સ્તોત્ર સિન્ધુ
૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્
ઉપજાતિ વૃત્તમ્
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય
નિજસ્વરૂપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાતં વિશુદ્ધં પ્રચુરાભિરદ્ભિઃ
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૧॥
બ્રાહ્મમુહૂર્તમાં શયનનો ત્યાગ કરી પોતાના સ્વરૂપનું હૃદયમાં ચિંતવન-ધ્યાન કરી, બહોળા (અધિક) જળ વડે સ્નાન કરેલ અને તેથી જ વિશુદ્ધ થયેલા એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૧)
શ્વેતં ચ સૂક્ષ્મં પરિધાય વાસઃ
સિતં દ્વિતીયં વસનં વસિત્વા ।
ચતુષ્ક – પીઠાદ્ દ્રુતમુત્તરન્તં
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૨॥
એક શ્વેત ઝીણું વસ્ત્ર પહેરી, એવું જ બીજું શ્વેત વસ્ત્ર ઓઢીને નાહવાના બાજોઠ પરથી ઝટ ઊતરતા એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (ર)
આશૂપવિશ્યા – મલનૈજપીઠે
વિધાય સન્નૈષ્ઠિક-કર્મ નિત્યમ્ ।
નારાયણં માલિકયા સ્મરન્તં
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૩॥
પવિત્ર એવા પોતાના આસન પર શીઘ્રતાથી બેસીને, ખૂબ જ ભાવપૂર્વક નૈષ્ઠિક વર્ણીને કરવા યોગ્ય પોતાનું નિત્યકર્મ કરીને, માળા વડે નારાયણનું સ્મરણ કરતા એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૩)
સુગન્ધિના કેસર – ચન્દનેન
સન્મલ્લિકા – ચંપકપુષ્પહારૈઃ ।
સંપૂજ્યમાનં નિજભક્તવર્યૈઃ
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૪॥
પોતાના શ્રેષ્ઠ ભક્તો વડે સુગંધિયુક્ત કેસર ચંદનથી અને ઉત્તમ જૂઈ તથા ચંપાનાં પુષ્પોના હારથી સારી રીતે પૂજા કરાતા એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૪)
કર્ણે દધાનં કુસુમાવતંસં
શિરઃ પટે કૌસુમ-શેખરાલિમ્ ।
કંઠે ચ નાનાવિધ – પુષ્પહારાન્
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૫॥
કાન ઉપર પુષ્પનાં આભૂષણ ધારણ કરનાર, પાઘમાં પુષ્પોના તોરાની પંક્તિને ધારણ કરનાર અને કંઠમાં ભાતભાતનાં પુષ્પોના હારોને ધારણ કરનાર એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું (૫)
ભક્ષ્યૈશ્ચ ભોજ્યૈઃ સહ લેહ્યચોષ્યૈ-
ર્દૃષ્ટ્વા પુરા ભોજનભાજનં ચ ।
પૂરી - મદન્તં ચ સસૂપભક્તં
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૬॥
ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય તથા ચોષ્ય – આ ચાર પ્રકારના ભોજનથી ભરપૂર એવા ભોજન થાળને પોતાની આગળ જોઈને તેમાંથી પૂરી તથા દાળ સહિત ભાતને જમતા એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૬)
ભક્તૈરનેકૈ ર્મુનિભિર્ગૃહસ્થૈર્
વૃત્તં સભાયાં ભગણૈરિવેન્દુમ્ ।
સહાસ – વક્ત્રામ્બુજ – ચારુનેત્રં
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૭॥
તારા મંડળથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે અનેક ત્યાગી-ગૃહસ્થ ભક્તોથી સભામાં વીંટળાયેલા, હાસ્યસહિત પ્રસન્ન મુખકમળવાળા, અને સુંદર નેત્રોથી યુક્ત એવા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૭)
નિઃસીમ – કારુણ્ય – સુધામયેન
વિલોકનેનાતિમુદા સ્વભક્તમ્ ।
બદ્ધાંજલિં દીનમવેક્ષમાણં
શ્રીનીલકંઠં હૃદિ ચિન્તયામિ ॥૮॥
અસીમ, કરુણામય, અમૃતપૂર્ણ દૃષ્ટિ વડે હાથ જોડીને ઊભા રહેલા અને દીન એવા પોતાના ભક્તને અત્યંત હર્ષપૂર્વક જોતા શ્રીનીલકંઠનું હું હૃદયમાં ચિંતવન કરું છું. (૮)
Brāhme muhūrte shayanam vihāy (Shrī Nīlkanṭh Chintanāṣhṭakam)
2-19001: Shri Dinanath Bhatt
Category: Sanskrut Stotro
Brāhme muhūrte shayanam vihāya
Nijswarūpam hṛudi chintayitvā |
Snātam vishuddham prachurābhiradbhihi
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||1||
Shvetam cha sūkṣhmam paridhāy vāsaha
Sitam dvitīyam vasanam vasitvā |
Chatuṣhka - pīṭhād drutamuttarantam
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||2||
Āshūpavishyā - malanaijapīṭhe
Vidhāya sannaiṣhṭhika-karma nityam |
Nārāyaṇam mālikayā smarantam
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||3||
Sugandhinā kesar - chandanena
Sanmallikā - champaka-puṣhpahāraih |
Sampūjyamānam nija-bhaktavaryaih
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||4||
Karṇe dadhānam kusumāvatansam
Shirah-paṭe kaisuma-shekharālim |
Kanṭhe cha nānāvidh - puṣhpahārān
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||5||
Bhakṣhyaishcha bhojyaih sah lehya-choṣhyai-
Rdraṣhṭvā purā bhojana-bhājanam cha |
Pūrī - madantam cha sasūpabhaktam
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||6||
Bhaktairanekai rmunibhir-gṛuhasthair
Vṛuttam sabhāyam bhagaṇairivendum |
Sahās - vaktrāmbuj - chārunaitram
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||7||
Nihsīm - kāruṇya - sudhāmayena
Vilokanenātimudā swabhaktam |
Baddhānjalim dīnamavekṣhamāṇam
Shrī Nīlkanṭham hṛudi chintayāmi ||8||