॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-39: Vishalyakarani Herbal Medicine
Nirupan
Gunātitānand Swāmi said, “There are many pious deeds, but none are equal to satsang. We have attained that satsang. What is that? According to ‘Vishalyakarani Herbal Medicine’ Vachanāmrut, it is the knowledge of ātmā and Paramātmā - i.e. believing that one’s ātmā, which is eternal, to be Akshar and join Paramātmā (who is Mahārāj). There is no pious deed equal to that.”
[Aksharāmrutam: 19/21]
અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનં સ્વામી કહે, “સત્કર્મ ઘણાં કહ્યાં છે પણ સત્સંગ જેવું કોઈ સત્કર્મ ન કહેવાય. તેવો સત્સંગ આપણને મળ્યો છે તે શું, તો વિશલ્યકરણીના વચનામૃતમાં આત્મા ને પરમાત્મા, કહેતાં અનાદિ આત્મા જે અક્ષર તે રૂપે થઈને પરમાત્મા જે મહારાજ તેમનો સાક્ષાત્કાર સંબંધ કરવો તે જેવું સત્કર્મ બીજું કોઈ નથી.”
Nirupan
Gunātitānand Swāmi says, “There is no alternative to the fact that we will have to die. But without understanding, many deficiencies remain in the jiva. It is extremely rare for satsang to enter the jiva. What is satsang? Mahārāj has revealed in the ‘Vishalyakarani Herbal Medicine’ Vachanāmrut: ātmā and Paramātmā. The sadhu is one’s ātmā and Paramātmā is Mahārāj. A thorough conviction of these two in the jiva is very rare and there is nothing greater than this.
[Aksharāmrutam: 19/29]
અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે, “આપણે એક દિવસ મરવું છે એમાં ફેર નથી પણ સમજણ વિના જીવમાં ખોટ રહી જાશે. માટે આ સત્સંગ જીવમાં પેસવો એ બહુ દુર્લભ છે.† સત્સંગ તે શું તો, વીશલ્યકરણીના વચનામૃતમાં બતાવ્યું છે જે, આત્મા ને પરમાત્મા. આત્મા જે આ સાધુ ને પરમાત્મા જે મહારાજ, તેના સ્વરૂપનો જીવમાં યથાર્થ નિશ્ચય થાવો તે તો ઘણો દુર્લભ છે તે ઉપરાંત બીજો લાભ પણ નથી.”
† बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः॥ (ગીતા: ૭/૧૮)