ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૪

ખપ-મુમુક્ષુતા

ઉત્તમ મુમુક્ષુનાં લક્ષણ એ છે જે, સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે ને તેમના સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીંસણ ખમે ને કોઈક ઉત્તમ વિષયને વિષે પણ ન લોભાય ને ધર્મજ્ઞાનાદિક ને દેશકાળાદિકના વિષમપણાએ કરીને પણ તે સંગ મૂકે નહિ ને આત્મા-અનાત્માનો વિચાર કર્યા કરે. (૪૧)

પ્રકરણ/વાત: ૧૪/૩૯

આ મનુષ્ય દેહ આવ્યો છે તેણે કરીને પ્રભુ ભજવા ને ભગવાનમાં જોડાવું એ જ પ્રયોજન છે. જેમ વાણીઓ પરદેશ જાય તે દાઢી રખાવે, તે અરબસ્તાનમાં લોક વિશ્વાસી તેથી આ વાણીઓ તેમને છેતરવા સારુ નૂરના કહેતા દાઢીના સમ ખાય. એમ રૂપીઆ સામી નજર છે. તેમ આ દેહે કરીને દોષ માત્ર ટળે ને ભગવાનમાં જોડાવાય એટલું જ પ્રયોજન છે. (૪૨)

પ્રકરણ/વાત: ૧૫/૧૧૦

Vat Selection


Type: Keywords Exact phrase