કીર્તન મુક્તાવલી

વિવિધ પ્રાર્થના


સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો

સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો, વંદન આજ અમારાં,

અમે બાળક છીએ તમારાં, સ્વામી બાળક છીએ તમારાં... ꠶ટેક

નથી અમારી પાસ હો ભગવન, ભાત ભાતનાં ફૂલો;

પણ ઉરની બગીઓમાં ખીલ્યાં છે, ભક્તિભાવનાં ફૂલો;

એ ફૂલોને માની લેજો, કુમળાં હૃદય અમારાં... અમે꠶ ૧

ભોળા થઈને કરીએ અમે તો, ભાત ભાતની ભૂલો;

પણ તુજને ન ભૂલીએ હરદમ, અમો ચડાવીએ ફૂલો;

એ ફૂલોમાં મૂકીએ અમે તો, હરદમ પ્રાણ અમારા... અમે꠶ ૨

 

અમે સૌ સ્વામીના બાળક

અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે;

અમે સૌ શ્રીજીતણા યુવક, લડીશું શ્રીજીને માટે... ꠶ટેક

નથી ડરતા નથી કરતા, અમારા જાનની પરવા;

અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા... અમે꠶ ૧

અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું;

અમારા અક્ષરપુરુષોત્તમ, ગુણાતીત જ્ઞાનને ગાઈશું... અમે꠶ ૨

અમે સૌ શ્રીજી તણાં પુત્રો, અક્ષરે વાસ અમારો છે;

સ્વધર્મી ભસ્મ ચોળી તો, અમારે ક્ષોભ શાનો છે... અમે꠶ ૩

જુઓ સૌ મોતીના સ્વામી, ન રાખી કાંઈ તે ખામી;

પ્રગટ પુરુષોત્તમ પામી, મળ્યા ગુણાતીત સ્વામી.. અમે꠶ ૪

 

અહોનિશ દર્શન દેજો રે

અહોનિશ દર્શન દેજો રે, મૂર્તિ ચૈતન્યમાં રહેજો... ꠶ટેક

અક્ષરપુરુષોત્તમ પ્રભુ નામ તમારું,

 સતથી ચિત્તમાં સંભારું રે... મૂર્તિ꠶ ૧

જતન કરીને મારા હૃદિયામાં રાખું,

 હેતે હું હરિરસ ચાખું રે... મૂર્તિ꠶ ૨

હરિવર હૈડથી પળ ન વિસારું,

 ટાળ્યું અંતરનું અંધારું રે... મૂર્તિ꠶ ૩

શ્રીહરિએ લીધું મારા ચિત્તડાને ચોરી,

 છો મારી જીવનદોરી રે... મૂર્તિ꠶ ૪

પૂરણ બ્રહ્મ સ્વરૂપ છો યોગી,

 છો ભારે બ્રહ્મરસના ભોગી રે... મૂર્તિ꠶ ૫

તેજ તમારું ત્રિલોકથી ન્યારું,

 પૂરણ લાગે છે મુને પ્યારું રે... મૂર્તિ꠶ ૬

આ રે સ્વામીને મારા હૃદિયામાં રાખું,

 દુનિયાનાં દુઃખ વારી નાખું રે... મૂર્તિ꠶ ૭

જગદીશાનંદ કહે નાથ તમારી,

 મૂર્તિમાં રહેજો વૃત્તિ મારી રે... મૂર્તિ꠶ ૮

 

જય કરુણાકર પ્રગટ હરિવર

જય કરુણાકર પ્રગટ હરિવર, સ્વામિનારાયણ ભગવાન વંદું... ꠶ટેક

વિષ્ણુ વિરંચિ શિવ સનકાદિક, નિશદિન જેનું ધરતા ધ્યાન;

એવા અક્ષરધામના ધામી... સ્વામિ꠶ ૧

શ્રુતિ સ્મૃતિ વિધવિધ રૂપે, નિરૂપણ કરીને કરતાં ગાન;

એવા અક્ષરધામના ધામી... સ્વામિ꠶ ૨

ધર્મ-ભક્તિથી નરતનુ ધારી, પોતે પ્રગટ્યા કૃપાનિધાન;

એવા અક્ષરધામના ધામી... સ્વામિ꠶ ૩

 

તમારી મૂર્તિ વિના મારા નાથ રે

તમારી મૂર્તિ વિના મારા નાથ રે,

 બીજું મને આપશો મા;

હું તો એ જ માગું છું જોડી હાથ રે,

 બીજું મને આપશો મા... ꠶ટેક

આપો તમારા જનનો સંગ રે,

 મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું꠶ ૧

મારા ઉરમાં કરો નિવાસ રે,

 મને રાખો રસિયા તમ પાસ રે... બીજું꠶ ૨

એ જ અરજી દયાનિધિ દેવ રે,

 આપો ચરણકમલની સેવ રે... બીજું꠶ ૩

કરો ઇતર વાસના દૂર રે,

 રાખો પ્રેમાનંદને હજૂર રે... બીજું꠶ ૪

 

પધારોને સહજાનંદજી હો

પધારોને સહજાનંદજી હો, ગુના’ કરીને માફ ꠶ટેક

પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;

પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઇચ્છારામને પ્રણામ હો... ગુન્હા꠶ ૧

પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;

માત પિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા꠶ ૨

ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;

એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા꠶ ૩

અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;

પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા꠶ ૪

 

ભાવ ધરીને બોલો જય જય

ભાવ ધરીને બોલો, જય જય અક્ષર પુરુષોત્તમ;

 જય જય અક્ષર પુરુષોત્તમ... જય જય ꠶ટેક

શાસ્ત્ર સકળનો સાર પરમ એ, બ્રહ્મ અને પરબ્રહ્મ;

 જય જય બ્રહ્મ અને પરબ્રહ્મ... જય જય ꠶ ૧

મૂળ અક્ષર એ બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ;

 જય જય ગુણાતીતાનંદ... જય જય ꠶ ૨

પુરુષોત્તમ પરબ્રહ્મ પરાત્પર, શ્રીહરિ સહજાનંદ;

 જય જય શ્રીહરિ સહજાનંદ... જય જય ꠶ ૩

ભગતજીને યજ્ઞપુરુષમાં, જ્ઞાનજીવનને પ્રમુખસ્વામીમાં;

 વિચરી રહ્યા ભગવંત... જય જય ꠶ ૪

સેવા-સમર્પણ ધર્મ ભક્તિને, સંપ સુહૃદભાવ ઐક્ય ધરીને;

 કરીએ શ્રીજીને પ્રસન્ન... જય જય ꠶ ૫

ભાવે નામ રટન કરવાથી, શાંતિ પામે મન;

 જય જય શાંતિ પામે મન... જય જય ꠶ ૬

 

ભૂલીશ હું જગતની માયા

ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને;

જીવન આધાર દીનબંધુ, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶ટેક

કદાપિ મહેલમાં સૂતો, રખડતો શહેર કે રસ્તે;

સુખી હઉં કે દુઃખી હઉં, પણ ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૧

બનું હું રંક કે રાજા, કદાપિ શેઠ દુનિયાનો;

અમીરી કે ફકીરીમાં, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૨

જીવનના ધમપછાડામાં, અગર મૃત્યુ બિછાનામાં;

મરણના શ્વાસ લેતાં પણ, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૩

દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે;

પરંતુ પ્રાણના ભોગે, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૪

પૂર્યા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો?

દીવાનો દાસ રસિક કહે છે, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૫

 

વંદન કરીએ પ્રભુ ભાવ ધરી

વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, સ્વામિનારાયણ શ્રી સહજાનંદજી... ꠶ટેક

આપ પ્રભુ છો ધામના ધામી, બળવંતા બહુનામી હરિ... વંદન꠶ ૧

જીવ અનંતના મોક્ષને અર્થે, અનાદિ અક્ષર સાથ લઈ... વંદન꠶ ૨

પુરુષોત્તમ નારાયણ પોતે, પ્રગટ્યા માનવ દેહ ધરી... વંદન꠶ ૩

સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર, પુરુષોત્તમ સહજાનંદજી... વંદન꠶ ૪

યજ્ઞપુરુષમાં અખંડ રહીને, જ્ઞાનજીવનમાં અખંડ રહીને,

નારાયણસ્વરૂપમાં અખંડ રહીને, ઉપાસના શુદ્ધ પ્રગટ કરી... વંદન꠶ ૫

ભક્તિ એ જ અમારું જીવન, સેવા એ જ અમારું જીવન,

 દેજો રોમે રોમ ભરી... વંદન꠶ ૬

હે ભક્તવત્સલ કરુણાસાગર, વિનંતી કરું કર જોડી હરિ... વંદન꠶ ૭

હેતુ રહિત ભક્તિ તવ ચરણે, દેજો તન મન ધનથી હરિ... વંદન꠶ ૮

 

શ્રીહરિ જય જય જય જયકારી

શ્રીહરિ જય જય જય જયકારી... ꠶ટેક

અક્ષરધામના ધામી તમે છો, પુરુષોત્તમ પરબ્રહ્મ હરિ છો;

 ભક્તજનોના ભવભયહારી... શ્રીહરિ꠶ ૧

પ્રગટ હરિ ગુરુ દર્શન આપો, પ્રભુ તવ નામના જપીએ જાપો;

 તવ મૂરતિ નિત્ય હૃદયે ધારી... શ્રીહરિ꠶ ૨

સદ્‍બુદ્ધિ સદ્‍ગુણ પ્રભુ આપો, અભય કર મુજ શિર પર સ્થાપો;

 વિઘ્ન સકળને સદ્ય વિદારી... શ્રીહરિ꠶ ૩

શાસ્ત્રી મહારાજના ગુણ નિત્ય ગાવું, યોગીજી મહારાજના ગુણ નિત્ય ગાવું,

 પ્રમુખસ્વામીના ગુણ નિત્ય ગાવું, તવ ચરણોમાં શિશ નમાવું;

 આશિષ વચન દ્યો આનંદકારી... શ્રીહરિ꠶ ૪

 

સ્વામી સહજાનંદ મહારાજ

સ્વામી સહજાનંદ મહારાજ, મારા હૃદયે રહેજો હો,

કરુણાસાગર હે વૃષરાજ, મને તવ દર્શન દેજો હો;

મારા આંગણિયાને આજ, પ્રભુજી પાવન કરજો હો... ꠶ટેક

પ્રભુ હું દોષ થકી ભરપૂર રાચી રહેલો,

થઈ મોહ મમતામાં ચકચૂર ફરતો ઘેલો;

તો પણ રાખી મારી લાજ નાથ ઉગારી લેજો હો... સ્વામી꠶ ૧

આવ્યો શરણે હે અવિનાશ આજ તમારી,

પૂરણ કરજો મુજ અભિલાષ વિનંતી મારી;

સુણી સેવકનો દીન અવાજ, મને તવ શરણું દેજો હો... સ્વામી꠶ ૨

આરત હૃદયે હે ઘનશ્યામ વિનંતી કરું છું,

શરણાગત વત્સલ સુખધામ શીશ ધરું છું;

દીનબંધું ગરીબનિવાજ, ભવજળ તારી લેજો હો... સ્વામી꠶ ૩

Various Prārthanā

Svīkārī lyo svīkārī lyo

Svīkārī lyo svīkārī lyo, vandan āj amārā,

 Ame bāḷak chhīe tamārā, Swāmī bāḷak chhīe tamārā...

Nathī amārī pās ho Bhagwan, bhāt bhātnā fūlo;

 Paṇ urnī bagīomā khīlyā chhe, bhaktibhāvnā fūlo;

E fūlone mānī lejo, kumaḷā hraday amārā... ame 1

 Bhoḷā thaīne karīe ame to, bhāt bhātnī bhulo;

Paṇ tujne na bhulīe hardam, amo chaḍāvīe fūlo;

 E fūlomā mūkīe ame to, hardam prāṇ amārā... ame 2

 

Ame sau Swāmīnā bāḷak

Ame sau Swāmīnā bāḷak,

 Marīshu Swāmīne māṭe;

Ame sau Shrījītaṇā yuvak,

 Laḍīshu Shrījīne māṭe...

Nathī ḍartā nathī kartā,

 Amārā jānnī parvā;

Amāre ḍar nathī koīno,

 Ame janmyā chhīe marvā... ame 1

Ame ā yagna ārambhyo,

 Balidāno ame daīshu;

Amārā Akshar Purushottam,

 Guṇātīt gnānne gāīshu... ame 2

Ame sau Shrījī taṇā putro,

 Akshare vās amāro chhe;

Svadharmī bhasma choḷī to,

 Amāre kshobh shāno chhe... ame 3

Juo sau Motīnā Swāmī,

 Na rākhī kaī te hāmī;

Pragaṭ Purushottam pāmī,

 Maḷyā Guṇātīt Swāmī... ame 4

 

Ahonish darshan dejo re

Ahonish darshan dejo re, mūrti chaitanyamā rahejo...

Akshar Purushottam Prabhu nām tamāru,

 Satthī chittmā sambhārū re... mūrti 1

Jatan karīne mārā hradiyāmā rākhu,

 Hete hu Hariras chākhu re... mūrti 2

Harivar haidethī pal na visāru,

 Tālyu antarnu andhārū re... mūrti 3

Shriharie līdhu mārā chittḍāne chorī,

 Chho mārī jīvandorī re... mūrti 4

Pūran Brahma swarup chho yogī,

 Chho bhāre Brahmarasnā bhogī re... mūrti 5

Tej tamāru trilokthī nyāru,

 Pūran lāge chhe mune pyāru re... mūrti 6

Ā re Swāmīne mārā hradiyāmā rākhu,

 Duniyānā dukh vārī nākhu re... mūrti 7

Jagdīshānand kahe Nāth tamārī,

 Mūrtīmā rahejo vrutti mārī re... mūrti 8

 

Jay karūṇākar pragaṭ Harivar

Jay karūṇākar pragaṭ Harivar,

  Swāminārāyaṇ Bhagwān vandu...

Vishṇu viranchi Shiv Sanakādik,

 Nishdin jenu dhartā dhyān;

  Evā Akshardhāmnā Dhāmī... Swāmi 1

Shruti Smruti vidhvidh rūpe,

 Nīrupaṇ karīne kartā gān;

  Evā Akshardhāmnā Dhāmī... Swāmi 2

Dharma-bhaktithī nartanu dhārī,

 Pote pragaṭyā krūpānidhān;

  Evā Akshardhāmnā Dhāmī... Swāmi 3

 

Tamārī mūrti vinā mārā Nāth re

Tamārī mūrti vinā mārā Nāth re,

 Bīju mane āpsho mā;

Hu to e ja māgu chhu jodī hāth re,

 Bīju mane āpsho mā...

Āpo tamārā janno sang re,

 Mārā jīvamā e ja umang re... bīju 1

Mārā urmā karo nivās re,

 Mane rākho rasiyā tam pās re... bīju 2

Ej arjī Dayānidhi dev re,

 Āpo charaṇkamalni sev re... bīju 3

Karo itar vāsanā dūr re,

 Rākho Premānandne hajūr re... bīju 4

 

Padhārone Sahajānandjī ho

Padhārone Sahajānandjī ho, gunā’ karīne māf °ṭek

Praṇām chhe Dharmatātne re, Bhaktimātāne praṇām;

Praṇām chhe Jyeṣhṭh Bhrātne, Ichchhārāmne praṇām ho... Gunhā° 1

Pati melyā piyu tam kāraṇe, melī kuḷ-marajād;

Māt pitā mūkyā chhe Swāmī, ek tamāre kāj ho... Gunhā° 2

Garuḍ tajīne pāḷā padhāryā, gaj sāru Mahārāj;

Evī rīte tame āvo dayāḷu, karavā amārā kāj ho... Gunhā° 3

Am jevā tamane ghaṇā, paṇ tamo amāre ek;

Premsakhī vinanti kare chhe, rākho amārī ṭek ho... Gunhā° 4

 

Bhāv dharīne bolo

Bhāv dharīne bolo,

Jay jay Akshar Purushottam;

 Jay jay Akshar Purushottam... jay jay

Shāstra sakaḷno sār param e,

Brahma ane Parabrahma;

 Jay jay Brahma ane Parabrahma... jay jay 1

Muḷ Akshar e Brahma anādi,

Guṇātītānand;

 Jay jay Guṇātītānand... jay jay 2

Purushottam Parabrahma parātpar,

Shrī Hari Sahajānand;

 Jay jay Shrīhari Sahajānand... jay jay 3

Bhagatjīne Yagnapurushmā,

Gnānjīvanne Pramukh Swāmīmā;

 Vicharī rahyā Bhagwant... jay jay 4

Sevā-samarpaṇ dharma bhaktine,

Samp suhradbhāv aikya dharīne;

 Karīe Shrījīne prasanna... jay jay 5

Bhāve nām raṭan karvāthī,

Shānti pāme man;

 Jay jay shānti pāme man... jay jay 6

 

Bhūlīsh hu jagatnī māyā

Bhūlīsh hu jagatnī māyā,

 Gurujī nahī bhulu tamne;

Jīvan ādhār Dīnbandhu,

 Gurujī nahī bhulu tamne...

Kadāpi mahelmā sūto,

 Rakhaḍto shaher ke raste;

Sukhī hau ke dukhī hau,

 Paṇ gurujī nahī bhulu tamne... 1

Banu hu rank ke rājā,

 Kadāpi sheth duniyāno;

Amīrī ke fakīrīmā,

 Gurujī nahī bhulu tamne... 2

Jīvannā dhampachhāḍāmā,

 Agar mrutyu bichhānāmā;

Maraṇnā shvās letā paṇ,

 Gurujī nahī bhulu tamne... 3

Dukhonā ḍungaro tūṭe,

 Kadi ākhu jagat ruṭhe;

Parantu prāṇnā bhoge,

 Gurujī nahī bhulu tamne... 4

Pūryā man mandire Swāmī,

 Pachhīthī kyā javānā chho?

Dīvāno dās Rasik kahe chhe,

 Gurujī nahī bhulu tamne... 5

 

Vandan karīe Prabhu bhāv dharī

Vandan karīe Prabhu bhāv dharī,

 Swāminārāyaṇ Shrī Sahajānandjī...

Āp Prabhu chho Dhāmnā Dhāmī,

 Baḷvantā bahunāmī Hari... vandan 1

Jīva anantnā mokshane arthe,

 Anādi Akshar sāth laī... vandan 2

Purushottam Nārāyaṇ pote,

 Pragaṭyā mānav deh dharī... vandan 3

Swāmī Guṇātīt anādi Akshar,

 Purushottam Sahajānandjī... vandan 4

Yagnapurushmā akhanḍ rahīne,

 Upāsanā shuddh pragaṭ karī... vandan 5

Bhakti e ja amāru jīvan,

 Dejo rome rom bharī... vandan 6

He Bhaktavatsal Karuṇāsāgar,

 Vinantī karu kar joḍī Hari... vandan 7

Hetu rahit bhakti tav charaṇe,

 Dejo tan man dhanthī Hari... vandan 8

 

Shrī Hari jay jay jay jaykārī

Shrī Hari jay jay jay jaykārī...

Akshardhāmnā Dhāmī tame chho,

 Purushottam Parabrahma Hari chho;

  Bhaktajanonā bhavbhayhārī... Shrī Hari 1

Pragaṭ Hari guru darshan āpo,

 Prabhu tav nāmnā japīe jāpo;

  Tav mūrti nitya hradaye dhārī... Shrī Hari 2

Sadbuddhi sadguṇ Prabhu āpo,

 Abhay kar muj shir par sthāpo;

  Vighna sakaḷne, sadya vidārī... Shrī Hari 3

Shāstrī Mahārājnā guṇ nitya gāvu,

 Tav charaṇomā shīsh namāvu;

  Āshīsh vachan dyo ānandkārī... Shrī Hari 4

 

Swāmī Sahajānand Mahārāj

Swāmī Sahajānand Mahārāj, mārā hradaye rahejo ho,

Karūṇāsāgar he Vrushrāj, mane tav darshan dejo ho;

Mārā āngaṇiyāne āj, Prabhujī pāvan karjo ho...

Prabhu hu dosh thakī bharpur, rāchī rahelo,

Thaī moh mamtāmā chakchur, farto ghelo;

To paṇ rākhī mārī lāj, Nāth ugārī lejo ho... Swāmī 1

Āvyo sharaṇe he Avināsh, āj tamārī,

Pūraṇ karjo muj abhilāsh, vinantī mārī;

Suṇī sevakno dīn avāj, mane tav sharaṇu dejo ho... Swāmī 2

Ārat hradaye he Ghanshyām, vinantī karū chhu,

Sharaṇāgat vatsal sukhdhām, shīsh dharū chhu;

Dīnbandhu garībnivāj, bhavjaḷ tārī lejo ho... Swāmī 3

Prārthanā Selection

સ્વીકારી લ્યો

અમે સૌ સ્વામીના બાળક

અહોનિશ દર્શન દેજો રે

જય કરુણા કર પ્રગટ

તમારી મૂર્તિ વિના

પધારોને સહજાનંદજી

ભાવ ધરીને બોલો જય

ભૂલીશ હું જગતની માયા

વંદન કરીએ પ્રભુ

શ્રીહરિ જય જય

સ્વામી સહજાનંદ

Svīkārī lyo

Ame sau Swāmīnā

Ahonish darshan

Jay karūṇākar pragaṭ

Tamārī mūrti vinā mārā

Padhārone Sahajānandjī

Bhāv dharīne bolo

Bhūlīsh hu jagatnī māyā

Vandan karīe Prabhu

Shrī Hari jay jay

Swāmī Sahajānand Mahārāj

loading