॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૧૬: વિવેકનું
નિરૂપણ
ડિસેમ્બર ૧૯૬૩. ગ. પ્ર. ૧૬મા વચનામૃતમાં વાત આવી કે: “સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય...” એ શબ્દો આવ્યા. એટલે સ્વામીશ્રી બોલ્યા, “કાંઈક અવગુણ લખ્યું છે... પછી ઝાઝો લેવો કે? કાંઈક એટલે જેવો-તેવો. સૂવાનો, ઝોકાં ખાવાનો, ખાવા-પીવાનો અવગુણ હોય તે ન લેવો, તો વધારે લેવાય જ કેમ?”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૨]
December, 1963. The following words from Vachanāmrut Gadhadā I-16 were read: “...any apparent flaws he perceives in the Sant or a satsangi...” Yogiji Mahārāj said, “What is written is ‘any apparent flaw’ (i.e. some minor flaw)... So does that mean we should perceive major flaws? ‘Any apparent’ means minor: of sleeping, dozing off, eating and drinking - those flaws should not be perceived; so then how can one perceive greater flaws?”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/562]