॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૬: શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું

આખ્યાન

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા

દ્વારકાપુરીના એક બ્રાહ્મણને ત્યાં પુત્ર જન્મ્યો. જન્મતાંની સાથે જ મરી ગયો. આથી તે બ્રાહ્મણ દુઃખી થઈને તે મૃત બાળકના શરીરને શ્રીકૃષ્ણના મહેલા આગળ મૂકી ગયો. ત્યારબાદ ક્રમશઃ બીજાં આઠ બાળક જન્મ્યાં અને બધાં મૃત્યુ પામ્યાં. જ્યારે નવમાં બાળકને બ્રાહ્મણ મહેલ આગળ મૂકવા ગયો ત્યારે અર્જુન અને શ્રીકૃષ્ણ ત્યાં બેઠા હતા. બ્રાહ્મણની વાત સાંભળી અર્જુને તેમનાં સંતાનોના રક્ષણનું વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે જો રક્ષણ ન કરી શકે તો અગ્નિમાં પડીને આત્મહત્યા કરશે. ત્યારે બ્રાહ્મણને તેમની વાત પર વિશ્વાસ ન આવ્યો. અર્જુને તે વખતે પોતાને શ્રીકૃષ્ણ અને બલરામથી અધિક બતાવ્યા. બ્રાહ્મણને ઘેર દસમા બાળકના જન્મ વખતે અર્જુન રક્ષા કરવા ગયા પણ જન્મેલું બાળક શરીર સાથે આકાશમાં જતું રહ્યું. અર્જુને યોગબળથી યમપુરી, ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે સ્થાનોમાં તપાસ કરી પણ બાળકો ન મળ્યાં. એટલે અગ્નિપ્રવેશ માટે તૈયાર થયા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને બાળકો પાછા લાવી આપવાની વાત કરી. શ્રીકૃષ્ણ અર્જુન સાથે પોતાના રથમાં બેસી પ્રસ્થાન કર્યું. તેમણે સાત દ્વીપ, સાત સમુદ્ર, લોકાલોક પર્વતને ઓળંગીને અંધકારમાં પ્રવેશ કર્યો ત્યારે ઘોડા મૂંઝાયા. ત્યારે શ્રીકૃષ્ણે સુદર્શન દ્વારા અજવાળું કરી માર્ગ બતાવ્યો. ત્યારબાદ ભૂમા પુરુષના લોકમાં પહોંચ્યા. તેમની પાસેથી બ્રાહ્મણનાં ૧૦ બાળકો લઈ તે જ રસ્તે પાછા પૃથ્વી ઉપર આવ્યા.

[ભાગવત: ૧૦/૯૮]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase