॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અમદાવાદ-૧: ચમત્કારી ધ્યાનનું

આખ્યાન

માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું...

એક વાર માર્કંડેય મુનિએ તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરી લીધા. ભગવાને વરદાન માંગવા કહ્યું તો માર્કંડેય મુનિએ કહ્યું, “હું આપની એ માયા જોવા ઇચ્છું છું કે જેમાં બધા મોહિત થઈ બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ જુએ છે.” ભગવાને “તથાસ્તુ” કહ્યું. થોડા સમય પછી એક દિવસ સંધ્યાકાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની લીલારૂપ સમગ્ર સમુદ્ર, પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષ આદિકનો જળમાં પ્રલય થયેલો જોયો. એકમાત્ર માર્કંડેય મુનિ જ બચી ગયા હતા. જેમાં તેમનાં કરોડો વર્ષો વીતી ગયાં. એક વાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ પર વડના વૃક્ષનાં પાંદડાં પર ભગવાના બાલમુકુંદને જોયા. નાનકડા બાળસ્વરૂપ ભગવાન પોતાના બે હાથથી એક પગના અંગૂઠાને ચૂસી રહ્યા હતા. નજીક જતાં જ તે બાળકના શ્વાસ વાટે માર્કંડેય મુનિ નાકમાં પહોંચી ગયા. તે બાળકના પેટમાં મુનિએ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ વગેરે સહિત સમગ્ર બ્રહ્માંડ દીઠું. બહાર પાછા આવી ગયા. થોડી વારમાં એ બાળક રૂપ ભગવાન અદૃશ્ય થતાં જ પ્રલય શાંત થઈ ગયો ને માર્કંડેય મુનિએ જોયું કે હું તો પહેલાંની જેમ જ પોતાના આશ્રમમાં બેઠો છું.”

[ભાગવત: ૧૨/૯]

Mārkandeya Rishi saw the entire brahmānd...

Once, Mārkandeya Rishi pleased God with his austerities and God granted him a boon. Mārkandeya Rishi asked, “I wish to see your māyā that infatuates everyone.” God granted the boon. Some time later, the rishi was meditating during the evening on the banks of Pushpabhadrā River. Here, he saw the destruction of prithvi (earth), swarga (heavens of the deities), and everything in between in water. Only Mārkandeya Rishi survived and a million years passed. Once, he saw Bālmukund Bhagwān on a leaf of a banyan tree on a high ground of the earth. God was sucking his toe with his two hands. When Mārkandeya Rishi approached God, he was inhaled through God’s nose by his breath. He then entered the abdomen and saw the entire brahmānd consisting of swarga, mrutyu, and pātāl. He then exited the abdomen. A little while later, God in the form of the infant disappeared and the destruction of the brahmānd became calm. Then, Mārkandeya Rishi realized he was still sitting in his āshram as before.

[Bhagwan: 12/9]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase