॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
નરનારાયણદેવ
મૂર્તિઓ
ભગવાન સ્વામિનારાયણે નરનારાયણદેવની પ્રતિષ્ઠા અમદાવાદના મંદિરમાં કરી હતી.
શ્રીજીમહારાજે સૌપ્રથમ મંદિર અમદાવાદમાં બંધાવ્યું. પેશ્વાના રાજ્યપતન બાદ તરત જ અંગ્રેજોનું રાજ આવ્યું. અનેક દ્વેષીઓએ સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર અમદાવાદમાં ન થાય તેવી તકેદારી રાખી હતી. તે વખતે અમદાવાદના કલેક્ટર સર એન્ડ્ર્યુ ડનલોપ તથા બીજા ઉપરી અધિકારી જનરલ ગોર્ડનસાહેબને શ્રીજીમહારાજ સંતો તથા પાર્ષદો સાથે મળ્યા. કલેક્ટર સાહેબને અંતરમાં શ્રીજીમહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો અને મહારાજની મરજી પ્રમાણે મંદિર કરવા સારુ જમીન આપવા વચન આપ્યું.
શ્રીજીમહારાજે મંદિરના બાંધકામની જવાબદારી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદ્ગુરુ આનંદાનંદ સ્વામીને સોંપી. બ્રહ્માનંદ સ્વામીએ પોતાની વ્યવહારકુશળતાથી આ જમીનનો ‘યાવત્ચંદ્ર દીવાકરૌ’ પાકો લેખ કરાવી લીધો. આનંદાનંદ સ્વામી બધી દેખરેખ રાખતા. બ્રહ્માનંદ સ્વામી જેવા ચતુર અને કાબેલ પુરુષના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું બાંધકામ બહુ થોડા સમયમાં પૂર્ણ થયું.
ત્રણ શિખરના ઉત્તરાદા બારના (ઉત્તર દિશાના) આ મંદિરમાં ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા શ્રીજીમહારાજે સંવત ૧૮૭૮ ફાગણ સુદ ત્રીજને દિવસે વેદોક્ત વિધિથી કરી. અમદાવાદમાં મંદિર થયા પછી શ્રીજીમહારાજ ઘણી વખત ત્યાં રહેલા છે. ‘વચનામૃત’ની વાણીનો લાભ મુમુક્ષુઓને આપ્યો છે. બીજી પણ અનેક વસ્તુઓ અહીં પ્રસાદીની છે.
શ્રીજી મહારાજે નરનારાયણદેવની મૂર્તિ અમદાવાદમાં પધરાવી તેનો ઉલ્લેખ વચનામૃત ગઢડા મધ્ય ૨૨માં કર્યો છે. તેઓએ મૂર્તિઓ પધરાવ્યા પછી માંદગી ગ્રહણ કરી હતી તેનો ઇતિહાસ અહીં વાંચવા મળે છે: વચનામૃત ગઢડા મધ્ય ૨૨નો ઇતિહાસ.
Narnārāyandev
Murtis
Bhagwan Swaminarayan installed the murtis of Narnārāyan Dev in Amdavad.
The first mandir Shriji Maharaj built was in Ahmedabad. After the fall of the Peshwa dynasty, the British ruled over Ahmedabad. Many jealous opponents of the Swaminarayan Sampraday wanted to see to it that it did not flourish in Ahmedabad. But Shriji Maharaj along with his sadhus and pārshads met the Collector of Ahmedabad, Sir Andrew Dunlop, and also another senior official, General Gordon. The Collector was attracted towards Shriji Maharaj and promised to allot him the land of his choice to build a mandir.
Shriji Maharaj appointed Sadguru Brahmanand Swami and Sadguru Anandanand Swami to look after the construction work. Brahmanand Swami, with his sharp business acumen, got the land together with the necessary documents. Anandanand Swami looked after the day to day work. Under the supervision of Brahmanand Swami, an intelligent and practical man, the construction of the mandir was completed within a very short period.
In this three-pinnacled mandir, in the northern wing, Shriji Maharaj consecrated murtis of the emperor of India, Shri Nar-Narayan Dev, on 24 February 1822 (Fagan sud 3, Samvat 1878). The murtis were consecrated according to the tenets of the Vedic scriptures. Shriji Maharaj has stayed at Ahmedabad mandir many times. He graced the devotees with blessings and discourses. Here, in this mandir, many holy relics belonging to Maharaj have been preserved as mementos.
Shriji Maharaj has mentioned the incident of installing the murtis of Narnarayan Dev in Vachanamrut Gadhada II-22. The incident of why he became ill after the installation can be found here: History of Vachanamrut Gadhada II-22.