॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૩: નિશ્ચય ટળ્યા-ન ટળ્યાનું

નિરૂપણ

૧૯૭૪. લંડન. તા. ૧૭/૯ના રોજ સામશ્રાવણીની તિથિ હોવાથી સ્વામીશ્રીએ યજ્ઞોપવીત પરિવર્તન બાદ જીવનું પરિવર્તન કરવા આદરેલી કથામાં સારંગપુર પ્રકરણનું તેરમું વચનામૃત ખોલ્યું. તેના ઉદ્‍બોધનની તિથિ ભાદરવા સુદ બીજ હતી અને આજે પણ એ જ તિથિ. આ યોગાનુયોગથી સૌ હરખાઈ ઊઠ્યા. એ હરખને ઊંચો ચઢાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“જીવનો સત્સંગ થયો હોય તે પાછો ન પડે. ભગવાન ને સંત મનુષ્ય-ચરિત્ર કરે. આજે વૅધર (આબોહવા) સારી છે. પણ જોઈએ ત્યારે ન હોય. સલવામણ કરે. અત્યારે બધા વળગ્યા છે કે ‘ગુજરાતમાં સુકાળ કરો.’ પણ એ તો મહારાજની ઇચ્છા હોય તો થાય. પરચાથી કરાવેલો સત્સંગ રહે નહીં. હમણાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થઈ. તે કાચ તૂટે એટલે જ બેઠા એવું નહીં.

“આપણને થાય કે: ‘કામ ન થાય ત્યારે ભક્તો દુઃખી થાય છે તેનું શું?’ તો દેહનું દુઃખ છે. આત્માનું નથી. દેહ પડી જશે તો આત્મા અક્ષરધામમાં જશે. તેથી બીજું શું થવાનું છે? પ્રાર્થના કરવાની. પણ ‘કેમ પ્રાર્થના ન સાંભળી?’ તે આગ્રહ નહીં. કલ્યાણમાં કોઈ ફેરફાર નથી. ચમત્કાર બતાવે કે ન બતાવે. માટે શાસ્ત્રો અને સત્પુરુષ બેયની જરૂર છે. શાસ્ત્રના શબ્દો સમજવા, ભગવાનના નિશ્ચય માટે સંતની જરૂર. એવા સંત યોગીજી મહારાજ હતા. તેઓ પાસે વર્ષો રહીએ તો પણ કંટાળો ન આવે. ભગવાન રાખ્યા છે તો આકર્ષણ છે. દર્શનથી પણ સમાસ થાય. જેવો નિશ્ચય કર્યો તેટલું કલ્યાણ થાય છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૪૮૯]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase