શિક્ષાપત્રીભાષા
ગ્રંથ મહિમા
આપણા ઇષ્ટદેવ શ્રીહરિએ ચારેય પુરુષાર્થને આપનારી મૂળ ‘શિક્ષાપત્રી’ સંસ્કૃતભાષામાં લખી છે. તેનો અર્થ સમજવામાં તથા તેને કંઠસ્થ કરવામાં સરલતા રહે તે માટે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. આ ગ્રંથની કુલ ૨૬૦ ચોપાઈ છે.
મંગળકારી મૂરતિ, શ્રીસહજાનંદ સુખધામ ।
ભક્તિધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ॥
સહજાનંદ ગુરુએ એ વિધિ રે, શિક્ષાપત્રી અનુપમ કીધી રે ।
પત્રી ગીર્વાણ એ કહેવાતી રે, તે પર ભાષા કરી ગુજરાતી રે ॥