॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ-૧૩: બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય?
આખ્યાન
ગોકુળવાસીને શ્રીકૃષ્ણ ભગવાને સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું
નંદબાવાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો. દ્વાદશીના પરોઢમાં સ્નાન કરવા યમુનામાં પ્રવેશ્યા ત્યારે વરુણનો એક સેવક તેમને પક્કી વરુણ પાસે લઈ ગયો. નંદબાવા ખોવાતાં બધા કૃષ્ણ પાસે આવ્યા. તેમને નંદબાવાને લઈ આવવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણ વરુણ પાસે પહોંચ્યા અને નંદબાવાને ત્યાંથી છોડાવી વ્રજમાં પાછા લઈ આવ્યા. નંદબાવાએ જ્ઞાતિજનોને કૃષ્ણના મહિમાની વાત કરી કે વરુણદેવે પણ તેમને પગે લાગી તેમની સ્તુતિ કરી. આથી બધા ગોપજનોને આશ્ચર્ય થયું અને મનમાં સંકલ્પ થયો કે શું ક્યારેય જગદીશ્વર ભગવાન અમને પોતાનું માયાતીત સ્વધામ બતાવશે? શ્રીકૃષ્ણ અંતર્યામીપણે સંકલ્પ જાણી તેમને પ્રથમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાર પછી જે જળાશયમાં અક્રૂરજીને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું ત્યાં લઈ ગયા. તેમાં તે બધાએ ડૂબકી મારી ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢીને પોતાના પરમધામનાં દર્શન કરાવ્યાં.
[ભાગવત: ૧૦/૨૮]
Krishna Bhagwan Showed His Adobe to the Residents of Gokul
Nandbawa observed the fast on Kartik sud Ekadashi. On the next day, he went to bathe in the Yamuna River at dawn. One attendant of Varundev grabbed Nandbawa and took him to Varundev. Everyone came to Krishna and told him to bring Nandbawa back. Krishna reached Nandbawa and brought him back. Nandbawa explained the greatness of Krishna and mentioned that even Varundev bowed to his feet and extolled his greatness. The residents of Gokul were surprised and thought whether God would show them his abode. Krishna realized their wish and took them to the place where he showed Akrur his form as Sheshshayi Narayan. They all plunged into the river and Krishna transported them to his abode.
[Bhagwat: 10/28]