॥ અક્ષરામૃતમ્ ॥

ગ્રંથ વિશે

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સંપ્રદાયમાં, ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો પરના ભાષ્ય તરીકે વિખ્યાત છે. સાદી, તળપદી અને સચોટ શૈલીમાં અનુભવપૂર્ણ જ્ઞાન પીરસવામાં ગુણાતીતાનંદ સ્વામી અજોડ હતા. તેમના પ્રત્યેક વચનમાં સનાતન સત્ય ભંડાર્યું છે. આથી કોઈપણ યુગમાં એ વાતો મુમુક્ષુ સમુદાય માટે એટલી જ પ્રસ્તુત છે. જૂનાગઢમાં સતત ૪૦ વર્ષ સુધી રહીને તેમણે કરેલી કથાવાર્તાના પડછંદા આજે સમગ્ર સંપ્રદાયમાં ગૂંજે છે.

સને ૧૯૭૪માં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘સ્વામીની વાતો’ના ભાગ-૨ તરીકે ૮ થી ૧૪ પ્રકરણોમાં સંગ્રહાયેલાં ગુણાતીતાનંદ સ્વામીનાં અમૃતવચનોમાંથી ચૂંટેલાં વચનો વિષયાનુસાર સંકલિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિ સ્વરૂપના ઉદ્‌ગાતા ગુણાતીતાનંદ સ્વામીનું અનુભવપૂર્ણ જ્ઞાન અહીં વિવિધ ૩૨ વિષયોના અમૃતકળશ રૂપે સંચય પામ્યું છે. ઉપનિષદોની ગુરુ-શિષ્ય વાર્તાલાપ શૈલી અહીં સ્વામીના સહજ બોધમાં પડઘાય છે.

આશા છે કે અક્ષરામૃતમ્‌નો પાઠ કરવાથી આપ પણ સત્સંગમાં આગળ વધો.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જીવન ઝરમર

About the Granth

Aksharbrahma Gunatitanand Swami’s discourses are well-known in the Swaminarayan Sampraday as simple and practical explanations of Bhagwan Swaminarayan’s Vachanamruts. The first seven prakarans were published decades ago as ‘Swamini Vato’ and have served as words of wisdom that young and old have come to memorize. In 1974, BAPS published prakarans 8 to 14 as “Part 2” of the Swamini Vato. Due to its length and a lack of caterorization, Swamini Vato - Part 2 was republished as Aksharamrutam in 2006, covering 32 satsang topics.

I am glad to present Aksharamrutam on Anirdesh. All of the ‘Vato’ presented here are the same as in the published Aksharamrutam granth with a few differences.

First, the text used on Anirdesh is the original text as published in Part 2. (The text in Aksharamrutam has been edited to improve the Gujarati.) Since the original and edited versions do not affect the overall meaning, no effort was made to match the text on Anirdesh letter-by-letter.

Second, some long vato are shortened in Aksharamrut since the narrative can jump from topic to topic. On Anirdesh, ellipses (...) have been placed in case a significant portion of the original vat was omitted.

Third, the original prakaran and vat number have been included, so the Aksharamrutam vat can be referenced to the original vat. Moreover, option to read the vato by prakarans has been added.

Finally, all of the Vachanamruts, Swamini Vato, and kirtans alluded to in the text have been hyperlinked so you can navigate to them easily; and some stories, examples, and meanings of certain shloks have been added as footnotes for context.

I hope Aksharamrutam adds to your understanding of Bhagwan Swaminarayan’s teachings and that you develop attachment to the manifest satpurush.

Vat Selection


Type: Keywords Exact phrase