ચિહ્નચિંતામણિ

ગ્રંથ મહિમા

સર્વોપરી પુરુષોત્તમ શ્રીહરિનાં ચરણોમાં સોળ ચિહ્નો હતાં. તે દરેકનું ધ્યાન-ચિંતન કરવાનું ફળ આ ગ્રંથમાં અદ્‌ભુત રીત દર્શાવ્યું છે.

આ ગ્રંથમાં કુલ સોળ દોહા છે.

પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।

ત્રિકોણ ચિહ્નકું ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય ॥

દોનું પાવે દેખતે, આવત હે આનંદ ।

ઉર્ધ્વરેખાકે ઉપરી, વારી નિષ્કુળાનંદ ॥

શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણનાં ૧૬ ચિહ્નોનાં નામ આ પ્રમાણે છે:

૧. સ્વસ્તિકા

૨. અષ્ટકોણ

૩. કેતુ (ધજા)

૪. જવ

૫. અંકુશ

૬. જાંબુ

૭. વજ્ર

૮. કમળ (પદ્મ)

૯. ત્રિકોણ

૧૦. મીન

૧૧. સોમ (અર્ધચંદ્ર)

૧૨. ધનુષ્ય

૧૩. ગોપદ

૧૪. વ્યોમ (આકાશ)

૧૫. કળશ

૧૬. ઊર્ધ્વરેખા

SELECTION 🏠 home ગ્રંથ મહિમા ચિહ્નચિંતામણિ