સ્તોત્ર સિન્ધુ
૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્
લલિત છંદ
અતિ – મનોહરં સર્વ – સુન્દરં
તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ ।
વિબુધવન્દિતં સ્વામિનાથ તે
વપુરિહાસતુ નો નિત્યદર્શને ॥૧॥
હે સ્વામીનાથ! અત્યંત મનોહર, સર્વ સૌંદર્યના ધામ કરતાં સુંદર, તલનાં ચિહ્નોવાળું, ચંચળ નયનકમળથી યુક્ત, ભવબ્રહ્માદિકે વંદન કરેલું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૧)
મદન – મોહનં પ્રેમ – દોહનં
નયનગોચરં ભક્તસંચરમ્ ।
ભુવિ સુદુર્લભં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૨॥
કામદેવને પણ મોહ પમાડનારું, પ્રેમ વધારનારું, પ્રત્યક્ષ તથા ભક્તોમાં વિચરતું અને આ પૃથ્વીમાં અત્યંત દુર્લભ એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૨)
નિજજનૈઃ સદા વાંચ્છિતં હૃદા
પરસુખાવહં હૃત્તમોપહમ્ ।
પરમ – મંગલં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૩॥
પોતાના ભક્તોએ સદા હૃદયથી ઇચ્છેલું, પરમ સુખ આપનારું, હૃદયના અજ્ઞાનને હરનારું અને (મંગળોનું પણ) પરમ મંગળ એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૩)
હૃદય – રોચનં બદ્ધ – મોચનં
વિગતશોચનં દીર્ઘલોચનમ્ ।
મૃદુ – સિતામ્બરં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૪॥
હૃદયને આહ્લાદ આપનારું, બદ્ધજીવોને ભવબંધનથી મુકાવનારું, શોક મોહાદિથી રહિત, વિશાળ લોચનવાળું, કોમળ ઉજ્જવળ વસ્ત્રોને ધારણ કરનારું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૪)
મધુર – ભાષણં પુષ્પ – ભૂષણં
વિજિતદૂષણં શોકશોષણમ્ ।
પ્રહસદાનનં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૫॥
મધુર વાણીથી યુક્ત, પુષ્પોનાં આભરણથી શોભિત, સર્વ દુર્ગુણોથી પર, શોકને શોષણ કરનારું અને હસતા મુખારવિંદથી (રમણીય) એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે, અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૫)
કુસુમ – શેખરં કોમલાન્તરં
સદય – દર્શનં દુઃખકર્શનમ્ ।
વિધિહરાર્ચિતં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૬॥
પુષ્પોથી યુક્ત પાઘવાળું, કોમળ હૃદયવાળું, કૃપાપૂર્ણ દૃષ્ટિવાળું, સમગ્ર દુઃખને હરનારું, ભવબ્રહ્માદિક અધીશ્વરોએ અર્ચેલું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૬)
પરમ – પાવનં લોક – ભાવનં
કુટિલ – કુન્તલં પુષ્પકુંડલમ્ ।
ભવભયાપહં સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૭॥
લોકો વડે સન્માન કરાયેલું, વાંકડિયા વાળવાળું, પુષ્પોનાં કુંડળોથી શોભાયમાન અને સંસારના ભયને વિદારનારું એવું આપનું અત્યંત પવિત્ર શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૭)
સકલસિદ્ધિભિઃ સર્વઋદ્ધિભિઃ
શ્રિતપદં સદા યોગિભિર્મુદા ।
તદિદમેવ હિ સ્વામિનાથ તે
વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૮॥
સકલ રિદ્ધિ-સિદ્ધિઓથી યુક્ત અને યોગીઓએ સદા હર્ષથી સેવેલા ચરણવાળું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૮)
તવ નિવાસતો દુર્ગપત્તનં
જયતિ ભૂતલે સર્વતોઽધિકમ્ ।
ભવદુપાશ્રયાત્ મુક્તિરત્ર યદ્
વસતિ સર્વદાન્યત્રદુર્લભા ॥૯॥
હે હરિ! આપના નિવાસને લીધે દુર્ગપુર નામનું નગર આ પૃથ્વી ઉપર સર્વ તીર્થક્ષેત્રાદિક થકી અતિ અધિક વિજયકારી વર્તે છે, કારણ કે આપના આશ્રયે રહેલી મુક્તિ આ સ્થાનમાં સર્વદા વસે છે જે બીજાં સ્થાનોમાં સાધનો કરવા છતાં પણ અત્યંત દુર્લભ (દુષ્પ્રાપ્ય) છે. (૯)
કુપથ – દુર્વનાદ્ ઘોરયૌવનાદ્
રસનવૃશ્ચિકાત્ લોભલુબ્ધકાત્ ।
બહુતરાપદો ભૂરિ સમ્પદો
મુહુરિહ ત્વયા રક્ષિતા વયમ્ ॥૧૦॥
આ લોકમાં કુમાર્ગરૂપી મહાઅરણ્ય થકી, કામના તરંગોથી ભરપૂર ઘોર યૌવન અવસ્થા થકી, જિહ્વા ઇન્દ્રિયરૂપી વીંછી થકી, લોભરૂપી પારધિ થકી, ઘણી જ આપત્તિઓથી અને બંધનકારી અતિશય સંપત્તિ થકી આપે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. (૧૦)
પ્રબલ – સંશયાદ્ દુષ્ટસંશ્રયાન્
મદબિલેશયાત્ કુત્સિતાશયાત્ ।
સ્મરસરીસૃપાન્ માનકોણપાન્
મુનિપતે વયં રક્ષિતા સ્ત્વયા ॥૧૧॥
(દોષે યુક્ત) પ્રબળ સંશયો થકી, (દંભી અને) દુષ્ટજનોના આશ્રય થકી, અભિમાનરૂપી (કાળા) સર્પ થકી, વિપરીત આશયો થકી, કામરૂપી અજગર થકી અને માનરૂપી રાક્ષસ થકી, હે મુનિપતિ! આપે અમારું રક્ષણ કર્યું છે. (૧૧)
અશુભ – ભાવતઃ ક્રોધદાવતો
મૃતિજનુર્ભયાત્ પાપદુર્નયાત્ ।
મધુમહાવિષાત્ સર્વથામિષાદ્
યતિપતે વયં રક્ષિતાસ્ત્વયા ॥૧૨॥
હે પરમહંસોના સ્વામી! અશુભ ભાવ થકી, ક્રોધરૂપી દાવાનળ થકી, જન્મમરણના ભય થકી, પાપને પેદા કરનાર દુરાચરણ થકી, દારૂ રૂપ મહા ઝેર થકી અને સર્વથા માંસના ભક્ષણ થકી આપે અમારું રક્ષણ કર્યું છે. (૧ર)
વિષયવારિધે સ્તારિતા યથા
કરુણયા વયં ભૂરિશસ્તથા ।
તવપદામ્બુજા – સક્તિવિઘ્નતઃ
સતતમેવ નઃ પાતુમર્હસિ ॥૧૩॥
જેવી રીતે આપે પરમ કૃપાથી વિષય-સમુદ્ર થકી અમોને પાર ઉતાર્યા છે, તેવી રીતે તમારાં ચરણકમળમાં જે અમારી આસક્તિ છે તેમાં કોઈ રીતે અંતરાય ન થાય તેમ અમારી નિરંતર રક્ષા કરવાને આપ યોગ્ય છો. (૧૩)
કવચન માનસં ત્વત્પદામ્બુજાદ્
વ્રજતુ માન્યતો નાથ નઃ સદા ।
ઇતિ વયં મુહુઃ પ્રાર્થયામહે
નિજજનપ્રિયં ત્વામધીશ્વરમ્ ॥૧૪॥
હે નાથ! અમારું મન તમારાં ચરણકમળ થકી કોઈ દિવસ પણ બીજે જાય નહિ અર્થાત્ બીજે ચળાયમાન થાય નહિ. એવી રીતે અમે પોતાના ભક્તજનોને પ્રિય એવા સર્વેશ્વર આપને વારંવાર પ્રાર્થના કરીએ છીએ. (૧૪)
Ati manoharam sarva sundaram (Shrī Hari Prārthanā stotram)
2-19005: Sadguru Shatanand Muni
Category: Sanskrut Stotro
Ati - manoharam sarva - sundaram
Tilak-lakṣhaṇam chanchalekṣhaṇam |
Vibudha-vanditam Swāmināth te
Vapurihāstu no nityadarshane ||1||
Madan - mohanam prem - dohanam
Nayan-gocharam bhakta-sancharam |
Bhuvi sudurlabham Swāmināth te
Vapurihāstu no nityadarshane ||2||
Nij-janaih sadā vānchchhitam hṛudā
Para-sukhāvaham hṛuttamopaham |
Param - mangalam Swāmināth te
Vapurihāstu no nityadarshane ||3||
Hṛudaya - rochanam baddha - mochanam
Vigata-shochanam dīrgha-lochanam |
Mṛudu - sitāmbaram Swāmināth te
Vapurihāstu no nityadarshane ||4||
Madhur - bhāṣhaṇam puṣhpa - bhūṣhaṇam
Vijita-dūṣhaṇam shok-shoṣhaṇam |
Prahas-dānanam Swāmināth te
Vapurihāstu no nityadarshane ||5||
Kusum - shekharam komalāntaram
Sadaya - darshanam dukh-karshanam |
Vidhiha-rārchitam Swāmināth te
Vapurihāstu no nityadarshane ||6||
Param - pāvanam lok - bhāvanam
Kuṭil - kuntalam puṣhpa-kunḍalam |
Bhavabhayāpaham Swāmināth te
Vapurihāstu no nityadarshane ||7||
Sakal-siddhibhihi sarva-ṛuddhibhihi
Shritapadam sadā yogibhirmudā |
Tadidamev hi Swāmināth te
Vapurihāstu no nityadarshane ||8||
Tav nivāsato durgapattanam
Jayati bhūtale sarvato’dhikam |
Bhavadupāshrayāt muktiratra yad
Vasati sarva-dānyatra-durlabhā ||9||
Kupath - durvanād ghorayauvanād
Rasana-vṛushchikāt lobh-lubdhakāt |
Bahutarāpado bhūri sampado
Muhurih tvayā rakṣhitā vayam ||10||
Prabal - sanshayād duṣhṭa-sanshrayān
Madabileshayāt kutsitāshayāt |
Smarasarīsṛupān mānakoṇapān
Munipate vayam rakṣhitā stvayā ||11||
Ashubh - bhāvatah krodhadāvato
Mṛutijanurbhayāt pāpadurnayāt |
Madhumahāviṣhāt sarvathāmiṣhād
Yatipate vayam rakṣhitā stvayā ||12||
Viṣhayavāridhe stāritā yathā
Karuṇayā vayam bhūrishastathā |
Tavapadāmbujā - saktivighnatah
Satatamev nah pātumarhasi ||13||
Kvachan mānasam tvatpadāmbujād
Vrajatu mānyato nāth nah sadā |
Iti vayam muhuhu prārthayāmahe
Nijajanapriyam tvāmadhīshvaram ||14||