॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Sarangpur-1: Conquering the Mind

Nirupan

Samvat 1997, Sarangpur. On the same day, Nirgundās Swāmi read Vachanāmrut Sarangpur 1, 8, and 9. He thus spoke eloquently about winning over the mind, saying, “When I was Kothāri of Mumbai Mandir in Samvat 1953 [1897 CE], Brahmaswarup Shri Prāgji Bhakta wrote to me. He explained that by keeping the mind engrossed in the nine types of devotion, unrighteous thoughts would not arise. Māhāraj has shown no other way to win over the mind except for devotion.”

Uddhavjibhai of Botād then asked a question, “When can you say the mind has been won?”

Nirgundās Swāmi smiled and said, “The mind gets in the way of keeping a sense of flawlessness in God or the Satpurush. However, if one does not harbor any suspicions or doubts, then the mind is said to have been won over. This is the only way to avoid unrighteous thoughts in the mind. If one has sinned anywhere, then that sin is burnt away through the pilgrimage place in the form of the Sant. However, if one has sinned in relation to the form of the Sant, then that is etched in iron. One has not won over the mind if one still has doubts and suspicions, or sees flaws in the Ekāntik Sant of God. Based on this, one should think about Vachanāmrut Gadhadā II-14 and Vartāl 1. A mango tree is a mango tree and a neem tree is a neem tree; such conviction will never change even if someone tries to change it. In the same way, if one has firm conviction in God or the Ekāntik Satpurush, one is said to have won over the mind.”

[Brahmaswarup Shāstriji Mahārāj: 2/70]

સં. ૧૯૯૭, સારંગપુર. નિર્ગુણદાસ સ્વામીએ મન જીતવા ઉપર સુંદર વાતો વચનામૃત સારંગપુર ૧, ૮, ૯ વચનામૃતો વંચાવી કહ્યું, “હું જ્યારે ૧૯૫૩માં મુંબઈ મંદિરમાં કોઠારી હતો ત્યારે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે મને લખ્યું હતું જે, ‘નવધા ભક્તિમાં મન રાખે તો મન અધર્મના ઘાટ ઘડે નહીં.’ માટે ભક્તિ સિવાય મન જીતવાનું બીજું કોઈ સાધન મહારાજે બતાવ્યું નથી.”

ત્યારે બોટાદવાળા ઉદ્ધવજીભાઈએ પ્રશ્ન પૂછ્યો, “મન જીત્યું ક્યારે કહેવાય?”

એટલે નિર્ગુણદાસ સ્વામીએ હસતાં હસતાં કહ્યું, “ભગવાન કે સત્પુરુષમાં નિર્દોષબુદ્ધિ થવામાં મન આડું આવે છે, પણ તેમાં જો તર્ક-વિતર્ક ન થાય તો મન જીત્યું કહેવાય. મન અધર્મના ઘાટ ઘડે તો તેનો ઉપાય આ એક જ છે. અન્ય ક્ષેત્રે જો પાપ કર્યું હોય તો તે સંતના તીર્થરૂપી ક્ષેત્રમાં બળી જાય, પરંતુ સંતના સ્વરૂપ સંબંધી જો પાપ કર્યું હોય તો તે વજ્રલેપ થાય છે. માટે ભગવાનના એકાંતિક સંતમાં તર્ક-વિતર્ક કે દોષબુદ્ધિ હોય ત્યાં સુધી મન જીત્યું ન જાણવું. તે ઉપર ગઢડા મધ્ય ૧૪ અને વરતાલ ૧લું વિચારવું. જેમ આંબો તે આંબો જ અને લીમડો તે લીમડો જ છે, એમ દૃઢ નિશ્ચય થયો છે તે કોઈનો ટાળ્યો પણ ટળતો નથી, તે જ રીતે ભગવાન કે એવા એકાંતિક સત્પુરુષને વિષે એવો નિરુત્થાન નિશ્ચય થાય ત્યારે મન જીત્યું કહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૦]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase