ત્રેતામાં પવિત્રતા ગઈ. દ્વાપરમાં દયા ગઈ. હવે આ સત્યનો એક પગ રહ્યો છે. તે પણ આ કાળો પુરુષ કળિયુગ તોડી નાખવા મથતો હતો.

મહારાજાએ કળિયુગને મારવા તલવાર ઉગામી. ચતુર કળિયુગને થયું કે હવે મોત આવ્યું. એટલે મહારાજા પરીક્ષિતના પગમાં પડી ગયો ને બોલ્યો, “હું તમારો શરણાગત છું.” શરણાગતને રાજાઓ મારતા નહિ, એટલે પરીક્ષિતે તલવાર મ્યાન કરી દીધી અને કહ્યું, “તું મારા રાજ્યમાંથી ચાલ્યો જા.” કળિયુગે દયામણે મોઢે કહ્યું, “મહારાજ! સપ્તદ્વીપ વસુંધરા ઉપર આજે આપનું એકચક્રી શાસન છે. મારે જવું ક્યાં? માટે મને તમારા રાજ્યમાં થોડી જગ્યા આપો ત્યાં હું પડી રહીશ. તે સિવાય હું બીજે ક્યાંય નહીં જાઉં.” પરીક્ષિતે વિચાર કરીને કળિયુગને કહ્યું, “હું તને ચાર જગ્યાઓ બતાવું છું. ત્યાં જ તારે રહેવાનું.” કળિયુગે કહ્યું, “ભલે ભલે, મહારાજ! ચાર સ્થાન બતાવો.” પરીક્ષિતે કહ્યું:

અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ ।
દ્યૂતં પાન સ્ત્રિયઃ સૂના યત્રાધર્મશ્ચતુર્વિધઃ ॥
પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત્પ્રભુઃ ।
તતોઽનૃતં મદં કામં રજો વૈરં ચ પઞ્ચમમ્ ॥

અર્થ: પરીક્ષિત પાસે કળિએ સ્થાન માગ્યાં ત્યારે જુગાર, સુરાપાન, સ્ત્રીનો સંગ, હિંસા - આ ચાર અધર્મનાં સ્થાન બતાવ્યાં. ફરી માગ્યું ત્યારે અનીતિના ધામરૂપી સ્થાન આપ્યું - સુવર્ણ.

આ પાંચમું સ્થાન કળિયુગને એવું મળ્યું કે એના દ્વારા બીજાં પાંચ સ્થાનો આપોઆપ મળ્યાં. (૧) અનૃતમ્ - અનીતિનું ધન હોય ત્યાં અસત્ય આવે જ; (૨) મદમ્ - અહંકાર; (૩) કામમ્ - વ્યભિચાર; (૪) રજઃ - રજોગુણથી ઉત્પન્ન ક્રોધ; (૫) વૈરમ્ - વૈર. આ પાંચ સ્થાનો કળિને આપોઆપ મળ્યાં. તે સ્થાનમાં કળિ રહેવા લાગ્યો.

[શ્રીમદ્ભાગવત: ૧/૧૭/૩૮-૩૯]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase