હરિસ્મૃતિ

૪. દર્શન ચિંતામણિ

દોહા

પછી વાજાં લઈ વિધવિધનાં, કર્યું ગવૈયે ગાન ॥

તે ભેળા ભળી હરિ, ત્રોડે ત્રુગટિ તાન ॥૧॥

સંત સહુ ઊભા થઈ, રચ્યો મનોહર રાસ ॥

ફરે કરી કીરતનને, તે ભેળા ફરે અવિનાશ ॥૨॥

ચોપાઇ ધ્રુવપદી

દીવો દીવી ને અજવાળે, દ્રગે1 દીઠા છે ।

હાંડી2 ફાનસે રૂપાળે, દ્રગે દીઠા છે ॥

ઝાડ3 મેતાબ4 ઉજાસે, દ્રગે૦ । શશી સૂરજને પ્રકાશે, દ્રગે૦ ॥૩॥

બળતી અગ્નિ બપોરિયે, દ્રગે૦ । ગમતી દેહ ઘણું ગોરિયે, દ્રગે૦ ॥

ઊઘડી રાત્ય ઉડુગણ તેજે, દ્રગે૦ । એહ વિના ઉજાસે બીજે, દ્રગે૦ ॥૪॥

વસંતે વસ્ત્ર પે’રી વસંતિ, દ્રગે૦ । ખાંત્યે ખેલ કરતા અતિ, દ્રગે૦ ॥

અબિર ગુલાલ નાખતાં, દ્રગે૦ । શોભા ન જાયે કૈ’ ભાખતાં, દ્રગે૦ ॥૫॥

કર લઈ ગુલાલ ગોટા, દ્રગે૦ । નાખે નિજજન પર જોઈ મોટા, દ્રગે૦ ॥

વળી પિચકારી નાખતાં, દ્રગે૦ । કરતાં ખેલ બહુ મનગમતા, દ્રગે૦ ॥૬॥

રંગ તાંસળી તાંબડિયે, દ્રગે૦ । ઘણો ભરી ગાગરડિયે, દ્રગે૦ ॥

રંગભીનો રમતા રંગે, દ્રગે૦ । પોતાના સખા સંગે, દ્રગે૦ ॥૭॥

સર્વે સખા રસબસ કરતાં, દ્રગે૦ । દઈ તાળી ધૂન્ય ઓચરતાં,5 દ્રગે૦ ॥

રમતાં રમતાં વસ્ત્ર અંગનાં, દ્રગે૦ । થયા સરવે રાતા રંગના, દ્રગે૦ ॥૮॥

કર ચરણ મુખ રંગેલે, દ્રગે૦ । શોભે આંખ્યો તેજ ભરેલે, દ્રગે૦ ॥

રમતાં કુસ્તી મલની સાથે, દ્રગે૦ । ના’વા જાતા સંત સંગાથે, દ્રગે૦ ॥૯॥

ચઢ્યા ઘણે મૂલે હરિ ઘોડે, દ્રગે૦ । સર્વે સખા ચાલ્યા જોડે, દ્રગે૦ ॥

નાહ્યા નિર્મળ જળમાં જઈ, દ્રગે૦ । ત્યાં કરી લીલા કંઈ, દ્રગે૦ ॥૧૦॥

ના’તા ના’તા સખા સાથે, દ્રગે૦ । બહું નીર ઉછાળે હાથે, દ્રગે૦ ॥

પછે નાહી નીસર્યાં બા’રે, દ્રગે૦ । પે’ર્યાં કોરા વસ્ત્ર ત્યારે, દ્રગે૦ ॥૧૧॥

કર્યો કુંકુમનો ચાંદલો, દ્રગે૦ । બહુ શોભે છે તે ભલો, દ્રગે૦ ॥

નાહી નાથ આવ્યા ઉતારે, દ્રગે૦ । કર્યાં દાસે દરશન ત્યારે, દ્રગે૦ ॥૧૨॥

ના’તા નદી નદ6 તળાવે, દ્રગે૦ । કુંડ કૂવા સાગર વાવે, દ્રગે૦ ॥

સમૈયા ઉત્સવ કરતાં, દ્રગે૦ । મેળામાંહિ ઘોડે ફરતાં, દ્રગે૦ ॥૧૩॥

મહારુદ્ર7 અતિરુદ્ર8 માંહિ, દ્રગે૦ । કરી ચોરાશી પણ તાંહિ, દ્રગે૦ ॥

બ્રહ્મભોજન કરાવ્યાં ભારે, દ્રગે૦ । ખટ્માસ સુધી એક વારે, દ્રગે૦ ॥૧૪॥

કર્યો વૃંદાનો ત્યાં વિવા, દ્રગે૦ । ફર્યા ફુલેકામાં એવા, દ્રગે૦ ॥

ધરી ઢાલ અલૌકિક અસિ, દ્રગે૦ । છડી લાકડી વળી વંસિ,9 દ્રગે૦ ॥૧૫॥

ખેલે10 સાંગ11 કમાન તીરે, દ્રગે૦ । બાંધ્યો કટાર મહાવીરે, દ્રગે૦ ॥

પેચકબજ12 કટારિયે, દ્રગે૦ । છત્ર ચામર અબદાગરિયે, દ્રગે૦ ॥૧૬॥

વળી ચાલતા હરિ વાટે, દ્રગે૦ । સરિતા સાગર ને ઘાટે, દ્રગે૦ ॥

રસ્તે વણરસ્તે વિચરતાં, દ્રગે૦ । વળી રાત્ય દિવસે ફરતાં, દ્રગે૦ ॥૧૭॥

તાઢ તડકામાં સંઘ સાથે, દ્રગે૦ । ચાલે મેઘ વરસતાં માથે, દ્રગે૦ ॥

આંબા આંબલી છાંયડે, દ્રગે૦ । આસોપાલવ પીપર વડે, દ્રગે૦ ॥૧૮॥

પીપળ બકુળ13 બોરસડિયે, દ્રગે૦ । બીજાં બહુ તરુ બોરડિયે, દ્રગે૦ ॥

ઠાકોર મંદિર કરવા કાજે, દ્રગે૦ । લીધી માથે ઇંટ્ય મહારાજે, દ્રગે૦ ॥૧૯॥

પથર કેલ14 મૃત્તિકા માથે, દ્રગે૦ । લઈ ચાલે સખા સાથે, દ્રગે૦ ॥

એમ હરિ મંદિર કરાવી, દ્રગે૦। માંહી મૂર્તિયો પધરાવી, દ્રગે૦ ॥૨૦॥

વળી હરિ મંદિરને ફરતાં, દ્રગે૦ । સો સો પ્રદક્ષિણા કરતાં, દ્રગે૦ ॥

જોતાં મૂર્તિ સુંદર સારી, દ્રગે૦ । ધાતુ પાષાણ પટ15 પ્યારી, દ્રગે૦ ॥૨૧॥

તેને દંડવત્ જો કરતાં, દ્રગે૦ । વળી સામુ જોઈ બહુ રે’તા, દ્રગે૦ ॥

જમતા પ્રસાદી બહુ પ્રીતે, દ્રગે૦ । તુળસીદળ નિર્મળ સમીતે,16 દ્રગે૦ ॥૨૨॥

પીતાં દૂધ પડતો દોરો,17 દ્રગે૦ । પીધું ઘૃત ભરી કટોરો, દ્રગે૦ ॥

વળી ઉત્સવ સમૈયા માંહિ, દ્રગે૦ । આવ્યા દાસ હજારો ત્યાંહિ, દ્રગે૦ ॥૨૩॥

કરે દર્શન પૂજા દાસ, દ્રગે૦ । તેનું ગ્રહણ કરે અવિનાશ, દ્રગે૦ ॥

પૂજી સ્પર્શી લા’વો લીધો, દ્રગે૦ । તેણે જન્મ સફળ કરી લીધો, દ્રગે૦ ॥૨૪॥

જોઈ નાથ સમાધિ થઈ, દ્રગે૦ । પડ્યાં પ્રાણ નાડી વિના કંઈ, દ્રગે૦ ॥

ના’વે સમાધિથી બા’રે, દ્રગે૦ । વણ ભણે વેદ ઉચ્ચારે, દ્રગે૦ ॥૨૫॥

વળી દેખે અક્ષરધામ, દ્રગે૦ । લિયે ગોલોકનું નામ, દ્રગે૦ ॥

શ્વેતદ્વીપ વૈકુંઠ દેખે, દ્રગે૦ । બ્રહ્મપુર કૈલાસ પેખે, દ્રગે૦ ॥૨૬॥

વળી વિશાળાના વાસી, દ્રગે૦ । દેખે છે જન તે સુખરાશી, દ્રગે૦ ॥

જગાડે સમાધિમાંથી જ્યારે, દ્રગે૦ । કરે વાત ધામની ત્યારે, દ્રગે૦ ॥૨૭॥

તે સાંભળી સુખધામ, દ્રગે૦ । હસે મંદ મંદ ઘનશ્યામ, દ્રગે૦ ॥ શ્વે

મુમુક્ષુને સાધુ કરતાં, દ્રગે૦ । નંદપદવી નામ ધરતાં, દ્રગે૦ ॥૨૮॥

કહે દેશ પ્રદેશ ફરજ્યો, દ્રગે૦ । સ્વામિનારાયણ ઉચ્ચરજ્યો, દ્રગે૦ ॥

કથા કીરતન જે કા’વે, દ્રગે૦ । સુણે હરે હરે કરી ભાવે, દ્રગે૦ ॥૨૯॥

કાવ્ય કવિની સાંભળતાં, દ્રગે૦ । માળા તુલસીની ફેરવતાં, દ્રગે૦ ॥

સુખડ્ય સુત્રની પણ સારી, દ્રગે૦ । ફૂલમાળા પર બલહારી, દ્રગે૦ ॥૩૦॥

શહેર પુર ગામ ઘોષે, દ્રગે૦ । ફૂલવાડી વાડી નેસે, દ્રગે૦ ॥

ખેત્ર ખળામાં મહારાજ, દ્રગે૦ । તેનાં કામ કરાવા કાજ, દ્રગે૦॥૩૧॥

રાજા રાંકને ભુવને, દ્રગે૦ । શેઠ શાહુકાર સદને, દ્રગે૦ ॥

લોક પટેલને ઘેરે, દ્રગે૦ । બ્રહ્મસભામાં બહુ વેરે, દ્રગે૦ ॥૩૨॥

કોય રોગી જોગી જાણી, દ્રગે૦ । જાય પોતે તિયાં તાણી, દ્રગે૦ ॥

ખરી ખબર તેની લેતાં, દ્રગે૦ । દિયે સુખ થાય જે દેતાં, દ્રગે૦ ॥૩૩॥

ભુખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી, દ્રગે૦ । આપે અન્નજળ દુઃખિયો જાણી, દ્રગે૦ ॥

દીન ઉપર દયા ઘણી, દ્રગે૦ । જેનો કોઈ ન હોય ધણી, દ્રગે૦ ॥૩૪॥

વળી મોટાના મો’બતી, દ્રગે૦ । જન સારાના સોબતી, દ્રગે૦ ॥

જાતાં વિવા’ વરામાંહી, દ્રગે૦ । જઈ આવે પોતે ત્યાંહી, દ્રગે૦ ॥૩૫॥

કેને ઘેર થયા મે’માન, દ્રગે૦ । કર્યું બહુ તેણે સનમાન, દ્રગે૦ ॥

વળી મે’માન રાખતાં, દ્રગે૦ । તેની અવળાઈ સાંખતા, દ્રગે૦ ॥૩૬॥

માંદાને જોવા જાતાં, દ્રગે૦ । વળી વઢતાં ને વારતાં, દ્રગે૦ ॥

સબળ નિર્બળને સંતાપે, દ્રગે૦ । તે તો ખમી ન શકે આપે, દ્રગે૦ ॥૩૭॥

દુઃખી ગરીબની ગમ18 લેવી, દ્રગે૦ । હરિની સહજ પ્રકૃતિ એવી, દ્રગે૦ ॥

કેને પ્રસાદી આપતાં, દ્રગે૦ । દર્શન દઈ દુઃખ કાપતાં, દ્રગે૦ ॥૩૮॥

કેને ફૂલહાર દિયે વસ્ત્ર, દ્રગે૦ । ઘોડાં ઘરેણાં ને શસ્ત્ર, દ્રગે૦ ॥

કેને ગાયો મહિષી રૂપૈયા, દ્રગે૦ । કોરી કણ19 ન જાય કહ્યાં, દ્રગે૦ ॥૩૯॥

જમાડે સાધુને સુખકારી, દ્રગે૦ । જમે સાંખ્યયોગી સંસારી, દ્રગે૦ ॥

બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી, દ્રગે૦ । જમાડ્યાં રાંક મઉ20 નરનારી, દ્રગે૦ ॥૪૦॥

મઉને વસ્ત્ર રૂપૈયા દીધા, દ્રગે૦ । બહુ દુઃખિયા સુખિયા કીધા, દ્રગે૦ ॥

ભાટ ચારણ ઢાઢી21 લંગાં,22 દ્રગે૦ । રાવલ23 રાસલિયાં24 જન મંગાં,25 દ્રગે૦ ॥૪૧॥

તેને વસ્ત્ર ઘરેણાં ઘોડાં, દ્રગે૦ । આપ્યાં ઘણાં નહી કાંય થોડાં, દ્રગે૦ ॥

વાવ્ય કુંડ કૂવા તળાવે, દ્રગે૦ । તે તો પ્રભુ પોતે ગળાવે, દ્રગે૦ ॥૪૨॥

પર્વ26 સદાવ્રત બંધાવ્યાં, દ્રગે૦ । આપ્યાં અનાવટે27 અન્ન ભાવ્યાં, દ્રગે૦ ॥

જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ, દ્રગે૦ । કે’તા ભક્તિનો વળી મર્મ, દ્રગે૦ ॥૪૩॥

પંચવિષય પરાજય કરી, દ્રગે૦ । જીવને ભજાવતાં હરિ, દ્રગે૦ ॥

કેનેક કે’વું ઘટે તે કે’તા, દ્રગે૦ । કોયનું સાંભળી પણ લેતાં, દ્રગે૦ ॥૪૪॥

હસતાં રમતાં ના’તાં ખાતાં, દ્રગે૦ । ઘોડાં ખેલવી ફૂદડી ફરતાં, દ્રગે૦ ॥

ધીરા ઉતાવળા પગ ધરતાં, દ્રગે૦ । વળી કરનાં લટકાં કરતાં, દ્રગે૦ ॥૪૫॥

જાતાં વળતાં ગાતાં કે’તા, દ્રગે૦ । નીર ખીર અમીરસ પીતાં, દ્રગે૦ ॥

આસન કરતાં મૂન્ય ગ્રહેતાં, દ્રગે૦ । ઉદાસી રહે સૂઈ જાગતાં, દ્રગે૦ ॥૪૬॥

પ્રકરણ ફેરી ધર્મ થાપતાં, દ્રગે૦ । કરતાં નિજજનને નિમ રતા, દ્રગે૦ ॥

ગિરિગહ્વર28 વન ઉપવને, દ્રગે૦ । જોયા દેશ પ્રદેશે જીવનને, દ્રગે૦ ॥૪૭॥

તાપસવેષે29 કેશ શીશે, દ્રગે૦ । એમ જીવ બહુ ઉપદેશે, દ્રગે૦ ॥

નાસાગ્રેવૃત્તિ વણસમરતિ,30 દ્રગે૦ । આંખ્ય મટકું પણ ન ભરતી, દ્રગે૦ ॥૪૮॥

પ્રાણાયામ કરતાં યોગ શીખતાં, દ્રગે૦ । યોગકળા દેખાડી દેતાં, દ્રગે૦ ॥

એવી અનેક રૂડી રીતે, દ્રગે૦ । ચિંતવું છું મૂર્તિ ચિત્તે, દ્રગે૦ ॥૪૯॥

સૂતાં બેઠાં ને જાગતાં, દ્રગે૦ । જાય દન એમ ચિંતવતાં, દ્રગે૦ ॥

તેણે રહે છે અતિ આનંદ, દ્રગે૦ । એમ કહે નિષ્કુળાનંદ, દ્રગે૦ ॥૫૦॥

 

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ચતુર્થઃ ચિંતામણિઃ ॥૪॥

ચિંતામણિ 🏠 home