ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૨

પુરુષપ્રયત્ન

મર બળ ન હોય પણ લઈ મંડે તો આટલું અમારે અર્થે કર્યું એમ જાણીને તેના દોષ મહારાજ ટાળશે. દેહ સારુ કેટલા દાખડા કરે છે? તે બ્રાહ્મણ ટેલ નાખે છે ને ઊંઘતા નથી ને પીપળે ચડીને ઝોળીમાં સૂવે ને રાત બધી રાડો નાખે એટલું ભગવાનને અર્થે કરે તો ખામી ન રહે. (૨૧)

પ્રકરણ/વાત: ૧૪/૧૨૪

કોઈ કહે છે મને કામ પીડે છે, કોઈ કહે છે મને લોભ પીડે છે, કોઈ કહે છે મને માન પીડે છે, કોઈ કહે છે મને સ્વાદ પીડે છે પણ તેને ઘટાડવાનો ઉપાય કોઈ કરતું નથી પણ વધારવાનો ઉપાય તો કરે છે ખરા. ખેતીવાળા મંડ્યા છે તેમ ક્યાં મંડ્યા છીએ? આ તો બે માળા ફેરવી નાખી ને આ બેઠા. એમ એ કામ ક્યાં થાય એવું છે? માટે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, ખાધાનો સંકલ્પ થાવા દેવો નહિ, નાસીકાગ્ર વૃત્તિ રાખવી ને કામાદિક પાંચ દોષ ટાળ્યાને ઉપાય કરવો. જીવ મનનું ને ઇંદ્રિયુંનું ગમતું કરીને પછી પ્રભુ ભજે છે. એમ સાહેબ તારો દલ રાખ્યો? તે મરતી મરતી કાન હલાવે. તેમ થાય નહિ તે માનસંગ બારોટને તેર હજાર કોરી લખણીની કરી આપી ત્યારે માનસંગે મેડી કરાવવા માંડી. તે માનસંગને ભાળે ત્યારે કડિયા ઘડે, ને પછી હોકા પીધા કરે તેમ આપણે પણ એ કડિયાની પેઠે પ્રભુ ભજાય છે. ને લોકેષણા, વિત્તેષણા ને પુત્રેષણા તેના જ ઘાટ થયા કરે છે. માટે વિષયના સંકલ્પ ન થાય ને ભગવાન સાંભરે એવી મોટપ ને એવા ગુણ તો મોટો થકી પામશું ત્યારે જ પમાશે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૪/૧૭૬

... પ્રદ્યુમ્નને શાલવની ગદા વાગી એટલે મૂર્છા આવી. પછી સારથિ કોરે લઈ ગયો ને મૂર્છા વળી ત્યારે પ્રદ્યુમ્ને સારથિને કહ્યું જે, “મને રણભૂમિમાંથી તું અહીં લાવ્યો તે સૌ મારી મશ્કરી કરશે જે, ‘રૂક્ષ્મણિનું ધાવણ ધાવ્યો ને રણસંગ્રામમાંથી ભાગ્યો!’ માટે રણસંગ્રામમાં લઈ જા.” તેમ આપણે પણ કામની ગદા વાગે, માનની ગદા વાગે તો પણ મૂર્છા ઊતરે ત્યારે વળી પાછું લડવા મંડી જાવું. જવાસા વાવશું તેમાંથી ઘઉં થનારા નથી. જેમ મે વરસે ત્યારે ખેતર હળ લગ થાય તેમ કોઈ માણસ મરે કે કોઈ રોગ થાય કે કોઈ આપત્કાળ આવે ત્યારે પ્રભુને સંભારે, પણ ખપવાળા છે તે તો સુખદુઃખમાં એકધારા ભગવાનને સંભારે. (૨૩)

પ્રકરણ/વાત: ૧૪/૧૭૭

Vat Selection


Type: Keywords Exact phrase