સ્તોત્ર સિન્ધુ
૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્
રથોદ્ધતા છંદ
જ્ઞાનધર્મ-સુવિરક્તિ-શાલિનં
શ્રીહરૌ રતિવિશિષ્ટ – માનસમ્ ।
ધર્મયુક્ત – પુરુષાધિક – પ્રિયં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૧॥
સદા શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને, હૃદે શ્રીહરિમાં પરા પ્રીતિ જેને;
અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને, કરું વંદના પ્રાગજી સદ્ગુરુને. (૧)
બ્રહ્મરૂપ – મખિલાર્થદં વિભું
યોગયુક્ત – મુરુપુણ્ય – સંગતમ્ ।
સ્વપ્રતાપ – નિહતાખિલાસુરં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૨॥
સહી સર્વ વ્યાપી મનોકામ પૂરે, મહા પુણ્યશાળી અને યોગવીર;
હણ્યા ભક્તના માન મોહાદિ શત્રુ, કરું વંદના પ્રાગ્જિ જેને ન શત્રુ. (ર)
દિવ્યનિર્ગુણ – મનોરમાકૃતિં
નૈકકોટિ – રવિચન્દ્ર – ભાસુરમ્ ।
દૃષ્ટમાત્ર – નરનાટકં સદા
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૩॥
મનોહારી દિવ્યાકૃતિ રમ્ય જેની, કરોડો શશી સૂર્ય શી કાંતિ જેની;
નરનાટ્ય રૂપે જુએ જક્તને જે, કરું વંદના પ્રાગજી સદ્ગુરુને. (૩)
અક્ષરાધિપતિ – તુલ્યતાં ગતં
સ્વાન્તરે હિ હરિમૂર્તિદર્શિતમ્ ।
સર્વજીવ – હૃદયસ્થ – વેદનં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૪॥
થયા તુલ્ય શ્રી અક્ષરાધીશજીને, જુએ અંતરે જે સદા શ્રીહરિને;
સમાધિથી સૌને બતાવે પ્રભુ જે, કરું વંદના પ્રાગજી સદ્ગુરુને. (૪)
જન્મમૃત્યુ – ભવબન્ધમોક્ષણં
પ્રાજ્યશિષ્ય – શુચિબોધકં મુદા ।
સ્વાશ્રિતામિતજનૈઃ સુપૂજિતં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૫॥
બધા બંધ સંસારના છેદનારું, કથે જ્ઞાન રૂડું સદા શિષ્ય સારુ;
સુપૂજ્યા મુદા જે અસંખ્યાશ્રિતોએ, કરું વંદના પ્રાગજીને સદાયે. (૫)
કૃષ્ણશાસન – વિલમ્બનારુચિં
દુષ્ટલોક – વિકૃતાનય – ક્ષમમ્ ।
માનમત્સર – નરા – વિબોધિતં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૬॥
પ્રભુ કેરી આજ્ઞા વિશે જે અધીરા, સહે કષ્ટ દુષ્ટો તણાં જે ગંભીરા;
ન જાણ્યા કદી ક્રોધી માની જનોએ, કરું વંદના પ્રાગ્જિને દિવ્યભાવે. (૬)
ઇન્દ્રિયાશ્વ – વિજિતં ક્ષમાભૃતં
કામદોષ – દહને પટું ભૃશમ્ ।
નિર્નિમેષ – નયનં પરાપહં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૭॥
ક્ષમાસિંધુ ને ઇન્દ્રિયાશ્વો વિજેતા, અનંગાદિ દોષો તણા જે નિહંતા;
સમાધિષ્ઠ વર્તે સદા નિર્નિમેષ, કરું વંદના પ્રાગજી શુભ્રવેષ. (૭)
ભૂરિ કોમલસુધા – સમાક્ષરં
દૃગ્વિલાસ – હૃત – ભક્તચેતસમ્ ।
નીલકંઠ – સુતતુલ્ય – વિગ્રહં
પ્રાગ્જિતં ગુરુમહં નમામિ તમ્ ॥૮॥
સુધા માધુરી શાં મૃદુ વેણ ભાખે, હરે ભક્તનાં ચિત્ત નેણાં કટાક્ષે;
નિહાળી જ કાયા ગણું શ્રી ગણેશ, કરું વંદના પ્રાગજી જે મહેશ. (૮)
✾ ✾ ✾
શાર્દૂલવિક્રીડિતમ્
શ્રીમન્નિર્ગુણ-મૂર્તયે ચ વિભવે જ્ઞાનોપદેષ્ટ્રે સદા
સર્વજ્ઞાય સમગ્ર – સાધુગુણિને માયાપરાય સ્વયમ્ ।
સર્વૈશ્વર્યવતે નિજાશ્રિતજનાનાં દોષહર્ત્રે ચ મે
પ્રાગ્જિત્ - સદ્ગુરવે નમોસ્તુ સતતં બ્રહ્માત્મમુક્તાયતે ॥૯॥
શ્રીમન્ નિર્ગુણમૂર્તિ સુંદર તનૂ, જે જ્ઞાનવાર્તા કથે,
જે સર્વજ્ઞ સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે;
સર્વૈશ્વર્યથી પૂર્ણ આશ્રિત જનોના દોષ ટાળે સદા,
એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને, પ્રેમે નમું સર્વદા. (૯)