॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૫૦: કુશાગ્રબુદ્ધિવાળાનું
નિરૂપણ
મૂરખના જામ!
તા. ૧-૭-’૭૦, આજે બપોરે અક્ષર હિલમાં ઠાકોરજી જમાડ્યા પછી કથા પ્રસંગમાં ગ. પ્ર. ૫૦મું વચનામૃત વંચાતું હતું. તે ઉપર સ્વામીશ્રીએ કેટલાક મુદ્દાઓ સમજાવતાં કહ્યું:
“ભગવાન ને સત્પુરુષમાં મનુષ્યભાવ ન આવી જાય એ કલ્યાણનું જતન. મનુષ્યભાવ આવી જાય, મન નોખું પડી જાય, તો જતન ગયું.
“જેને ભગવાન ને સંતમાં મનુષ્યભાવ ન આવે તે કુશાગ્ર બુદ્ધિવાળો. અને જે આવું જતન ન કરે ને ચોજાળી બુદ્ધિ હોય તોપણ તે મુશલાગ્ર બુદ્ધિવાળો - સાંબેલાના અગ્રભાગના જેવી જાડી બુદ્ધિવાળો જાણવો. પૈસા સત્સંગમાં વપરાય એ કુશાગ્ર બુદ્ધિવાળો.
“ગાડીમાં બેસવા જઈએ ત્યારે પોટલું-થેલી તૈયાર જ રાખીએ છીએ; તેમ ભગવાન ને સંતમાં દિવ્યભાવ રહે તે સાવધાની.
“જે ભગવાન ભજતા નથી, તે આખી દુનિયા મૂરખની જામ છે.” સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા.
“પણ, બાપા! આ ‘મૂરખની જામ’ દુનિયા વગર ચાલતું નથી.” કોઈએ કહ્યું.
સ્વામીશ્રીએ શીઘ્ર ઉત્તર વાળ્યો, “એના જેવા હોય તેને ન ચાલે, એથી પર હોય તેને ચાલે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૩૩૭]
July 1, 1970. Today, at Akshar Hill (UK), after Thākorji’s thāl, Vachanāmrut Gadhadā I-50 was being read. Swāmishri explained many points, “Safeguarding liberation means not perceiving human traits in God and the Satpurush. If one perceives human traits and the mind becomes aloof, then awareness is gone.
“One who does not perceive human traits in God and the Sant has a sharp intellect. One who does not safeguard their liberation in this way, even if he is clever in worldly affairs, he has a blunt intellect - like the thick part of a pestle. If one can spend money for Satsang, he has a sharp intellect.
“When we are ready to sit in the car, we have our belongings ready. Similarly, perceiving divinity in God and the Sant is always on guard.
“Those who do not worship God are all kings of fools.” Swāmishri said all of a suddenly.
“But, Bāpā. We cannot live without these ‘fools’ in this world,” someone said.
Swāmishri quickly answered, “Those who are like them cannot live without them. Those who are above them can live without them.”
[Brahmaswarup Yogiji Mahārāj: 6/337]