॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું

નિરૂપણ

નિત્ય નિત્ય સભા ભરે સ્વામી

તા. ૩/૬/૧૯૮૧ના રોજ પ્રાતઃકથામાં બિરાજ્યા ત્યારે ‘દયાળુ પ્રભુ અક્ષરપુરુષોત્તમ...’ કીર્તન ગવાતું હતું. તે સાંભળી તેનો જ મર્મ સમજાવતાં સ્વામીશ્રી બોલ્યા:

“આ કીર્તનમાં કડી આવી કે, ‘ઉપાસનામાં ગડબડ ગોટા...’ ઉપાસના એટલે ભગવાનને સદા સાકાર, સર્વોપરી, કર્તા અને પ્રગટ માનવા. સાકાર માટે ભગવાને શ્રુતિ ટાંકી છે કે ‘स ऐक्षत।’ ભગવાન જુએ તો આંખ આદિ બધા અવયવો છે. ઘડો સાકાર છે તો બનાવનાર પણ સાકાર હોવો જોઈએ. પરમહંસો ગાડરિયા પ્રવાહ જેવા નહોતા, પણ બધા મનની વાત મૂકી શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્ત્યા. મહારાજ કહે તેમ જ કરવાનું. બીજો વિચાર જ નહીં. મહારાજનું આ સર્વોપરીપણું. (વચનામૃત) પ્ર. ૭૬માં શ્રીજીમહારાજ કહે છે: ‘પંચ વર્તમાનમાં દૃઢ વર્તતા હોય, પણ તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં વર્તાવીએ તોય દેહ પર્યંત લેશમાત્ર મૂંઝાય નહીં.’ પંચ વર્તમાનમાં દૃઢ હોય તે સંતને બીજું શું મનગમતું હોય? છતાં કોઈકને એવો ઇશક હોય કે ‘હું આમ સત્સંગ કરાવું...’ તે પણ મુકાવે તોયે મૂંઝવણ ન થાય.

“દરેકમાં પ્રેરણા કરી મહારાજ કાર્ય કરે છે. ‘આણે સારું કર્યું’ એમ નહીં; ‘ભગવાને જ પ્રેરણા કરીને સારું કરાવ્યું છે’ તેમ માનવું. નહીંતર એને વિષે લગની ને હેત લાગી જાય. શ્રીજીમહારાજ અદૃશ્ય થયા દેખાય, પણ ગુણાતીત દ્વારા પ્રગટ છે. એકાંતિક સંત દ્વારા એકાંતિકપણું મૂકતા ગયા છે. આ ચારમાં જેટલી ખામી તેટલી ઉપાસનામાં ખામી. દરેકે અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક ખાસ વાંચવું. શરીરને પથ્ય પડે તેટલું જમવું. વધારે ન જમવું. ભોજન પારકું પણ પેટ ક્યાં પારકું છે? સેવા માટે દેહ છે.’’

આમ, આબુમાં ‘નિત્ય નિત્ય સભા ભરે સ્વામી, બહુ વાતો કરે બહુનામી...’ની જેમ જામેલા કથા-કીર્તનના અખાડાથી અર્બુદાચલનાં શિલા-શિખર પણ ડોલવા માંડ્યાં.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૦૧]

June 3, 1981. When Pramukh Swami Maharaj graced the morning discourse, the kirtan ‘Akshar-Purushottam dayālu prabhu’ was being sung. Swamishri explained the significance of this kirtan:

“This kirtan has the phrase ‘upāsanāmā gadbad gotā’. Upāsanā means understanding God to possess a definite form, to be supreme, the all-doer, and manifest. Regarding God’s definite form, [Maharaj] quoted the Shrutis: ‘Sa aikshat’, meaning that if God can see, then he has eyes and other parts [of the body] as well. A clay pot has a form so one who made it also has to have a form. The paramhansas all put aside their own beliefs and behaved according to Shriji Maharaj’s commands. They only did as Maharaj told them. They had no other thought. This is the supremacy of Maharaj. In [Vachanamrut Gadhada] Pratham 76, Shriji Maharaj says: ‘A true satsangi is a person who has absolutely no flaws in the observance of the five religious vows and who remains totally undisturbed until the end of his life regardless of whatever stern commands I may impose - even if I compel him to forsake his preferences and enforce My own.’ What would a sadhu who has the five religious vows firm like? [Nothing... but] even so, some may have the eagerness that: ‘I will spread (increase) satsang in this manner.’ If [God] makes one give up this eagerness, he would not be disturbed.

“Maharaj works through everyone by inspiring them from within. One should not believe that ‘this person did a great thing,’ but rather that ‘God inspired him and enabled him to do a great thing.’ Otherwise, one would become attached to him [instead of God]. It may seem Shriji Maharaj disappeared, but he is present through the Gunatit Sant. He left the example of the ekāntik status through the Ekāntik Sant. The degree of deficiency in these four aspects is the degree of deficiency in upāsanā. Everyone should especially read the Akshar-Purushottam Upasana book. One should eat as much as necessary for the body, not more than that. The food is someone else’s (i.e. made by someone else) but is the stomach someone else’s? The body is for the purpose of serving.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/401]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase