સ્તોત્ર સિન્ધુ
૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્
સ્રગ્ધરા-છંદ
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિર્-
દિવ્યાકારે વિધેયા સિતઘન-મહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય ।
નિશ્ચિત્યૈવાન્ય – વસ્તુન્યણુમપિ ચ રતિં સંપરિત્યજ્ય સંત-
સ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
વેદે પ્રતિપાદન કરેલો પોતપોતાનો ધર્મ કોઈએ (બ્રહ્માદિ દેવો, પરમહંસો, સાધુ, વર્ણી, પાર્ષદો કે ગૃહસ્થ હરિભક્તો સર્વેએ ક્યારેય) ન તજવો. બીજી સર્વે માયિક વસ્તુમાં અણુ સરખીયે પ્રીતિ નહિ રાખીને પોતાના આત્માની અક્ષરબ્રહ્મ સંગાથે એકતા કરીને શ્વેતપ્રગાઢ તેજથી દેદીપ્યમાન (અને અક્ષરધામમાં રહેલા) દિવ્યમૂર્તિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણની ભક્તિ કરવી અને શ્રીહરિનો મહિમા સમજવા માટે સંતોનો સમાગમ કરવો. એમ ધર્મપુત્ર નીલકંઠ પોતાના આશ્રિતોને કહે છે. (સત્સંગિજીવન: ૫/૫૫/૨૮)
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિ – જનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ ।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્
તેષાં માતઃ પ્રસંગાત્ કમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
હે માતા! જે સંતોનાં દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમની સેવા કરવાથી, જેમને જમાડવાથી કે જેમનું પૂજન કરવાથી, મનુષ્યોના અનેક જન્મોના પાપપુંજનો મૂળે સહિત તે જ ક્ષણમાં નિશ્ચે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે અને જેમનાં ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યાં છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય? કાંઈ પણ નહિ. (સત્સંગિજીવન: ૧/૩૨/૪૬)
✾ ✾ ✾
વૈતાલીય છંદ
ભવસંભવ-ભીતિભેદનં સુખસંપત્કરુણા-નિકેતનમ્ ।
વ્રતદાનતપઃ ક્રિયાફલં સહજાનન્દગુરું ભજે સદા ॥૧॥
સંસારના જન્મ-મૃત્યુની બીકને ટાળનાર; સુખ, સંપત્તિ અને કરુણાના મૂળ સ્થાન; વ્રત, દાન, તપાદિ ક્રિયાના ફળસ્વરૂપ સહજાનંદ ગુરુને હું ભજું છું. (૧)
કરુણામય-ચારુલોચનં શરણાયાત-જનાર્તિમોચનમ્ ।
પતિતોદ્ધરણાય તત્પરં સહજાનન્દગુરું ભજે સદા ॥૨॥
કરુણામય સુંદર નેત્રોવાળા, શરણે આવેલા જનોનાં દુઃખને દૂર કરનારા, પતિત અને અધમોના ઉદ્ધાર માટે સદાય તત્પર એવા સહજાનંદ ગુરુને હું ભજું છું. (૨)
નિજતત્ત્વપથાવબોધનં જનતાયાઃ સ્વત એવ દુર્ગમમ્ ।
ઇતિ ચિન્ત્ય ગૃહીતવિગ્રહં સહજાનન્દગુરું ભજે સદા ॥૩॥
પોતાના દિવ્ય સ્વરૂપનું તત્ત્વજ્ઞાન સામાન્ય જનસમૂહને સ્વપ્રયાસથી સમજવું કઠણ છે, તેને સુલભ થાય એ રીતે આપવાનો સંકલ્પ કરીને જેમણે નરાકૃતિ ધરી છે એવા સહજાનંદ ગુરુને હું ભજું છું. (૩)
વિધિશંભુ મુખૈરનિગ્રહં ભવપાથોધિ-પરિભ્રમાકુલમ્ ।
અપિધાર્ય મનો નરપ્રભં સહજાનન્દગુરું ભજે સદા ॥૪॥
સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણને લીધે આકુળ થયેલા, અને બ્રહ્મા, શિવ વગેરે દેવતાઓથી પણ કાબુમાં નહિ કરાયેલા એવા મનને જેમણે કાબુમાં કર્યું છે એવા મનુષ્ય-દેહધારી સહજાનંદ ગુરુને હું ભજું છું. (૪)
નિજપાદપયોજ-કીર્તનં સતતં સ્યાદ્ભવજીવગોચરમ્ ।
ઇતિ યઃ કુરુતે ક્રતૂત્સવં સહજાનન્દગુરું ભજે સદા ॥૫॥
પોતાનાં ચરણકમળનું કીર્તન-ભજન સંસારના જીવોને સતત પ્રત્યક્ષ થાય એ શુભ ભાવથી જે મહાયજ્ઞોના ઉત્સવો કરે છે એવા સહજાનંદ ગુરુને હું ભજું છું. (પ)
બહિરીક્ષણલોકમાનુષં નિજદત્તામ્બકદર્શિનાં હરિમ્ ।
ભજનીયપદં જગદ્ગુરું સહજાનન્દગુરું ભજે સદા ॥૬॥
ચર્મચક્ષુથી જોનારને મનુષ્યરૂપે દેખાતા અને પોતે આપેલી દિવ્ય દૃષ્ટિવાળા પુરુષને પરમાત્મા રૂપે દેખાતા અને ભજવા યોગ્ય છે દિવ્ય ચરણકમળ જેમનાં એવા જગદ્ગુરુ સહજાનંદ ગુરુને હું ભજું છું. (૬)
શરણાગત-પાપપર્વતં ગણયિત્વા ન તદીયસદ્ગુણમ્ ।
અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનન્દગુરું ભજે સદા ॥૭॥
શરણે આવેલ જનોનાં પર્વત જેવડાં પાપોને નહિ ગણીને તેનામાં રહેલા અણુ જેવડા સદ્ગુણને જ જે મહાન ગણે છે તે સહજાનંદ ગુરુને હું ભજું છું. (૭)
ભવવારિધિમોક્ષસાધનં ગુરુરાજ – પ્રકટસ્વસંગમમ્ ।
પ્રકટીકૃતવાન્ કૃપાવશઃ સહજાનન્દગુરું ભજે સદા ॥૮॥
અનેક જીવોને ભવ-સિંધુમાંથી મોક્ષ કરવાના સાધનરૂપ ગુરુહરિ અને પ્રત્યક્ષ એવા સાક્ષાત્ પોતાના સમાગમને જેણે કૃપાવશ થઈને પ્રગટ કર્યો એવા (ગુરુરાજ) સહજાનંદ ગુરુને હું ભજું છું. (૮)
ભગવન્ કૃપયા ત્વયા કૃતં જનતાયામુપકારમીદૃશમ્ ।
ક્ષમતે પ્રતિકર્તુમત્ર કઃ કુરુતે દીન જનસ્તતોંઽજલિમ્ ॥૯॥
હે ભગવન્! આપે કૃપા કરીને જન-સમૂહ પર તેના કલ્યાણ કરવા રૂપ ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો વાળવા અહીં કોણ સમર્થ છે? (કોઈ સમર્થ નથી.) એટલા જ માટે હું દીનાનાથ ભટ્ટ બે હાથ જોડીને આપને નમસ્કાર કરું છું. (૯)
Bhavasambhava bhītibhedanam - Gurubhajan Stotra
Shri Dinanath Bhatt
Category: Sanskrut Stotro
Bhavasambhava bhītibhedanam sukhasampatkaruṇā niketanam;
Vratadānatapakriyāfalam Sahajānandagurum bhaje sadā. 1
Karuṇāmaya-chāru-lochanam sharaṇāyāta-janārti-mochanam;
Patitoddharaṇāya tatparam Sahajānandagurum bhaje sadā. 2
Nijatattvapathāvabodhanam janatāyā svat eva durgamam;
Ītichintya gruhitavigraham Sahajānandagurum bhaje sadā. 3
Vidhishambhumukhairanigraham bhavapāthodhi-paribhramākulam
Apidhārya mano naraprabham Sahajānandagurum bhaje sadā. 4
Nijapādapayojkīrtanam satatam syād bhavajivagocharam;
Īti yaha kurute kratutsavam Sahajānandagurum bhaje sadā. 5
Bahirikshaṇalokamānusham nijadattāmbakadarshinām Harim;
Bhajanīyapadam jagadgurum Sahajānandagurum bhaje sadā. 6
Sharaṇāgatapāpaparvatam gaṇayitvā na tadiyasadguṇam;
Aṇumapyatulam hi manyate Sahajānandagurum bhaje sadā. 7
Bhava-vāridhi-moksha-sādhanam gururāja-prakata-svasangamam;
Prakaṭīkrutavān krūpāvashah Sahajānandagurum bhaje sadā. 8
Bhagavan krūpayā tvayā krutam janatāyāmupakāramidrusham;
Kshamate pratikartumatra kah kurute dinajanastatonjalim. 9