॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શુકમુનિ

પરમહંસો

શુકાનંદ સ્વામી નડિયાદના વતની હતા. અને ડભાણમાં વસેલા. તેમનું નામ જગન્નાથ હતું. નાનપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી અને વૈરાગ્યવાન હતા. આ ઉપરાંત વ્યવહારકુશળ પણ હતા. ડભાણમાં ભણતા હતા ત્યારે મહારાજના સંતોનો યોગ થતાં દર્શન કરવા ગઢપુર આવ્યા ને સાધુ થઈને ત્યાં જ રહ્યા. તેઓ દીક્ષા લઈ મહારાજ સાથે જ રહેતા અને નિરંતર લેખન અને સાહિત્ય-સંપાદન કાર્ય કરતા. મહારાજનો પત્રવ્યવહાર પણ સંભાળતા. એક વાર આખી રાત જાગી શ્રીજીમહારાજે પત્ર લખાવ્યો. તેથી સવારે સ્નાન કરવા જવા માટે સ્વામીને જોડ ન મળી અને પારણાં હતાં. આથી મહારાજે અક્ષરઓરડીમાં જ તેઓને સુખડીનું દાતણ કરાવેલું. તેઓ મહારાજની દરેક ક્રિયામાં દિવ્યભાવ રાખતા. મહારાજના અંતર્ધાન બાદ વિરહ બહુ જણાતો હતો અને પ્રાર્થના કરીને તાવ માગ્યો હતો. ૧૨ વર્ષ સુધી આ પીડા સહેલી. વચનામૃતના ચાર સંપાદકોમાં તેઓ હતા. ગુણાતીતાનંદ સ્વામીએ તેમને વચનામૃત ગઢડા મધ્ય ૯ સમજાવીને મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો હતો. તેઓએ છ માસના ડુંગરભક્તને (શાસ્ત્રીજી મહારાજને) વર્તમાન ધરાવ્યા હતા.

Shuk Muni

Paramhansas

Shukanand Swami (Shukmuni) was a native of Nadiād and lived in Dabhān. His name was Jagannāth. In childhood, he was brilliant in his studies. He also possessed vairāgya. Moreover, he was proficient in practical dealings. When he was studying in Dabhān, he met Bhagwan Swaminarayan’s sadhus and learned he is the manifestation of God. Therefore, he came to Gadhada for his darshan and just stayed there. He obtained the sadhu dikshā and remained with Maharaj, compiling historical documents and managing Maharaj’s correspondence. Once, he stayed up all night to write a letter that Maharaj dictated to him. In the morning, he did not have a companion sadhu that could accompany him for his bath at the river, nor could he break his fast. Therefore, Maharaj gave him sukhadi in Akshar Ordi to break his fast, without having brushed his teeth. He maintained divinity in all of Maharaj’s actions. After Maharaj reverted back to Akshardham, he very much longed for Maharaj and asked for an illness. He suffered from that illness for 12 years. Shukmuni was among the four compilers of the Vachanamrut. Gunatitanand Swami had explained to him that Maharaj was sarvopari based on Vachanamrut Gadiada II-9. When Dungar Bhakta (Shastriji Maharaj) was six months old, Shukmuni had given him the vartamān of Satsang.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase