॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૨: આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

ઇતિહાસ

આ વચનામૃતની ઉદ્‌બોધન તિથિ છે સં. ૧૮૮૧ માગશર સુદ બીજ. શ્રીજીમહારાજના જીવનચરિત્ર અનુસાર જોવા જઈએ તો આ તિથિએ તેઓ સુરતમાં બિરાજમાન છે. કારણ કે સં. ૧૮૮૧માં કાર્તિક સુદ બારશના દિવસે શ્રીજીમહારાજે વરતાલમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી. તે સમયે સુરતના હરિભક્તોએ શ્રીજીમહારાજને સુરત પધારવાની શરતે વરતાલ મંદિરના દક્ષિણ દેરા પર (કે જેમાં હરિકૃષ્ણ, મહારાજરૂપે પોતાની મૂર્તિ શ્રીહરિએ પધરાવી હતી) તેની પર ધજા ચડાવવાનો પોતાનો આગ્રહ પડતો મૂક્યો હતો. તેથી પ્રતિષ્ઠા બાદ આ ભક્તોને સુખ આપવા શ્રીજીમહારાજ સુરત જવા નીકળેલા અને સં. ૧૮૮૧, કારતક વદ છઠના દિવસે, શુક્રવારે શ્રીજીમહારાજ સુરત પધારેલા. અહીં અનેક આયોજનો દ્વારા સૌને સત્સંગનો લાભ આપી શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય ૬૨ની ઉદ્‌બોધન તિથિએ એટલે કે સં. ૧૮૮૧ની માગશર સુદ બીજના દિવસે સુરતથી વિદાય લે છે. એટલે આ દિવસે તો તેઓનું ગઢડામાં હોવું અશક્ય જ છે.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૫/૫૧]

પરંતુ શ્રીજીમહારાજે પોતાના તમામ ભક્તો સાથે અન્ય સ્વરૂપ ધારણ કરી આ વચનામૃત ઉદ્‌બોધ્યું છે. ‘હરિલીલામૃત’ આ વિગતનો ઉલ્લેખ કરતાં જણાવે છે:

બનિ એ જ દિવસ એક વાત, એ તો આશ્ચર્યકારી અઘાત;

ગઢપુરજન આતુર થયા, અન્ન-જળ તજિ કૈંક તો રહ્યા.

કરે વિનતિ તે ગદ્‌ગદ થૈને, આવો હે કૃષ્ણ સૌ સાથ લૈને;

નહીં આવો જો શ્યામ સુજાણ, તજશું અમે નિશ્ચય પ્રાણ.

ત્યારે બીજે રૂપે મહારાજ, ગયા ગઢપુર સહિત સમાજ;

માગશર સુદિ બીજે ત્યાં હરિ, બેઠા દરબારમાં સભા ભરી.

ભ્રાતૃપુત્રોયે પૂછિયા પ્રશ્ને, આપ્યા ઉત્તર એના શ્રીકૃષ્ણે;

વચનામૃત તેનું લખાણું, નથિ કોઈનું તે તો અજાણ્યું.

આમ, એક ચમત્કારી ઐતિહાસિક તવારીખના સાક્ષી સમું આ વચનામૃત છે.

[શ્રીહરિલીલામૃત: ૮/૩૫/૧૬-૧૯]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase