સ્તોત્ર સિન્ધુ
૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્
દ્રુતવિલમ્બિત વૃત્તમ્
વદનતર્જિત – રમ્ય –હિમાંશુકે
કમલકોમલ – પત્રવિલોચને ।
મદનમોહન – સુન્દર – વિગ્રહે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૧॥
પોતાના વદનકમળથી તિરસ્કૃત કર્યો છે ચંદ્રમા જેમણે, કમળના કોમળ પત્રોનાં જેવાં છે લોચન જેમનાં, કામદેવને પણ મોહિત કરતા એવા સુંદર દેહવાળા, ભવાટવીનો નાશ કરનારા એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૧)
મુનિસમાજ – સદાસન – સંસ્થિતે
પુરટનૂપુર – રમ્યપદામ્બુજે ।
ઉદરનાભિ – વલિત્રય – રાજિતે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૨॥
મુનિઓની સભામાં સુંદર આસન ઉપર વિરાજમાન, સુવર્ણનાં ઝાંઝરથી સુંદર શોભાયમાન છે ચરણારવિંદ જેમનાં, ઉદરની નાભિ ઉપરની ત્રિવળીથી શોભાયમાન, ભવાટવીનો નાશ કરનારા એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૨)
કુસુમમાલ – વિશાલભુજાન્તરે
મધુરહાસવિલાસ-મુખામ્બુજે ।
રુચિર – કેસરચન્દન – ચર્ચિતે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૩॥
ફૂલોની માળાથી યુક્ત, વિશાળ છે હૃદયનો ભાગ જેમનો, મધુર હાસ્યના વિસ્તારવાળું છે મુખકમળ જેમનું, સુંદર કેસર યુક્ત ચંદનથી પૂજા કરાયેલા, ભવાટવીનો નાશ કરનાર એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૩)
જઘન – કાંચન – ભાસુરમેખલે
લલિતમૌક્તિકહાર-મનોહરે ।
કુટિલ – મંજુલનીલ – શિરોરુહે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૪॥
કમરના ભાગ ઉપર સોનાના દેદીપ્યમાન કંદોરાવાળા, સુંદર મોતીઓના હારથી મનોહર એવા, વાંકડિયા સુંદર કાળા કેશવાળા એવા, ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૪)
વિશદચન્દ્ર – કરપ્રભ – શેખરે
પ્રણતપાપવિનાશ – દિવાકરે ।
ધૃતવલક્ષ – વિશાલ – ઘનામ્બરે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૫॥
સ્વચ્છ ચંદ્રમાનાં કિરણોની કાંતિની માફક સુંદર ગજરા તોરાવાળા, પોતાના શરણમાં આવેલાનાં પાપનો નાશ કરવામાં સૂર્ય સમાન, ધારણ કર્યાં છે શ્વેત વિશાળ ઘાટાં વસ્ત્ર જેમણે, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૫)
ક્ષપિતભક્ત – મનોભવ – વેદને
કનકભૂષણ – હારિ – કરદ્વયે ।
અરુણરાગ – શિરઃપટ – શોભિતે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૬॥
ભક્તોની કામપીડાઓને નષ્ટ કરનારા, સુવર્ણનાં ભૂષણોથી શોભાયમાન છે બંને હસ્તકમળ જેમના, (અરુણોદયના) રાતા રંગવાળી પાઘથી શોભતા, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૬)
તિલકલક્ષણ – રાજિત – ગંડકે
શ્રુતિસિતેતર – બિન્દુ – મનોહરે ।
શ્રવણકુંડલ – શાલિ – કપોલકે
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૭॥
તલનાં ચિહ્નોથી શોભિત ગાલવાળા, કાન ઉપરના કાળા તલથી મનોહર એવા, કાનનાં કુંડળોથી શોભાયમાન છે ગાલ જેમના, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૭)
મધુરવાક્ય – સુધારસ – પોષકે
નિજજનોદિત – યોગરહસ્યકે ।
વદતિ સંસદિ કૃષ્ણ – નિરૂપણં
ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૮॥
મધુર વાક્યોથી અમૃતરસનું પાન કરાવનારા, પોતાના આશ્રિત જનોને ઉપદેશ્યું છે યોગનું રહસ્ય જેણે એવા અને સભામાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું જે નિરૂપણ કરે છે, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૮)
Vadana tarjita ramya himānshuke (Shrī Vṛuṣhanandanāṣhṭakam)
2-19002: Achintyanand Brahmachari
Category: Sanskrut Stotro
Vadana-tarjit - ramya - himānshuke
Kamala-komal - patra-vilochane |
Madana-mohan - sundar - vigrahe
Bhavahare’stu mano Vṛuṣhanandane ||1||
munisamāj - sadāsan - sansthite
puraṭanūpur - ramyapadāmbuje |
udaranābhi - valitraya - rājite
Bhavahare’stu mano Vṛuṣhanandane ||2||
Kusumamāl - vishāla-bhujāntare
Madhura-hāsavilāsa-mukhāmbuje |
Ruchir - kesara-chandan - charchite
Bhavahare’stu mano Vṛuṣhanandane ||3||
Jaghan - kānchan - bhāsuramekhale
Lalita-mauktikahār - manohare |
Kuṭil - manjulanīl - shiroruhe
Bhavahare’stu mano Vṛuṣhanandane ||4||
Vishada-chandra - karaprabh - shekhare
Praṇata-pāpavināsh - divākare |
Dhṛutavalakṣha - vishāl - ghanāmbare
Bhavahare’stu mano Vṛuṣhanandane ||5||
Kṣhapita-bhakta - manobhav - vedane
Kanaka-bhūṣhaṇ - hāri - karadvaye |
Aruṇarāg - shirahpaṭ - shobhite
Bhavahare’stu mano Vṛuṣhanandane ||6||
Tilaka-lakṣhaṇ - rājit - ganḍake
Shrutisitetar - bindu - manohare |
Shravaṇa-kunḍal - shāli - kapolake
Bhavahare’stu mano Vṛuṣhanandane ||7||
Madhuravākya - sudhāras - poṣhake
Nijajanodit - yoga-rahasyake |
Vadati sansadi Kṛuṣhṇa - nirūpaṇan
Bhavahare’stu mano Vṛuṣhanandane ||8||