॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૧૧: સીતાજીના જેવી સમજણનું
નિરૂપણ
તા. ૧૯૭૮/૧૧/૧, નકુરુ (લેક બોગારીઆ). વચનામૃત લોય ૧૩નું નિરૂપણ કરી પ્રમુખસ્વામી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણનું ૧૧મું વચનામૃત વંચાવ્યું. પછી તેના આધારે અમૃતધારા વહાવી કે:
“ભગવાન ને સંત બધું જાણે છે. એ કંઈ ગગા નથી. બધું સમજે. પણ એ કહે એટલે મમત મૂકી દેવું. સીતાજીને શું હતું? ‘ભલે ધોબીના કહેવાથી કહે છે પણ કહેનાર રામચંદ્ર ભગવાન છે. મારે એને રાજી કરવા છે.’ આ સમજણ. આ તો કહે, ‘ફલાણાએ કહ્યું એટલે મારે નથી કરવું.’ આશ્રમમાં જઈને પણ સીતાજીએ શું કહ્યું? ‘ભગવાન મારે દુઃખે દુઃખી ન થાય. હું એમનું જ ભજન કરીશ.’ આ તો થાય કે ‘આપણું સાંભળતા નથી. સ્વામી પણ બીજાની હારે લોલેલોલ કરે છે.’ પોતે તો પાછો પડે ને બીજાને પણ પાડે.
“આપણે જાણી રાખવું. કોઈની ઊંધી મતિ થાય તો આપણે ઊભા થઈ જવું. એની મહોબ્બત નહીં. તો આપણી ભક્તિ-સમજણ છે. એવાનો (મોળી વાતો કરનારાનો) જરા હા લઈએ તો મોળા શબ્દો પેસી જાય ને થઈ જાય કે ‘મને પણ એમ થયું’તું.’ માટે ઊતરતાની વાત સાંભળવી નહીં. મૂંઝાયેલો મૂંઝવે. ડૂબતો ડુબાડે. ભગવાન ને સંતને આધારે સત્સંગ ચાલે છે. તે જે કરતા હશે તે સારું કરતા હશે! એમની ઇચ્છા હોય તો સત્સંગ થાય, નહીં તો મટી જાય. આપણે માથાકૂટ કરવી નહીં. આ તો આપણું ધાર્યું કરાવવું છે. સમજણમાં મોળો પાડે એવો હોય તો ગમે એવો ચમરબંધ હોય તેનો સંગ ન કરવો. અંતર ઝાંખું થઈ જાય. અંધારું ધબ થઈ જાય. સીતાજીની સમજણ દૃઢ કરી હોય તો અભાવ-અવગુણ, ખટપટનાં ચૂંથણાં ચૂંથવાનું ન રહે...”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૮૭]
January 11, 1978, Nakuru (Lake Bogoria). Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada III-11:
“God and the Sant know everything. They are not dimwitted. They understand everything. So, when they ask of us to let go of our way, we should let it go. What understanding did Sitāji have? ‘So what if he abandoned me because he listened to the launderer. The one who is telling me directly is Rām Bhagwān himself. I want to please him.’ However, a person without this understanding says, ‘Someone rattled on me so I will not do it.’ What did Sitāji say after she went to the āshram (of Vālmiki Rishi)? ‘God should not be pained by my suffering. I will worship only him.’ But a person without this understanding feels, ‘He does not listen to me. Swami just does what others tell him to do.’ This person regresses but he also brings others down with him.
“We should know some things in advance. If someone gains an opposing understanding, we should leave their company. That is our devotion and understanding. If we agree with such people (who oppose the Sant), then those words will become lodged in our mind, and we might even say, ‘I experienced the same thing.’ We should not listen to the ignorant. One who is frustrated will make us frustrated. One who is drowning will drown us. Satsang continues on because of God and the Sant. Whatever they do is for the good. If it is his wish, Satsang will grow; otherwise it will not. We should not meddle with that...”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/487]