ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૯

વિષય

શહેરનાં સુખડાંની આ દેશમાં કોઈને ખબર નથી. એક ભરવાડે બજર કેળવવા સારુ ગોળ મંગાવેલ તે ભરવાડણ દૂધ વેચીને પાછી વળી ત્યારે ગોળ લઈને ત્રાંબડીમાં નાખ્યો. ત્રાંબડી દુધાળી ને તડકો હતો તેથી ગોળ ઓગળી ગયો ને રસ્તામાં ઊંટનાં લીંડાં પડેલ તે વીણીને ગોળની ખબર ન રહેતાં ત્રાંબડીમાં નાખ્યાં. ઘરે ત્રાંબડી મૂકી કામે ગઈ ને વાંસેથી તેનો ધણી આવ્યો. તેણે ત્રાંબડીમાં જોયું તો શહેરનું સુખડું દીઠું ને ખાવા માંડ્યું તે ગળ્યું લાગ્યું પણ સ્વાદ આવ્યો નહિ. પછી ભરવાડણે આવીને પૂછ્યું જે, “શું ખાઓ છો?” ત્યારે તે કહે, “તું લાવી છું તે શહેરનું સુખડું જાણીને ખાઉં છું પણ સ્વાદ આવતો નથી.” ભરવાડણ કહે, “તે તો ઊંટના લીંડાં છે.” તેમ સંસારનાં સુખ એવાં છે પણ તેમાં ભરવાડની પેઠે સુખ માને છે એ જ અજ્ઞાન છે. (૨૧)

પ્રકરણ/વાત: ૯/૧૧૧

ગંગારામ મલ્લમાં હાથી ઊભો રાખે એવું બળ હતું પણ તેનાં વેશ્યાએ વખાણ કર્યાં એટલામાં લાજ ગઈ. સ્ત્રી છે તે ભારે વિષય છે, એવું બંધનકારી બીજું નથી. જો વિચારો તો વહવાયાં માત્ર એને અર્થે છે. સ્ત્રી-પુરુષને પરસ્પર મિથુની ભાવ છે તેથી તેને ઋષભદેવે હૃદયગ્રંથિ કહી છે. પણ,

ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।

समः सर्वेषु भुतेषु मद्भक्तिं लभते पराम् ॥

એવો થાય ત્યારે એ ગ્રંથિ ગળે. મહારાજે તો સૂતા સાપ જગાડ્યા છે. તે શું જે, લોજમાં આવતાવેંત વાણંદના કરામાં ગોખલો હતો તો બુરાવ્યો. વળી કથા કરતી વખતે બાઈ-ભાઈની સભા ભેળી થાતી તે કથા કરતા ઉઠાડ્યા ને બાઈ-ભાઈની સભા નોખી કરી તો પણ મુક્તાનંદ સ્વામીએ ગુણ લીધો. આ તો બાંટવા પરગણામાં ખેવડો મૂળમાંથી ખોદી નાખે છે તેમ મહારાજે વિષયનાં મૂળ ખોદી નાખ્યાં છે. માટે ભગવાનને મૂકીને બીજામાં માલ માનવો નહિ. આ તો એક જ વાત છે જે, વિષય ક્યાંથી ભોગવશું? આગળ શરદઋતુ આવે છે તે તાવ આવશે ત્યારે બધું ઝેર જેવું લાગશે. (૨૨)

૧. पुंसः स्त्रिया मिथुनीभावमेतं तयोर्मिथोहृदयग्रंथिमाहुः ।

૨. બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‍ભક્તિં લભતે પરામ્ ॥ (ગીતા: ૧૮/૫૪) અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તિને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે.

પ્રકરણ/વાત: ૯/૧૧૩

આ લોકમાં જેટલા તણાણા તેની જિંદગી એળે ગઈ. આટલા દહાડા શેરડી ખાધી તેનો આ ટાણે સ્વાદ નથી, સો મણ ઘી ને સાકર ખાધી તો પણ જીભને ડાઘ પડ્યો નથી, તેમ જ સ્ત્રીનું, તેમ જ રૂપનું, તેમ જ હોકાનું પણ જાણવું. જેટલી વાર નામ રટણ કર્યું ને સ્મૃતિ કરી તે અવિનાશી થઈ ગયું. (૨૩)

પ્રકરણ/વાત: ૯/૧૨૧

બપોરે સ્વામીએ વાત કરી જે, જેમ રોગી હોય તે સાજો ન થાય ત્યાં સુધી તેને પંચામૃત ભોજનમાં સ્વાદ ન આવે તેમ જીવને પંચવિષયરૂપ રોગ છે ત્યાં સુધી ભગવાનનું સુખ આવે નહિ. (૨૪)

પ્રકરણ/વાત: ૯/૧૮૨

વિષય ભોગવવાના સંકલ્પ કરશું કાં તો મળશે જ નહિ, ને મળશે તો ભોગવાશે નહિ, ને ભોગવાશે તો રોગ થાશે. મહેમદાવાદમાં સદાવ્રતમાંથી ત્રેવટી દાળ મળી ત્યારે સૌ કહે જે, “આજ તો દાળ મળી છે તે સારી કરીને ખાઈએ.” ત્યારે અમે કહ્યું જે, “મહારાજની આજ્ઞા નથી માટે કરવી નથી,” તો પણ માન્યું નહિ. કુંભારને ત્યાંથી પડો લઈ આવ્યા ને આડ ખડકીને દાળ કરી ને વાણીઆની દુકાનેથી જીરું માગી લાવેલ તે વાટીને દાળમાં નાખી તાલ કર્યો. પછી હલાવતાં હાંડલું ફાટ્યું તે દાળ રાખમાં પડી ને અરધ ઠીબડામાં રહી. પછી તો ઢોળાયેલ દાળ લઈ સારી દાળમાં નાખી તે બધી કાળી થઈ. પછી જ્યારે જમવા બેઠા ત્યારે અમે કહ્યું જે, “મહારાજની આજ્ઞા વિના દાળ કરી તે મહારાજ કહે છે જે, ‘તમે રાખ ખાઓ છો!’” વરજાંગ જાળિયામાં મોતૈયા કરવાની અમે ના પાડી તો પણ કર્યાં, તે લાડુ વળ્યા નહિ ને લાળ ચાલી, એટલે ફરી ચૂલે મૂક્યું તે ચીકણું થયું ને ખવાણું નહિ. તેમ જ તડ ગામમાં પણ એમ જ થયું હતું. માટે આજ્ઞામાં રહીને વિષય ભોગવવા, પણ જે આજ્ઞા બહાર વિષય ભોગવશે તેનું ગળું ઝાલશે. આગળ સ્વામિનારાયણ આકરા છે. મહારાજ કહેતા જે, “બધાને છૂટી મૂકી ને તમારાં ગળાં ઝાલ્યાં છે તે કાંઈ તમે શત્રુ છો? પણ તમારા સારા સારુ છે.” (૨૫)

પ્રકરણ/વાત: ૯/૨૦૦

બપોરે સ્વામીએ વાત કરી જે, દેહ ઉપર કારસો આવે ત્યારે કાઠીના નામાવાળું થાય. તે શું જે? પાઈ પૈસાનું નામું આવે ત્યારે કહે જે, “કાન ઝાલી વાત!” પણ પાંચ રૂપિયાનો ગોળ કે પાંચ રૂપિયાનું ઘી કે પાંચ રૂપિયા રોકડા એવું નામું આવે ત્યારે કહે જે, મોઢું સંભાળીને બોલ્યા, “જવ્ય લીનો તવ્ય દીનો!” એમ જ્યારે સારું ખાવાનું મળે કે મનગમતું પદાર્થ મળે ત્યારે રાજી થાય પણ જ્યારે દેહે વર્તવાનું આવે ત્યારે કાઠીની પેઠે ખમી શકે નહિ ને આકળો થઈ ને કહે જે, “મહાત્મ્યની વાત તો થાતી નથી,” પણ લાડવા ખાઈને વાહરવું સૂવું એ જ મહાત્મ્ય કે બીજું? આ તો ખાંડણીમાં માથું મેલ્યું છે ત્યારે હળવા હળવા ઘા માર્યે કેમ ઠીક પડશે? ‘જવ્ય લીનો તવ્ય દીનો’ એમ કર્યે ભગવાન રાજી નહિ થાય, પણ મન, કર્મ, વચને પળે ત્યારે ભગવાન રાજી થાય. કોઈના છોકરાને મંત્ર કહેશું ત્યારે જેમ લાકડું છોલીને સુધારવું પડે તેમ તેને સુધારવો પડશે. (૨૬)

પ્રકરણ/વાત: ૯/૨૨૯

ઇંદ્રિયુંને પાટા બાંધ્યા વિના રોગ ન જાય. તે જેમ ખેતરમાંથી ધ્રો કાઢવાને રાંપોલિયું ખેતર કરે છે એટલે વળતે વરસ ધ્રો ઊગે જ નહિ, તેમ વિષયનાં દ્વાર બંધ કરે તો ઇંદ્રિયું જીતાય. (૨૭)

પ્રકરણ/વાત: ૯/૨૭૯

ઉકરડા ઉપર ઠાકોરજી ન પધરાવાય. આ મંદિર કર્યું ત્યારે હાડકાં નીકળ્યાં તે ચોખું કરવું પડ્યું. તેમ સત્સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. અહો હું કોણ ને જાઈશ કિયાં? એવો વિચાર કોઈ કરતું નથી. મયારામ ભટે સાત છમકારા કર્યા તે મહારાજ પાસે કથા વાંચતાં પ્રાગજી દવેએ ગણ્યા ને કથા થઈ રહી મહારાજને કહ્યું જે, “તમે મને સ્વાદિયો કહો છો પણ આ ભટજીએ વઘારના સાત છમકારા દીધા. તે એ સ્વાદિયા કે હું?” પછી મહારાજે મયારામ ભટને પૂછ્યું ત્યારે કહે, “હા, મહારાજ. સાત વઘાર દીધા હતા.” તે કથા વાંચતાં ગણી રાખ્યું, એમ સ્વાદનું બળ જણાય. રાજાને ને આચાર્યને તો રોજ અન્નકોટ છે. એમાં શું? (૨૮)

૧. સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘હું બલિહારી એ વૈરાગ્યને’ - આ કીર્તનની કડી છે.

પ્રકરણ/વાત: ૯/૨૯૮

સારી રસોઈ થઈ હોય ને સારી પેઠે ખવાય તો નાગર બ્રાહ્મણની પેઠે થાય. એક નાગર બ્રાહ્મણ બહુ જમ્યો તે ક્યાંઈ ચેન પડે નહિ. પછી પાણીમાં જઈને પડ્યો. ત્યાં માંહી એક પાડો પડેલ તે જાણે આ કોઈક મારી પેઠે બહુ જમ્યો છે તે પાણીમાં બેઠો છે એમ ધારી પાડાના માથામાં આંગળી ભરાવી તે કઠણ લાગ્યું એટલે કહે, “પંડ્યાજી, સારથીયા સગાં મળ્યાં હશે તે તમે તો બહુ જમ્યા લાગો છો. મારું પેટ તમારા જેવું કઠણ નથી.” એમ બહુ જમ્યે સરસાઈ ન માનવી. (૨૯)

પ્રકરણ/વાત: ૯/૩૧૨

... જન્મ, મરણ ને ગર્ભવાસનાં દુઃખનું જેને અનુસંધાન હોય તેને વિષય ઝેર જેવા થઈ જાય. કામદારનો દીકરો રાજાના ઘરમાં ઘર્યો હતો તે વખતે રાજા બહારથી આવ્યા ત્યારે કામદારનો દીકરો કહે, “હવે હું ક્યાં જાઉં?” ત્યારે રાણી કહે, “તને ને મને બેયને રાજા મારી નાખશે માટે આ પાયખાનામાં પડ.” પછી તે પાયખાનામાં પડ્યો ને સવારે ભંગીએ તેને નદીએ લઈ જઈ ધોઈને સાફ કર્યો. ત્યારે તેણે પોતાના હાથને વેઢ ભંગિયાને આપ્યો ને કહે જે, “તું બોલીશ મા.” એમ કહીને ઘરે ગયો. તે હવે પાછો કોઈ દિવસ તે કામ માટે ત્યાં જાય ખરો? બીજે દિવસે રાણીએ તેને બોલાવવા માંડ્યો તો કહે, “હવે પોખરામાં પડવા નહિ આવું.” તેમ જેને ગર્ભવાસના દુઃખનું અનુસંધાન હોય તે ફરી ગર્ભવાસમાં જાવું પડે એવું કર્મ કરે જ નહિ. માટે મનને કહ્યે એવી કોઈ પણ ક્રિયા ન કરવી... (૩૦)

પ્રકરણ/વાત: ૯/૩૨૬

Vat Selection


Type: Keywords Exact phrase