TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
નિવેદન
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ (સાધુ કેશવજીવનદાસજી)
અનાદિ અક્ષરબ્રહ્મ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતું એટલે શ્રીજીમહારાજના ‘વચનામૃત’ ઉપરનું ભાષ્ય. શ્રીજીમહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતુંનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે, તેમ સ્વામીની વાતું એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે. બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના, સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન અને બ્રાહ્મીસ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવાં સાધનોની સૂઝ પડે.
‘સ્વામીની વાતો’નો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે: “આ તો અક્ષરધામની વાતું છે. આ વાતું ફરી જન્મ ન થવા દે તેવી છે. આ વાતું તો અનંત સંશયને છેદી નાંખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે. આ વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય નહિ પણ અજ્ઞાન ટાળી નાંખે એવી છે.”
આવી અદ્ભુત પરાવાણી સમ આ વાતું સ્વામીશ્રી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ લખી લીધી હતી અને સ્વામીએ પણ તેમના સમયમાં આ વાતુંની કથા કરાવી હતી.
એક સાધુએ સ્વામીને ફરિયાદ કરી કે, “આ શામજી વાતું લખે છે પણ તે છાશમાં કેટલું પાણી નાંખે છે?”
ત્યારે સ્વામીએ તેમણે લખેલી વાતુંના ખરડા મંગાવ્યા અને તેની કથા અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કરાવી. કથા દરમિયાન સ્વામી વારંવાર કહેતા કે, “આ વાતુંમાં તો એકે શબ્દ આઘોપાછો નથી.”
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામી જાગા ભક્ત સંપાદિત ત્રીજા પ્રકરણની કથા મુંબઈમાં કરાવી હતી અને તે ઉપર સ્વામીના પ્રસંગોનું અદ્ભુત નિરૂપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે તો ‘સ્વામીની વાતો’ કંઠસ્થ કરી હતી, એટલે આ વાતું પ્રાસાદિક અને પ્રમાણભૂત છે.
આ વાર્તાનું પ્રથમ સંપાદન સદ્ગુરુ બાલમુકુન્દદાસજીએ કર્યું હતું અને સં. ૧૯૬૬માં ઠા. દામોદર ગોરધનદાસના પ્રેસમાં છપાવી હતી. ત્યારબાદ નરનારાયણ દેવ(અમદાવાદ)ની ગાદીના આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી મંદિરના માનત પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ સંવત ૧૯૬૭માં છપાવેલી, જેમાં પાંચ પ્રકરણ મૂક્યાં હતાં.
ત્યારબાદ બીજી આવૃત્તિ સંવત ૧૯૭૫માં ધ.ધુ. આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સત્સંગ હિતવર્ધક મંડળ તરફથી રાજકોટમાં પાંચ પ્રકરણમાં છપાયેલી, જેની મૂળ પ્રસ્તાવના આ પુસ્તકમાં છે.
ત્યારબાદ સંવત ૧૯૮૧માં પૂજ્ય શ્રીકૃષ્ણજી અદાએ સાત પ્રકરણ છપાવેલાં.
આ આવૃત્તિમાં શરૂઆતમાં સંવત ૧૯૬૬ અને ૧૯૭૫માં છપાવેલાં પ્રકરણોમાં ૧લું પ્રકરણ તે ૧લું છે. ૨જું પ્રકરણ તે ૩જું, ૩જું પ્રકરણ તે ૨જું છે, ૪થું પ્રકરણ તે ૭મું છે, ૫મું પ્રકરણ તે ૬ઠ્ઠું છે. ને આગળ જણાવ્યા પ્રમાણે પ્રકરણ ૪ અને ૫ પૂજ્ય કૃષ્ણજી અદાના છપાવેલા પુસ્તક પ્રમાણે છે.
સ્વામી અને મહારાજની સ્મૃતિએ સહિત આ વાતુંનું અધ્યયન કરવાથી સબીજ જ્ઞાન અંતરમાં ઉદય થાય છે, એકાંતિક સંતનો મહિમા સમજાય છે, અને જીવમાંથી કારણ શરીરના ભાવ નાશ પામે છે.
તમામ હરિભક્ત આ ગ્રંથનું અધ્યયન કરી સ્વામીની કૃપાથી આત્યંતિક કલ્યાણના અધિકારી બનો!
અનિર્દેશ વેબસાઈટમાં અનાદિ મૂળ અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોના ૭ પ્રકરણ ઉપલબ્ધ છે. યુનિકોડ ગુજરાતી, અંગ્રેજી ભાષાંતર, અને ઈંગ્લીશ ટ્રેન્સલીટરેશન, પાદટીપો સાથે, સુલભતાથી વાંચી શકાય તેવી રચના કરી છે.
Welcome
Welcome to Anirdesh Swamini Vato. This site contains the text of all 7 prakarans of Swamini Vato (by Anadi Mul Aksharbrahma Shri Gunatitanand Swami) and the footnotes in Unicode Gujarati and English translation and transliteration. The English translation, with footnotes, is available for the Vato that have been translated and published by BAPS.
Updates
September 1, 2020: Updated to show the Gujarati, English, and Transliteration at once with the option to hide any of the text. This change will require clearing your browser cache if elements do not display correctly.
August 24, 2020: Swamini Vato audio shravan added.
June 21, 2020: Search feature has been enhanced. Now, you will see the whole Vat when searching with the terms highlighted. Moreover, the footnotes will also be searched and result will designate if the search is found in the Vat or the footnote.
March 31, 2019: Several introductory sections from the Gujarati Swamini Vato added, such as નિવેદન, પ્રસ્તાવના, જીવન પરિચય, અક્ષરબ્રહ્મ તત્ત્વ, etc.