સ્તોત્ર સિન્ધુ

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્

શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી (પ્રહર્ષણીયં વૃત્તમ્)

મુક્તાનાં સદસિ સદા વિરાજમાનં
  પૂર્ણેન્દુ – પ્રવરમુખાબ્જ – પત્રનેત્રમ્ ।
મન્દાર – સ્થલરુહ – કુન્દસારહારં
  ધર્માંગ - પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૧॥

મુક્તોની સભામાં સદા વિરાજમાન એવા, પૂર્ણિમાના ચંદ્રની સમાન સુંદર મુખારવિંદ છે જેમનું અને કમળના પત્ર જેવા નેત્રવાળા, મંદાર-પારિજાત, ગુલાબ અને મોગરાનાં પુષ્પોના સુંદર હારવાળા, ધર્મ-ભક્તિના પુત્ર એવા શ્રીહરિને શરણે હું જાઉં છું. (૧)

અમ્ભોજ – ધ્વજકલશાં – કુશોર્ધ્વેરેખા
  ગોપાદ – પ્રમુખસુલક્ષ્મ – પાદપદ્મમ્ ।
સામોદ – ભ્રમરવિગુંજિતા – વચૂલં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૨॥

કમળ, ધ્વજ, કળશ, અંકુશ, ઊર્ધ્વરેખા, ગોપદ વગેરે મુખ્ય સુંદર ચિહ્નો જેમના ચરણકમળમાં છે એવા, અને હર્ષ પામેલા ભમરાઓ વડે ગુંજાયમાન છે શિખા જેમની એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૨)

ભક્તેભ્યો વિહિતસબીજ – સાંખ્યયોગં
  પ્રાવારપ્રચલિત – કંચુકાભિરામમ્ ।
શ્રીખંડ – પ્રવર – તમાલપત્ર – મીશં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૩॥

ભક્તોને સબીજ સાંખ્ય અને યોગનો ઉપદેશ આપનારા, ઉત્તરીય વસ્ત્ર તેમ જ હાલતા એવા અંતરીય સુંદર વસ્ત્રથી શોભતા, ચંદનની અર્ચાથી શ્રેષ્ઠ છે તિલક જેમનું તેવા સર્વના નિયંતા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૩)

વિદ્યોતન્મણિમય – હેમકુંડલ – શ્રી –
  કર્ણાગ્રોત્તમ – કુસુમા – વતંસરમ્યમ્ ।
શ્રીવત્સોલ્લસિત – ભુજાન્તરં સદીશં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૪॥

અત્યંત ચમકતા એવા મણિઓથી જડેલાં સુવર્ણ કુંડળોની શોભાથી અને કાન ઉપર ઉત્તમ ફૂલોના ગુચ્છોના અલંકારથી રમણીય એવા, શ્રીવત્સના ચિહ્નથી શોભાયમાન છે વક્ષઃસ્થળ જેમનું એવા, સત્પુરુષોના સ્વામી, સર્વના નિયંતા, ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૪)

સંસાર – પ્રશમન – કારણ – પ્રતાપં
  બિભ્રાણં સુરુચિર મૌક્તિકીંચ માલામ્ ।
હસ્તાગ્રે સુલલિત – માલિકાં દધાનં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૫॥

સંસારને શાંત કરવામાં કારણભૂત છે પ્રતાપ જેમનો, ઉત્તમ રુચિકર મોતીઓની માળાને ધારણ કરનારા અને હસ્તના અગ્રભાગમાં સુંદર જપમાળાને ધારણ કરનારા એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (પ)

શાન્તાનાં વિદલિત – માનમત્સરાણાં
  કામાદિપ્રબલ – વિપક્ષનિર્જયાનામ્ ।
સાધૂના – મનિશ – મવેક્ષણીય – રૂપં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૬॥

નષ્ટ કર્યાં છે માન અને મત્સર જેમણે, કામાદિ પ્રબળ શત્રુઓને જીતેલા છે જેમણે, એવા અત્યંત શાંત સાધુઓને પણ નિરંતર દર્શનીય છે રૂપ જેમનું એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૬)

વેદાન્તૈ-રુદિત-સુકીર્તિ-માપ્તકામં
  જુષ્ટાંઘ્રિં વિજિતવિદૂષણૈ ર્મુનિન્દ્રૈઃ ।
બ્રહ્માંડ – સ્થપતિ – સુરેશ્વરૈકનાથં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૭॥

વેદાન્તો વડે ગવાઈ છે ઉજ્જવળ કીર્તિ જેમની, પૂર્ણ કર્યા છે ભક્તોના સર્વ મનોરથો જેમણે, જીતી લીધાં છે રાગાદિ દૂષણો જેમણે એવા, મુનિ-શ્રેષ્ઠોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં, અને બ્રહ્માંડના સર્જક એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશના એકમાત્ર સ્વામી એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૭)

રમ્યાણાં વિમલ-સુવર્ણભૂષણાનાં
  શ્રીમત્તામવયવ – શોભાયા દધાનમ્ ।
ઘર્માન્ત-પ્રભવ – નવીન – મેઘનીલં
  ધર્માંગ – પ્રભવમહં હરિં પ્રપદ્યે ॥૮॥

મનોહર એવાં ઉત્તમોત્તમ સુવર્ણનાં આભૂષણોની કાંતિમત્તાને પણ પોતાના અવયવોની શોભાથી શોભાવતા એવા અને ગ્રીષ્મના અંતે અર્થાત્ વર્ષા ઋતુના આરંભે ઉત્પન્ન થયેલા નવીન વાદળની સમાન શ્યામસુંદર એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિને હું શરણે જાઉં છું. (૮)

Muktānām sadasi sadā virājamānam (Shrī Dharmanandan Aṣhṭakam)

Achintyanand Brahmachari

Muktānām sadasi sadā virājamānan

 Pūrṇendu-pravaramukhābja - patranetram |

Mandār - sthalaruh - kundasārahāram

 Dharmānga - prabhavamaham Harim prapadye ||1||

Ambhoj - dhvaja-kalashām-kushordhvarekhā -

 Gopāda-pramukhasulakṣhma-pāda-padmam |

Sāmod - bhramaravigunjitā - vachūlam

 Dharmānga - prabhavamaham Harim prapadye ||2||

Bhaktebhyo vihita-sabīja-sānkhyayogam

 Prāvāraprachalit-kanchukābhirāmam |

Shrīkhanḍa - pravar - tamālapatra - mīsham

 Dharmānga - prabhavamaham Harim prapadye ||3||

Vidyotanmaṇimaya - hemakunḍal - shrī -

 Karṇāgrottama-kusumā-vatansaramyam |

Shrīvatsollasit-bhujāntaram sadīsham

 Dharmānga - prabhavamaham Harim prapadye ||4||

Sansār - prashaman - kāraṇ - pratāpam

 Bibhrāṇam suruchir mauktikīncha mālām |

Hastāgre sulalit - mālikām dadhānam

 Dharmānga - prabhavamaham Harim prapadye ||5||

Shāntānām vidalit-mānamatsarāṇām

 Kāmādiprabal-vipakṣhanirjayānām |

Sādhūnā-manish-mavekṣhaṇīya - rūpam

 Dharmānga - prabhavamaham Harim prapadye ||6||

Vedāntai-rudit-sukīrti-māptakāmam

 Juṣhṭānghrim vijitavidūṣhaṇai rmunindraihai |

Brahmānḍa - sthapati - sureshvaraikanātham

 Dharmānga - prabhavamaham Harim prapadye ||7||

Ramyāṇām vimal-suvarṇabhūṣhaṇānām

 Shrīmattāmavayav - shobhayā dadhānam |

Gharmānt-prabhav-navīn-meghanīlam

 Dharmānga - prabhavamaham Harim prapadye ||8||

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ