લગ્નશકુનાવલિ
ગ્રંથ મહિમા
જ્યોતિષ શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારનાં લગ્નો વર્ણવ્યાં છે.
લગ્ન એટલે પોતાની ધરી ઉપર ફરી રહેલી પૃથ્વી કોઈ એક રાશિમાંથી પસાર થાય તેટલો સમય. તે સમયને તે તે રાશિના નામનું લગ્ન કહેવાય છે.
મોટે ભાગે બાળકની જન્મકુંડળી બનાવવમાં, કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવામાં કે પ્રશ્ન-ઉત્તર કરવામાં આ લગ્નનો ઉપયોગ કરવામાં આવે છે.
તે તે લગ્નના યોગમાં મનુષ્યને કેવા કેવા પ્રકારની શુભાશુભ અસર થાય તેનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવ્યું છે.
છેલ્લે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનો હૃદ્ગત અભિપ્રાય બતાવ્યો છે:
હમ નિશદિન ચિંતવન હૈ, પ્રગટ શ્રીસહજાનંદ ।
સબ શકુનમેં સબ લગ્નમેં, સદા હોત હૈ આનંદ ॥
સર્વકર્તા શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાળા ભક્તો માટે આ વાત સારરૂપ છે. સંવત ૧૮૮૩ના મહા સુદ ૨ના રોજ લખાયેલ આ ગ્રંથની ભાષા હિન્દી છે. તેમાં ફક્ત ૧૭ દોહા છે.
૧૨ રાશીનાં નામ અને અંગ્રેજી સમાંતરનાં નામ આ પ્રમાણે છે:
૧. મેષ - Aries
૨. વૃષભ - Taurus
૩. મિથુન - Gemini
૪. કર્ક - Cancer
૫. સિંહ - Leo
૬. કન્યા - Virgo
૭. તુલા - Libra
૮. વૃશ્ચિક - Scorpio
૯. ધન (ધનુ) - Sagittarius
૧૦. મકર - Capricorn
૧૧. કુંભ - Aquarius
૧૨. મીન - Pisces