॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૩: દયા અને સ્નેહનું
આખ્યાન
ભરતજીએ મૃગલા ઉપર દયા કરી
ૠષભદેવ ભગવાનના પુત્ર ભરતજી આખી પૃથ્વીનું રાજ મૂકી વનમાં ભગવાન ભજવા ગયા અને મૃગલીના બચ્ચામાં આસક્તિ થવાથી એનું બંધન થયું. તપ, યોગ, ધ્યાન, ભક્તિ બાજુ પર રહ્યાં. અંતકાળે મૃગમય થવાથી મૃગનો અવતાર તેમને આવ્યો. પૂર્વ જન્મનું જ્ઞાન હોઈ દેહ પાડી દીધો અને બ્રાહ્મણને ઘેર અવતર્યા, ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં અને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડવૃત્તિ રહે તે રીતે જ રહ્યા.
[ભાગવત: ૫/૭-૯]
Bharatji felt compassion for a deer
Bharatji, the son of Rushabhdev Bhagwan, renounced the rule of the entire earth to worship God in the forest. However, he developed affection toward a baby deer, which was born to its mother trying to escape a predator that was after her. His affection became so strong that his meditation and devotion were set aside. At the time of his death, he still could not forsake his affection for the deer, so that he was born as a deer in his next life. However, he retained the memory of his previous life, so he committed suicide and was reborn as Jad Bharat in a brahmin family. To ensure he would never have affection to anything or anyone other than God, he acted as if he was insane and did not get involved in his family affairs. He kept his mind on God without becoming attached to anything.
[Bhagwat: 5/7-9]
અશ્વત્થામાને શ્રીકૃષ્ણ અને પાંડવોને વિષે દયા ને સ્નેહ થયાં નહીં
ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા મહાભારત યુદ્ધમાં કૌરવપક્ષે લડતો હતો. દુર્યોધનના કુસંગે કરીને તેનું મન પાંડવોના નાશ માટે સદાય તત્પર રહેતું હતું. યુદ્ધના અંતસમયે દુર્યોધને અશ્વત્થામાને સેનાપતિપદ પર બેસાડ્યો એ વખતે શિવજી પાસેથી ખડ્ગ પ્રાપ્ત કરીને અશ્વત્થામાએ રાત્રે શ્રીકૃષ્ણ, પાંડવ અને સાત્યકિની ગેરહાજરીમાં તંબુમાં સૂતેલા પાંડવોના પાંચ પુત્રોને મારી નાખ્યા. દુર્યોધનના કુસંગને કારણે ભગવાન કૃષ્ણ અને પાંડવો સાથે દયા અને સ્નેહ વગરના અશ્વત્થામાએ મહાભારતના અંતે આવો હાહાકાર મચાવી દીધો હતો.
[મહાભારત, સૌપ્તિકપર્વ: ૭૬]
Ashwatthāmā did not develop compassion or affection for Shri Krishna Bhagwān or the Pāndavs
Ashwatthāmā was the son of guru Dronāchārya. He fought on Kauravas’ side and against the Pāndavs. Because of the evil company of Duryodhan, he was ever-ready to destroy the Pāndavas. At the end of the Mahābhārat War, Duryodhan made Ashwatthāmā the commander of his army. He had acquired a sword from Shivji. In the absence of Shri Krishna, Pāndavs, and Sātyaki, he used the sword to kill the five sons of the Pāndavs while they slept. Because of the bad company of Duryodhan, he never developed compassion or affection toward Krishna or the Pāndavs; therefore, he resorted to such a terrible act.
[Mahābhārat, Sauptik-Parva: 76]