॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સારંગપુર-૧૭: મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું
નિરૂપણ
મુક્તના ભેદ વિષે સાધુ શ્વેતવૈકુંઠદાસજીએ પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો તેનો ખુલાસો સ્વામીશ્રીએ પત્રમાં કર્યો હતો તે પ્રસંગ શ્વેતવૈકુંઠ સ્વામી ‘જેવા મેં નિરખ્યા રે - ભાવ ૨’માં જણાવે છે:
એક પ્રસંગે ‘મુક્તના ભેદ’ વિષયક લખાણ મેં સ્વામીશ્રીને લખી જણાવ્યું કે, “મૂળ અક્ષરબ્રહ્મ એક અને અદ્વિતીય છે. તેના પૂર્ણ સાધર્મ્યને જે કોઈ પામે તે સંસિદ્ધ થઈ માયાથી મુક્ત થાય છે. માટે ભાગવતીતનુધારી મુક્તોમાં ભેદ શક્ય નથી, જ્યારે સા. ૧૭માં તો મુક્તોના ઘણા ભેદ મચ્છરથી ગરુડ અને ખદ્યોતથી મહાપ્રલયકાળના અગ્નિ સુધીના બતાવ્યા છે. તે અંગે જ્ઞાનવૃદ્ધ સદ્ગુરુ સંત સ્વામી પાસેથી ઘણીવાર સાંભળ્યું છે કે, ‘આ બધા ભેદ અક્ષરધામમાં નથી પણ આ લોકમાં છે. આ લોકમાં એટલે અહીં આપણા સત્સંગ સમાજમાં જ્યાં નવદીક્ષિત હરિભક્તથી સદ્ગુરુ કોટિના ભક્તોમાં ભેદ સ્પષ્ટપણે અનુભવાય છે, ત્યાં જ એ ભેદો સમજવાના છે. જેમ મૅડિકલ કૉલેજમાં હજી તો દાખલ થયો હોય તેય ડૉક્ટર કહેવાય ને F.R.C.S. થયો એય ડૉક્ટર કહેવાય. પણ તેમાં ભેદ છે તેમ વર્તમાન ધરાવી સત્સંગી થયો તે પણ મુક્ત અને જે સંસિદ્ધ થાય - જીવન મુક્ત બને તે પણ અક્ષરમુક્ત, પણ તેમાં ભેદ છે. અને તે ભેદ અહીં આ લોકમાં જ છે.’” આમ લખ્યા પછી પુછાવ્યું કે ઉપરોક્ત વાત બરાબર છે કે તેમાં કંઈ ફેર છે?
સ્વામીશ્રીએ તા. ૨૯-૧૨-૮૪ના પત્રમાં નવસારીથી ખુલાસો લખ્યો કે, “સા. ૧૭ પ્રમાણે મુક્તના ભેદ છે તે ઉપાસનાના ભેદ છે. એટલે કે તે તે ધામના (અધિપતિઓની) ઉપાસનાની ભિન્નતાને લઈને છે. માટે આ લોકમાં ભેદ છે તેમ કહેવા કરતાં તે તે ધામમાં (તે તે ઉપાસ્યમૂર્તિની) ઉપાસનાએ કરીને તે તે ધામને પામે છે. ને આ લોકમાં પણ તેવા સુખને પામે છે. એમ ભેદ છે.”
સ્વામીશ્રીના ઉત્તરમાં રહેલી સ્પષ્ટતા મને બહુ જ સ્પર્શી ગઈ. ઉપાસનામાં શ્રદ્ધા અને વેગની તીવ્રતામાં ભિન્નતાને લઈને તેનું પરિણામ પણ પ્રત્યેક ભક્ત-મુક્તના જીવનમાં જુદું-જુદું જણાય પણ અંતે વહેલા-મોડા બધા જ સર્વોપરી નિષ્ઠાવાળા ભક્તો અક્ષરધામના જ અધિકારી છે. માટે સ્થિતિના ભેદે કરીને ઉપાસનાનો ભેદ નથી. પરંતુ ઉપાસનામાં ઉપાસ્યમૂર્તિની ભિન્નતાથી તો ભિન્ન ધામની પ્રાપ્ત થાય છે. આ સ્પષ્ટતાથી સત્સંગમાં દેખાતા ભક્તો-મુક્તોના ભેદ તે ઉપાસનાના ભેદ નથી. માટે તે ભેદને વચ. સા. ૧૭માં જણાવેલ મુક્તોના ભેદ સાથે ન સાંકળી શકાય.
ખરેખર, આવો ઉત્તર પૂર્વે કોઈ પાસે સાંભળ્યો નહોતો. સ્વામીશ્રી તો સત્સંગની પ્રવૃત્તિ, વિચરણ, વહીવટ, આયોજન વગેરે અનેક બાબતોમાં આકંઠ ડૂબી ગયેલા જણાય છે છતાં પણ કળા, સંગીત ને તત્ત્વજ્ઞાન જેવા વિષયોમાં પણ અનુપમ અધિકારિતા ધરાવે છે તે જ એમના સઘન પૂર્વાભ્યાસ ને આલોડનને વ્યક્ત કરે છે.
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨]
Shriji Maharaj mentions the different levels of muktas in Sarangpur 17. Shwetvaikunth Swami wrote a letter to Pramukh Swami Maharaj for clarification on the interpretation. He has written about this incident in ‘Jeva Me Nirakhya Re’ (‘Divine Memories - Part 2’: English translation).
I once wrote to Swamishri in reference to the different levels of muktas (liberated souls). Aksharbrahman is one and indivisible. And one who attains a total likeness to him is redeemed from māyā. Now, if all the souls become like Aksharbrahman, then naturally we would assume that they would all be at the same level as each other. However, in Vachanamritam Sarangpur 17, Shreeji Maharaj says that there are different levels of muktas. He uses the example of a mosquito and garuda (the divine eagle) to illustrate how the muktas are different from each other. We often heard Sant Swami say, “All these distinctions are here on earth, but they do not exist in Akshardham. By mentioning ‘on earth’ he was referring to our Satsang, in which there are new devotees and sadguru level devotees. The difference between whom is obviously clear. These are the distinctions. A freshman in medical school is called a doctor and someone who is an FRCS is also called a doctor. But there is a clear difference between the two. Similarly there is a clear difference between a devotee who has just recently come into Satsang, a mukta who has attained spiritual greatness and an aksharmukta. But those differences are only here on earth.” I asked Swamishri if this was correct.
Swamishri wrote his reply on December 29, 1984 from Navsari. He explained, “The difference mentioned in Sarangpur 17 is in reference to a difference in upāsanā. In that Maharaj says that there is a difference in the abodes of various Gods. And that there is a difference between the muktas who reside in those abodes. A person goes to the abode of whichever God he worships - in other words he attains the abode according to his upāsanā. As there are different upāsanās, there is a difference between the people who adhere to those upāsanās. On earth also, there is a difference in the level, the intensity of bliss and tranquility which these people attain. This is what makes up the different levels of muktas.”
Swamishri’s answer was so revealing. Faith in one’s upāsanā and the intensity of his efforts result in different attainments for each mukta. Sooner or later, all those who have faith in one supreme God will attain Akshardham.
So we can conclude that a difference in one’s spiritual level doesn’t mean that there is a difference in one’s upāsanā. Whereas a difference in one’s upāsanā determines which abode he attains. Thus, as all satsangis, regardless of their spiritual level are of the same upāsanā, their differences in their spiritual levels cannot be linked to the type of differences in the levels of muktas mentioned by Shreeji Maharaj in Sarangpur 17.
It was the first time I had heard such an explanation. Despite being engrossed in a variety of Satsang activities, touring villages and cities, administration and the Satsang’s financial affairs, he still possesses a powerful command over other fields such as art, music and philosophy. It sheds light on the depth of his study and thinking.
[Divine Memories - Part 2]