સ્તોત્ર સિન્ધુ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્

પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

શાર્દૂલવિક્રીડિતમ્

શ્રીજીશ્રીપદપંકજેન પુનિતા સૌરાષ્ટ્ર – દેશસ્ય ભૂઃ
યસ્યાં પ્રાદુરભૂત્ સ્વયં મુનિગુણાતીતશ્ચ મુક્તાઃ ક્ષિતૌ ।
તસ્મિન્ ધારિપુરે ત્વજાયત યતિર્વૈરાગ્યમૂર્તિઃ સ્વયં
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં વન્દે સદા ભક્તિતઃ ॥૧॥

શ્રીજીના પદપંકજે પુનિત થૈ, સૌરાષ્ટ્રની જે ધરા,
જ્યાં ગુણાતીતજી સ્વયં પ્રગટિયા, ને મુક્ત મુનિવરા;
તેમાં ધારી વિષે ધર્યો જનમ જે, વૈરાગ્યની મૂર્તિએ,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું ધરી ભક્તિને. (૧)

રત્વા બાલ્યવયઃ પ્રિયં સ્વસદનં ત્યક્તં ત્વયૈકાદશે
સમ્મૃગ્યાતિશુચં ગુરું પ્રમુદતઃ શ્રીજીર્ણદુર્ગેઽવસત્ ।
દીક્ષાં ભાગવતીં પ્રધાય વિમલાં સ્વસ્થાનમધ્યે સ્થિતસ્
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં વન્દે ત્વહો સર્વદા ॥૨॥

ખેલી શૈશવ કાળમાં ગૃહ ત્યજ્યું, જે વર્ષ એકાદશે,
શોધી સદ્‌ગુરુને પ્રસન્ન કરિયા, જૂનાગઢે જે વસે;
દીક્ષા ત્યાગી તણી લઈ પુનિત જે, સ્વસ્થાનમાંહે રહ્યા,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું અહો સર્વદા. (૨)

આકર્ષન્તિ સુલોહકાન્તમણયો લોહં યથાગત્ય વૈ
સ્થાનં શાશ્વતમાપ્ય સન્ સ્થિરતમઃ કૃત્વાચ વૃત્તિં સ્થિરામ્ ।
ધ્યેયં શ્રીગુરુરાજ – યજ્ઞપુરુષસ્યાસેવનં ધાર્યતે
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં વન્દે સદા ભાવતઃ ॥૩॥

ખેંચાયે જેમ લોહ એ ચમકથી, તે રીત ખેંચાઈને,
સ્થાને શાશ્વત આવીને સ્થિર થયા, વૃત્તિ સ્થિતિ બાંધીને;
સેવા યજ્ઞપુરુષદાસ ગુરુની, કરવા ધર્યું ધ્યેય છે,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું ધરી ભાવને. (૩)

ધર્મે પ્રેમ ધરન્ હરેસ્સુવચને શ્રદ્ધાં ચરન્ શાશ્વતં
પ્રજ્ઞાનેન ચ પૂર્ણજીવિતમપિ પ્રકૃષ્ટ-નિર્માનિતા ।
વૈરાગ્યે રતિરસ્ય તીવ્રસબલા ત્યાગં સદા શોભિતું
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં ભાવેન વન્દે સદા ॥૪॥

ધર્મે પ્રેમ ધરી હરિ વચનમાં, શ્રદ્ધા ધરી જે રહે,
જ્ઞાને જીવન છે ભર્યું તદપિ જે, નિર્માનતા દાખવે;
વૈરાગ્યે રતિ જેમની અતિ ઘણી, શોભાવવા ત્યાગને,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું ધરી ભાવને. (૪)

સ્વામિ – શ્રીહરિભક્તિમેવ નવધા પ્રેમ્ણા વિધત્તે સદા
મિષ્ટાન્નં પરિવેષયન્વદતિ યઃ સ્વામિન્ હરે ખાદતાત્ ।
ભોજ્યં શીતજલં દદાતિ સમયે સેવાં કરોત્યાદરાત્
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં વન્દેઽનિશં ભાવતઃ ॥૫॥

ભક્તિ સ્વામી શ્રીજી તણી સુનવધા, પ્રેમે સદા જે કરે,
રૂડા થાળ જમાડતાં ‘હરિ જમો’, ‘સ્વામી જમો’ ઉચ્ચરે;
અર્પે શીતલ વારિ વ્યંજન રૂડાં, સેવે સમો સાચવી,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું અતિ ભાવથી. (૫)

વાણી દિવ્યસુધાભર મધુસમા સંજીવની સંક્ષિતૌ
દૃષ્ટાવસ્તિ સુદિવ્યતા હરિજનાન્ દ્રષ્ટું ચ દિવ્યં સમાન્ ।
સ્નેહો માતૃસમઃ પ્રિયશ્ચ હૃદયે હાસ્યં મુખે રાજતે
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં ભાવેન વન્દે સદા ॥૬॥

વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવની લોકમાં,
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નિરખવા, સુદિવ્ય ભક્તો બધા;
હૈયે હેત ભર્યું મીઠું જનનીશું, ને હાસ્ય મુખે વસ્યું,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, નિત્યે નમું ભાવશું. (૬)

લબ્ધ્વા બ્રહ્મપદં દધાતિ સતતં વૃત્તિં દૃઢાં શ્રીહરૌ
ધ્યાને મત્ત ઇહાત્મનિ પ્રરમતે ભાવેન મત્તેન યઃ ।
ધત્તે શ્રીહરિકૃષ્ણમેવ હૃદયે દાસત્વ-ભાવેન વૈ
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં વન્દે સદા ભાવતઃ ॥૭॥

વૃત્તિ શ્રીહરિમાં અખંડ ધરતા, બ્રાહ્મીસ્થિતિ પામીને,
રે’ છે જે અલમસ્ત નિત્ય નિજના, સુધ્યાનમાં મસ્ત થૈ;
ધારે છે હરિકૃષ્ણજી હૃદયમાં, દાસત્વભાવે સદા,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને, વંદું ધરી ભાવને. (૭)

સાક્ષાદક્ષર – મન્દિરે પ્રતિદિનં ધત્તે મહાપૂજનં
પ્રેમ્ણા ગાયતિ સદ્યશો ભગવતઃ પ્રત્યક્ષમૂર્તે ર્મુદા ।
ભાવં યોઽભિનવં દધત્ સ્વહૃદયે ગુર્વિન્દ્રસેવાકૃતે
તં શ્રીજ્ઞાનજિયોગિનં ગુરુવરં ભક્ત્યા ભગો વન્દતે ॥૮॥

સાક્ષાદક્ષર દેરીમાં પ્રતિદિને, પૂજા મહા જે કરે,
પ્રેમે સુમહિમા પ્રભુ પ્રગટનો, અલમસ્ત થૈ ઉચ્ચારે;
ધારે ભાવ નવીન નિત્ય હૃદયે ગુર્વિન્દ્રને સેવવા,
તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને ભગવન્નમે સર્વદા. (૮)

ભાવેન નત્વા ગુરુયોગિરાજં
શૃણોતિ ગાત્યષ્ટક – મેકચેતાઃ ।
ધર્મપ્રભૃતીન્ ચતુરો ગુણાન્ દ્રાક્
બ્રાહ્મીં સ્થિતિં પ્રૈતિ જનઃ સ નૂનમ્ ॥૯॥

ભાવે કરી વંદન યોગીજીને, ગાયે સુણે અષ્ટક શુદ્ધ ચિત્તે,
ધર્માદિ ચારે ગુણ સદ્ય કામે, બ્રહ્મસ્થિતિ તે જન સત્ય પામે. (૯)

✾ ✾ ✾

શ્રી ભગવતીપ્રસાદ પંડ્યા (અમદાવાદ)

વસન્તતિલકા

તાલિપ્રદાન – રણિતૈ ર્ગમિતાન્ધકારં
  સ્નિગ્ધ-પ્રસન્નવચનૈ ર્મુદિતાન્તરાલમ્ ।
દિવ્યં પ્રસન્નવિભવં ચ વિશાલભાલં
  યોગીશ્વરં પ્રણુત હે મનુજાઃ સતાલમ્ ॥૧॥

સ્નેહાળ, પ્રસન્ન વચનોથી ભક્તોનાં હૃદયને આનંદિત કરનારા એવા, પ્રસન્ન વૈભવશાળી અને વિશાળ ભાલવાળા, દિવ્ય યોગીશ્વર યોગીરાજને હે માનવો! તાલપૂર્વક પ્રણામ કરીએ. (૧)

યોઽસાવમાન્યપિ દદાતિ પરસ્ય માનં
તાપં સહિષ્ણુરપિ હન્તિ જનસ્ય તાપમ્ ।
લોકાન્ નમન્નપિ સમુન્નમયન્ સ લોકાન્
સ્વીયૈ ર્ગુણૈરચકિતશ્ચકિતાન્ કરોતિ ॥૨॥

જે નિર્માની હોવા છતાં બીજાને માન આપે છે, નાના પ્રકારના કષ્ટને સહતા હોવા છતાં સૌના ત્રિવિધ તાપનો નાશ કરે છે, સ્વયં લોકોને નમતા રહેતા હોવા છતાં લોકોનો અભ્યુદય કરે છે એવા તે યોગીરાજ પોતાના દિવ્યગુણોથી અજાણ રહેતા હોવા છતાં પણ પોતાના લોકોત્તર ગુણોથી બીજા અનેક લોકોને વિસ્મિત કરે છે. (૨)

✾ ✾ ✾

ઉપજાતિવૃત્તમ્

પર્યાપ્તકામોપિ વિધૂતકામો, વિશાલચિત્તોપિ નિરુદ્ધચિત્તઃ ।
સંન્યસ્તકર્માપિચ કર્મયોગી, યોગી પરં મોહતમોવિયોગી ॥૩॥

યોગીજી મહારાજ સર્વ કામનાઓથી રહિત હોવા છતાં પણ શ્રીહરિ વિષયક ભક્તિ સંબંધી પૂર્ણકામનાવાળા છે, વિશાળ ચિત્તવાળા હોવા છતાં પણ શ્રીહરિમાં એકાગ્ર ચિત્તવાળા છે, કર્મોનો – કહેતાં તે કર્મોના ફળનો ત્યાગ કર્યો હોવા છતાં પણ ભગવાન સંબંધી સેવા-ભક્તિ વિષયક કર્મયોગી છે અને મોહમાયાના અજ્ઞાનરૂપી અંધકારના વિયોગી હોવા છતાં હરિને સાધવામાં એ પરમયોગી છે. (૩)

✾ ✾ ✾

પૂજ્ય કાશિકાનંદજી મહારાજ (મુંબઈ)

શાર્દૂલવિક્રીડિતમ્

દૃષ્ટિ ર્યસ્ય શિશોરિવાતિસરલા વાણી પુન ર્નિશ્છલા
ભાવોઽગાધતલઃ પરાત્મનિ પરા ભક્તિઃ સદા નિર્મલા ।
નિષ્ઠા ચાવિકલા સતાં પથિ તથા કીર્તિઃ શુભાનાવિલા
શીલઃ સંયમિનાં વરઃ સ વિદિતો યોગી ગુણૈરુજ્જ્વલઃ ।

જેની દૃષ્ટિ બાળકના સમાન અત્યંત સરળ છે, વળી જેની વાણી કપટરહિત છે, જેના હૃદયનો ભાવ અગાધ છે, જેની પરમાત્મામાં સદાય નિર્મળ-વિશુદ્ધ પરાભક્તિ છે, સંતના માર્ગમાં (સાધુતામાં) જેની નિષ્ઠા દૃઢ છે અને જેની કીર્તિ શુભ-મંગળમય તથા પવિત્ર-નિષ્કલંક છે, એવા સંયમીઓમાં શ્રેષ્ઠ, પરમ ચારિત્ર્યશીલ યોગીરાજ પોતાના સદ્‌ગુણો વડે ઉજ્જવળ અને સર્વને સુવિદિત છે. (૪)

✾ ✾ ✾

ભક્તિજ્ઞાનવિરાગ - ધર્મનિલયં, સ્મેરાનનં શાન્તિદં
શ્રીમદ્‌યજ્ઞપુરુષ – કૃષ્ણજિપ્રિયં, પૂજારતં શ્રીહરૌ ।
શ્રીજીવાક્યગરિષ્ઠ – સ્વામિવચનૈ, ર્ભક્તાર્તિબન્ધાપહં
યોગેન્દું નનુ જ્ઞાનજીવનમુનિં, વન્દે મનોજ્ઞં મુદા ॥

ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મના આશ્રયસ્થાન એવા, પૂજ્ય ગુરુ યજ્ઞપુરુષદાસજી તથા કૃષ્ણજી અદા જેમને અતિ વહાલા છે એવા અને શ્રીહરિની પૂજા-ભક્તિમાં સદા નિરત અને શ્રીજીનાં વચનામૃત તથા મહિમાપૂર્ણ સ્વામીની વાતોથી ભક્તોનાં દુઃખબંધનો દૂર કરનારા એવા મનોહર યોગીરાજ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીને હું આનંદથી વંદન કરું છું. (૫)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ