હરિવિચરણ

ગ્રંથ મહિમા

ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે તે મોટામાં મોટી પ્રાપ્તિ છે. તેનો સહેલામાં સહેલો ઉપાય શ્રીહરિનાં લીલાચરિત્રોનું ચિંતવન છે.

આ ‘હરિવિચરણ’ ગ્રંથમાં સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ તે ચરિત્રોરૂપી ઉપાય દર્શાવ્યો છે. પુરુષોત્તમનારાયણ છપૈયામાં પ્રગટ થયા ત્યારથી તે અંતર્ધાન થયા ત્યાં સુધીનાં ચરિત્રોનું સંક્ષેપથી આ ગ્રંથમાં વિવરણ કરવામાં આવ્યું છે.

તેમાં મુખ્યત્વે મહારાજ જ્યાં જ્યાં વિચર્યા છે તે ગામ, શહેર તથા વનનો નામોલ્લેખ કરી શ્રીહરિની કલ્યાણ યાત્રાનો ચિતાર આપ્યો છે. સાતમા વિશ્રામમાં શ્રીહરિએ જે જે જગ્યાએ સ્નાનલીલા કરી છે તેનું વર્ણન છે તથા આઠમા વિશ્રામમાં પ્રભુએ જ્યાં જ્યાં મોટા ઉત્સવ-સમૈયા કર્યા છે તેનું દર્શન કરાવ્યું છે.

આમ, મહારાજની મૂર્તિ સાથે અખંડવૃત્તિ રાખવાની ઇચ્છાવાળા માટે આ ગ્રંથ અમૃત સમાન છે. હિન્દી ભાષામાં રચાયેલા આ ગ્રંથમાં કુલ ૮ વિશ્રામ અને ૩૪૨ ચરણો છે. આ ગ્રંથ રચનાનો સમય તથા સ્થળ ઉપલબ્ધ નથી.

શ્રીહરિનાં આ ચરિત્રોનો મહિમા સ્વામીએ જ ગ્રંથના ઉપસંહારમાં આ રીતે ગાયો છે:

અમૃતવત હે હરિકે ચરિત્ર, જ્યું સુધી ટેડી ગંગ કરત પવિત્ર ।

ઐસે જાનકે જાહ્નવી નાહના, શુદ્ધાશુદ્ધ વાકું જો ન જાના ॥ (૮-૪૪)

જ્યું સુરસરિતા સબકું સુખરૂપા, તૈસે હરિજશ અતિશે અનુપા ।

સો તો લગત હરિજનકું પ્યારા, કહત સુનત સો વારમવારા ॥ (૮-૪૫)

વિશ્રામ 🏠 home ગ્રંથ મહિમા વિશ્રામ ૧ વિશ્રામ ૨ વિશ્રામ ૩ વિશ્રામ ૪ વિશ્રામ ૫ વિશ્રામ ૬ વિશ્રામ ૭ વિશ્રામ ૮